________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ જ્ઞાન પ્રગટ થાય છે. તે સ્વને જાણવાનું કોઈ સમયે છોડતું જ નથી. અનાદિથી આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે છે. આ ફંકશન સ્વાભાવિક છે. કેમ કે આત્મા અને જ્ઞાન અવ્યતિરેક છે, તત્ સ્વરૂપે છે.
શેય અને જ્ઞાન તાદા સ્વરૂપે છે, તેવો જ્ઞાતા છે. આમ મૂળમાં ચોખ્ખો પાઠ છે. જ્ઞાનના મૂળ સ્વભાવમાં પરને જાણવું નથી. માટે વિશેષમાં પણ વ્યાપતું નથી.
આ વાત લક્ષના સ્વભાવથી છે. અહિંયાં પ્રતિભાસ ગૌણ છે. જ્ઞાન જ્ઞયનું લક્ષ ક્યારે કરે, પોતાને જાણવાથી ટ્યુત થાય તો?? જ્ઞાન શેયનું લક્ષ કદી કરતું જ નથી; અને પોતાને જાણવાથી કદી વ્યુત થયું જ નથી. દરેક ગાથામાં સળંગ આ વાત નવગાથા સુધી કહી.
(૨) શેયથી.. શેયનું... ભેદજ્ઞાન કરાવનાર પૂ.ભાઈશ્રી...!!
ભાવેન્દ્રિયો ખરેખર શેય છે. અને શેયને જ્ઞાન માનવું તે જ્ઞાન સંબંધી ભૂલ છે. છ દ્રવ્યો શેય છે તેને લક્ષ કરીને જાણનાર ખરેખર શેય છે, અને તેને જ શેય માનવું તે શેય સંબંધી ભૂલ છે. અરે ! જેને જ્ઞાન માને છે તે તો આત્માથી સર્વથા ભિન્ન જ્ઞેય નીકળ્યું. શ્રીમદ્જીમાં છે કે “ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર”
આમ ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનવાની ભ્રાંતિ દૂર કરી છે. હે! પૂજ્ય શ્રી ! આપે ઇન્દ્રિયજ્ઞાનની પોલ ખોલી નાખી છે.
જેમ મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે મોક્ષમાર્ગ તો એક જ છે, પણ તેનું નિરૂપણ બે પ્રકારે થાય છે. તેમ ઇન્દ્રિયજ્ઞાન અને જ્ઞાન બન્નેના નામ નિક્ષેપમાં, બંનેની રાશિમાં જ્ઞાન છે, પણ એક શેય છે. બીજું જ્ઞાન છે. ઇન્દ્રિયજ્ઞાનમાં ચેતના વ્યાપતી નથી તેમાં જ્ઞાનનો અંશ નથી, તેથી તે જ્ઞાન નથી પણ જ્ઞય છે. પૂ. ગુરુદેવશ્રી ફરમાવે છે કે, “શેય.. શેયરૂપ રહે છે, જ્ઞયજ્ઞાનરૂપ થતું નથી,
જ્ઞાન. જ્ઞાનરૂપ રહે છે, જ્ઞાન.... શેયરૂપ થતું નથી.” આજ વાતની પુષ્ટિરૂપ શ્રીમદ્જીનું પદ છે કે.. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ” કોઇ કોઇ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.
(૩) જ્ઞાન સૂર્યમાં જોય રાહુનો અભાવ દર્શાવનાર પૂ. ભાઈશ્રી..! જીવનું વિશેષ ચેતના છે. ભાવેન્દ્રિય જીવનું વિશેષ નથી.
જીવના વિશેષમાં માત્ર જીવ જ જણાય છે. તે જીવને જ પ્રસિદ્ધ કરે છે. ને ભાવેન્દ્રિય અજીવનું વિશેષ હોવાથી તે અજીવને જ પ્રસિદ્ધ કરે છે. ચિત્ ચમત્કાર ચૈતન્યભૂમિમાં ઇન્દ્રિયજ્ઞાનનાં કાંટા નથી. તેમજ ચેતન મૂર્તિ ચૈતન્યચંદ્રમાં ભાવઇન્દ્રિયનાં ડાઘા અને દ્રવ્યન્દ્રિયનાં કાણાં નથી. આમ ચૈતન્ય ચંદ્ર ગ્રહણ વિનાનો છે.
પ્ર.) ઇન્દ્રિયજ્ઞાનને શેય શા માટે કહ્યું? જ્ઞાન શા માટે નહીં?
ઉત્તર:) જેમ રાગ આત્માને પ્રસિદ્ધ કરતો નથી. તેમ ઇન્દ્રિયજ્ઞાન પણ આત્માને પ્રસિદ્ધ કરતું નથી. સ. સાર. ૩૮ ગાથામાં અમૃતચંદ્રદેવ ફરમાવે છે કે... હવે ય ભાવ ફરીથી અમને મોહુ ઉત્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com