________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૭૬ આહા એ...જ્ઞાન, પ્રતિબિંબને કે બિંબને જાણતું નથી, એ તો..ત્રિકાળી શાયક ભગવાન આત્માને જાણે છે! અહાહા ! પ્રતિભાસનો ભેદ પડશે તો અનુભવ નહીં થાય અહા...હાહા! પ્રતિભાસ ઉપર “લક્ષ” ન હોય. પરના પ્રતિભાસ ઉપર નહીં ને સ્વના પ્રતિભાસ ઉપરે ય નહીં...તો ભેદ પડશે નહીં. એ તો જ્ઞાન ને જ્ઞાયક એકવસ્તુ છે, એમાં બેપણું નથી. બે ધર્મો છે પણ ઘર્મી તો એક છે. ભલે! એ ધર્મો હોય બે હોય, અનંત હોય ધર્મ, કોઇ વાંધો નથી ધર્મ અનંત ભલે હોય, પણ અનંત ધર્મ છે માટે ધર્મી અનંત થઈ ગયો છે, એમ છે નહીં, “ધર્મી એકાકાર એક છે-“એક જ્ઞાયકભાવ” (શાસ્ત્રમાં) શબ્દ આવે છે, “એક જ્ઞાયક ભાવ '!
કર્યું છે “બદ્ધિના વિષયમાં આવેલા ગણને જાણવા જતો નથી'_આત્માના જ્ઞાને અત્યાર સુધીમાં...(આહા) અત્યાર સુધીમાં કોઈકે તીર્થકરની દિવ્યધ્વનિ સાંભળી નથી! અને અત્યાર સુધીમાં....કોઇએ સાક્ષાત્ તીર્થંકર પરમાત્માના દર્શન કર્યા નથી!
(પ્રશ્ન ઊઠે કેઃ) તો એ સાંભળ્યું કોણે? અને દર્શન કર્યો કોણે?
(અનુભવી કહે) કે: કાનના ઉઘાડે દિવ્યધ્વનિ સાંભળી અહાહા! અને મનના ઉઘાડે (એટલે) “મને દર્શન કર્યા ! પણ મેં દર્શન કર્યા નથી. (સાંભળ્યું નથી) અહા! હું મારા દર્શનને છોડું તો દર્શન કરવા જાઉંને! ઉપાદાનને છોડું તો નિમિત્ત ઉપર દષ્ટિ જાય પણ મારી દષ્ટિ નિમિત્ત ઉપર જતી નથી, એવું એક સામાન્યજ્ઞાન પ્રગટ થાય છે. તે સામાન્યને અભેદ કરો તો ખરેખર નિમિત્તાદિની દૃષ્ટિ છૂટી, ઉપાદાનમાં અનુભવ થાય.
અહહા! સામાન્ય જ્ઞાન પરને વિષય કર્યો નથી તો અતીન્દ્રિયજ્ઞાન જેને કહેવાય, જેમાં આનંદ સાથે આવે એ તો “પરનું લક્ષ' કરે જ નહીં, અને જે “પરનું લક્ષ” કરે છે એ આત્માનું જ્ઞાન નથી, અનાત્માનું જ્ઞાન છે!
આ ભાવમન ને બુદ્ધિ છે ને (એ અનાત્માનું જ્ઞાન છે) અહાહાહા !) અપૂર્વ ભેદજ્ઞાનની વાત છે સૂક્ષ્મ! ઇન્દ્રિયજ્ઞાન અને (અતીન્દ્રિયજ્ઞાનમય) આત્મા બન્ને ભિન્ન ભિન્ન છે. આત્માને આધારે ભાવમન નથી (અને ) ભાવમનને આધારે આત્મા નથી. એને ગ્રહવા જતો નથી (અર્થાત્ જાણવા જતો નથી) લ્યો! આ ગુણની વાત કરી. હવે દ્રવ્યની વાત કરે છે. દ્રવ્યનો ભેદ એ ગુણ હતો પર્યાય, હવે એ પર્યાયને ગૌણ કરીને, એનું આખું દ્રવ્યધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અનંત જીવો (એટલે કે) એ અને બીજા આત્માઓ છે, એમાં ભાગ પાડો તો બે ભાગ છે.
અનાદિ અનંત “ધ્યેય ” પણ છે અને અનાદિઅનંત “શેય” પણ છે-એવો એક જ્ઞાયક! બીજાનો આત્મા ય જ્ઞાયક છે, એ જ્ઞાયક! બીજા શાયકને, આત્મજ્ઞાન જાણતું નથી. બીજાના દ્રવ્યને જાણે એવો આત્માનો સ્વભાવ નથી. બીજાના ગુણો ય ન જાણે અને બીજાનાં દ્રવ્યને પણ ન જાણે! એકદમ ઊંચી-ટોપમોસ્ટ (TOPMOST) અને એકડાની વાત છે હોં? ન સમજાય એમ નહીં. એક ધ્યાન રાખવું. મારું જ્ઞાન મને જાણે છે આહા!મારું જ્ઞાન મને જાણે છે! એમ આચાર્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com