________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૯
પ્રવચન નં. - ૧૬ કેઃ તું મને સૂંઘ તું મને જાણ ! પછી કહે છે રસઇન્દ્રિય-ખાટામીઠા પદાર્થો, તને એમ કહેતા નથી કેઃ “તું મને ચાખ' આહા! આ ખાટો પદાર્થ છે કે કડવો છે કે તુરો છે કે તીખો છે કે તું મને ચાખ, એમ....પુદગલની પર્યાય! (તને) કહેતી નથી કે તું મને ચાખ. પછી કાયગોચર સ્પર્શ છે. આહા ! સ્પર્શ-ટાઢીઊની અવસ્થા એમ કહેતી નથી કે “તું મને જાણ” –ટાઢી ઊની અવસ્થા એમ કહેતી નથી કે તું મને જાણ !
પછી....આગળ ! અને આત્મા પણ, તું મને જાણ-મનનો વિષય લઈ લીધો ગુણ અને દ્રવ્ય બેય. “અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ' આ, ટીકામાં જે શબ્દો છે ને એ જ “પુરુષાર્થસિદ્ધિઉપાય” ની પહેલી ગાથા એમાં આ જ શબ્દો ટોડરમલ્લ સાહેબે મૂકયા છે.
“લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનેથી ટ્યુત થઇને તેમને બાહ્યપદાર્થને જાણવા જતો નથી' આત્મા (ને) બીજા પદાર્થો કહેતા નથી કે તું મને જાણ ! અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, પરને જાણવા જતો નથી.
દીવો, પોતાના પ્રકાશ્યધર્મને છોડીને-પ્રકાશ્યધર્મને છોડીને ઘટપટને પ્રકાશવા જાય તો દીવાનો નાશ થાય છે. એમ આત્મા પણ પોતાનું જ્ઞાન, જ્ઞાતા-જ્ઞાન-શયની જે અભેદતા છે એમાંથી જ્ઞાન પોતાના આત્માને છોડીને (પર) શેયપદાર્થોને જાણવાજતું નથી. કેમ જાણવા જતું નથી ? કે જગતમાં (આત્માને) આત્મા સિવાય કોઇ જોય નથી, એક જ શેય છે. લોકાલોક જ્ઞાનનું ઝેય નથી. એ ઇન્દ્રિયજ્ઞાનનું શેય છે, બહિર્મુખજ્ઞાન લોકાલોકને જાણે છે. આહા...! એ છે કેસેટમાં છે ગુરુદેવની કેસેટમાં, યાદ હોય તો!
કહે છે કે અત્યાર સુધી સમ્યગ્દર્શન કેમ ન થયું? કે: આ...તને બેઠું છે? કે હું પરને જાણતો નથી. એક બેઠું તો નથી ને, પણ સાંભળ્યું ય નથી ને સાંભળ્યું છે તો આ કાનેથી સાંભળી..ને આ કાનેથી મેં કાઢી નાખ્યું છે. કબૂલ કરે છે બધાય! હવે તો કબૂલ કરે છે કે રોજ આ તો આવે છે સોનગઢમાં! ગુરુદેવના વ્યાખ્યાનમાં તો રોજ આવે છે. તો આ તો
ખ્યાલ બહાર વયું ગયું! ત્યાંથી આવનારા કહે છે મને! કે એવું આવે છે અવાર-નવાર આવે છે.
આહાહા “આત્મા પણ’ એમ. “પોતાના સ્થાનથી ટ્યુત થઇને—એટલે પોતાને જાણવાનું છોડીને, બાહ્યપદાર્થોને જાણવા જતો નથી' કર્તાકર્મ સંબંધ તો નથી પણ જ્ઞાતા શેયનો પણ સંબંધ નથી પરની હારે! કે: આત્મા જ્ઞાતા થઇ જાય, અને રાગ એનું શેય બની જાય? રાગ કર્મ તો નથી, પણ રાગ જ્ઞાનનું શેય નથી. રાગ, આત્માના જ્ઞાનનું શેય નથી!
છતાં, “જાણેલો પ્રયોજનવાન” કહ્યું એનું કારણ રાગનો જ્ઞાનમાં પ્રતિભાસ દેખીને ઉપચારથી કાર્યમાં કારણનો ઉપચાર આપી “જણાય છે તો એ સંબંધીનું જ્ઞાન” એનોરાગનો જ્ઞાનમાં પ્રતિભાસ થયો છે, રાગ જ્ઞાનમાં આવતો નથી, પણ રાગનો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને, એવો ઉપચાર કરવામાં આવે છે કે જ્ઞાન, વ્યવહાર રાગને જાણે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com