________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૨) વ્યવહારે જાણે છે” એટલે શું એ તો પૂછો? ગુરુદેવને! કોઇએ પૂછ્યું નહીં અત્યાર સુધી! પૂછયું નથી કોઇએ, મને ખબર છે.
(શ્રોતા:) પૂછવાની જરૂર જ ક્યાં છે, એતો લખેલું છે અંદર?
(ઉત્તર) એમ નથી. પૂછવાનો કોઇને “ભાવ જ' ન આવ્યો એમ મારું કહેવું છે. એમ મારું કહેવું બીજું છે. સમજણમાં આવે તો પૂછે ને? આહાહા!
“બાહ્યપદાર્થોને જાણવા જતો નથી...જો પ્રકાશ, ઘડાને પ્રકાશે...તો પ્રકાશનો નાશ થાય. એમ....જ્ઞાન, પરશેયને બનાવે, તો કહે છે કે સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઇ જાય, એમ લખ્યું છે શાસ્ત્રમાં !! “તો સ્વદ્રવ્યનો ઉચ્છેદ-નાશ તો થતો નથી.” પછી, પાછો ફર્યો! કે કાંઇ નહીં, પરને ન જાણું તો કાંઈ નહીં, પણ જ્ઞાયક જ્ઞાયકને તો જાણે છે ને એમાં તો સાધ્યની સિદ્ધિ ન થઇ. હથિયાર હેઠાં મૂકી દીધાં એણે-લાયક જીવે! લાયકની વાત ચાલે છે. ઓલો તો હથિયાર હેઠાં મૂકે જ નહીં!
(શ્રોતા:) આપણી સભામાં લાયક જ જીવ છે! (ઉત્તર) બહુત અચ્છી બાત હૈ. હમ તો ખુશી હૈ બસ! ખરેખર આ દશ ગાથા કાનપર આવે ને? આહા ! ભાગ્યશાળી છે! કુંદકુંદની દશ ગાથા એટલે શું? ટોપમોસ્ટ ગાથા (ઓ) છે! (પરની) જ્ઞાતા બુદ્ધિ છૂટી જાય! અને સાક્ષાત્ આત્માનો જ્ઞાતા થઈ જાય!!
કહે છે કે પરને જાણતો તો નથી એમાં (આત્માનો) નાશ થઇ જાય, તો કાંઈ નહીં! આત્મા આત્માને જાણે છે-જ્ઞાયક જ્ઞાયકને જાણે એમાં તો અનુભવ થાય કે નહીં? આત્મા આત્માને જાણે છે-જ્ઞાયક જ્ઞાયકને જાણે એમાં તો અનુભવ થાય કે નહીં? આચાર્ય ભગવાન કહે છે કે એવો સ્વ-સ્વામી સંબંધ આહાહા ! પણ બે પદાર્થો ક્યાં છે?
બે (પદાર્થ) હોય તો સ્વ-સ્વામી (સંબંધ) કહેવાય પણ આ તો એક જ છે, આત્મા તો! (આત્મદ્રવ્ય એક જ છે) ચાલો, એમાંય સાધ્યની સિદ્ધિ નથી? તો કહે છે: ના, નથી. તો પછી હવે શું કરવું? તો જ્ઞાયક તો જ્ઞાયક છે એમ લઇ લે ને! બસ! બધી વાત શાસ્ત્રોમાં છે. “નાશ થઇ જાય” જો પરમાર્થે જ્ઞાન, પર..જાણતું હોય...તો આત્માનો નાશ થાય. અને વ્યવહારે જાણે છે” એનો નિષેધ કરે તો પરમાર્થમાં આવે.
પણ...વ્યવહારે જાણું છું....વ્યવહારે જાણું છું....વ્યવહારે જાણું છું. એ જ્ઞાતાયનો વ્યવહાર છે-એ જ્ઞાતાશયનો વ્યવહાર છે (એમ માને છે કે જાણે છે) એ ક્યાં ઊભો છે? એને શું જણાય છે, ય જણાય છે. આહા..હા ! એને જ્ઞાયક જાણવામાં નહીં આવે!! સાહેબ! વ્યવહારે જાણે છે એમ કહીએ છીએ ને! પણ જાણે છે તેં! નિશ્ચયે જ્ઞાન, આત્માને જાણે છે અને વ્યવહાર પરને જાણે છે-બેયમાં છે, છે (જાણે છે) આવે છે, નહીં તારું ઠેકાણે પડે!
એક ભાઈ હતા મુંબઇમાં, તો ઇ લોખંડની બનાવતા હતા ખીલી, ખીલી, ચુંકું! તો લોખંડના સળિયા લેવા જાવું પડે ને. (લોખંડના વેપારી) વ્હોરા ઘણા હતા. ત્યાં માર્કેટમાં તો જાય ત્યાં કે ભાઈ આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com