________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્
આભાર
જ્ઞાનથી...જ્ઞાનનું ભેદજ્ઞાન કરાવનાર! શેયથી.. શેયનું ભેદજ્ઞાન કરાવનાર!
શેય શાયકના સંકરદોષના પરિહારની પરાકાષ્ઠા બતાવનાર, શાયકનાં જ્ઞાનેશ્વરી, દ્રવ્યદષ્ટિનાં પારમેશ્વરી, ભેદજ્ઞાનના દાનેશ્વરી, પૂ. શ્રી લાલચંદભાઈ પ્રત્યે આભાર.
(૧) સ્વભાવ દર્શક પૂ. ભાઈશ્રી :
મંગલાચરણના માંગલિકમાં જેનું નામ ત્રીજું છે, જે જૈનશાસનના સ્થંભ છે, તેવા કુંદકુંદાચાર્ય ભગવાન મહાવિદેહથી પધારીને આ ગાથા જાણે ન લખી હોય !! અને સમયસારની તે પંક્તિ “હું! ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.' તે પંક્તિ સંપૂર્ણપણે જાણે ચરિતાર્થ ન થતી હોય તેમ આપશ્રીએ દશગાથાના ભાવોને ન્યાયથી, સ્વભાવથી, તર્કથી ખોલ્યા ત્યારે ખરેખર એમ લાગ્યું કે સોળે કળાએ જ્ઞાનસૂર્ય ખીલ્યો છે.
આ દશ ગાથામાં આચાર્ય ભગવાને ખૂબી તો એ મૂકી, કે નિશ્ચયથી જ્ઞાન આત્માને જાણે છે, વ્યવહારે જ્ઞાન પરને જાણે છે. એવો નિશ્ચય વ્યવહારનો પ્રયોગ ન કરતાં (જીવન) જ્ઞાનના મૂળ સ્વભાવથીજ વાત કરી.
તદ્ઘપરાંત આ ગાથાઓમાં ક્યાંય આત્મા સ્વને પણ જાણે છે, પરને પણ જાણે છે, તેમ સ્વ પર પ્રકાશકનો ઉલ્લેખ ન કર્યો. જગતની મોટામાં મોટી ભૂલ બતાવી. આત્મા પોતાના સ્થાનમાં રહીને પોતાને જાણે છે, તથા પરને જાણે છે, તેમ સ્વ પર પ્રકાશક નથી લીધું. ઊંચા પ્રકારની ગાથા છે. આમાં ત્વરાએ અનુભવ તેમજ ત્વરાએ મોક્ષ થાય તેવી વાત છે. છેક પૂર્ણતા સુધીની વાત છે.
વળી કુંદકુંદ ભગવાને “નવતત્ત્વને ભૂતાર્થનથી જાણતાં “સમ્યકત્વ' “ઉપયોગમાં ઉપયોગ છે” તે મૂળગાથામાં કહ્યું છે તેમ આ દશ ગાથામાં પણ મૂળમાં કહ્યું કે..આત્મા પણ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા (જાણવા) જતો નથી “શ્રોત્ર વિષયમ માતમ શબ્દમ”...આત્મા કદી પરને જાણવા ગયો જ નથી, આ જ્ઞાનના મૂળ સ્વભાવની વાત છે. હું જાણતો નથી ' ત્યાં તો વિશેષમાં પણ પરથી જ્ઞાન વ્યાવૃત્ત થઈ જાય છે. કળશ ૧૨૨ માં કહ્યું છે તે જ વાત છે. “સ્વભાવને ગ્રહે તો મોક્ષ, સ્વભાવને તજે તો બંધ
જે આવો સ્વભાવ જાણશે તેને જ્ઞાનની ઉત્પત્તિ થશે. માટે બાળ-ગોપાળ સહુને આત્માને જાણતું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com