________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. - ૧૩
૧૭૭
ભગવાન કહેવા માંગે છે!
તારું જ્ઞાન તને જાણે છે...તારું જ્ઞાન તને જાણે છે...તારું જ્ઞાન તને જાણે છે...તારું જ્ઞાન ૫૨ને જાણતું નથી. તો સાહેબ! ૫૨ને જાણનારો બતાવો ! તો કહે (ગાથામાં ) બતાવ્યો ! ‘મને જાણે છે’ (૫૨ને ) ‘મને જાણે છે, દિવ્યધ્વનિ સાંભળી (તોતે) કોણે સાંભળી? તો કહેકાનના ઉઘાડે સાંભળી. (કેટલાક ) કહે-આત્માએ સાંભળી ? કહેઃના, ( એણે ) સાંભળી નથી. અહા..હા ! (પ્રભુ !) આટલો બધો જો વ્યવહા૨નો નિષેધ કરશો તો આત્માનું શું થશે ? કહેસિદ્ધપ૨માત્મા થઇ જશે લે !! વ્યવહારના નિષેધ વિના કોઇ દિ’ નિશ્ચયનો ભાવ પ્રગટ થતો નથી!
અહા...હા ! સ્વઆશ્રિત નિશ્ચયનય વડે સઘળાય વ્યવહારનો તું નિષેધ કરજે. નિર્દય થજે હોં! દયા રાખીશ માં એમાં! સ્વદયા પાળવી હોય તો! જ્ઞાનમાં આત્મા જણાય છે એટલા ય ભેદને કાઢી નાખ !! કે: આત્મા તો આત્મા છે ! ઇ...‘ મોક્ષ અધિકાર' માં આવે છે. આત્માને આત્મા વડે આત્મા જાણે છે, પછી..આચાર્ય ભગવાન નિષેધ કરે છે. આત્મા આત્માને જાણે છે એમ પોતે લખે છે, પછી કહે: આત્મા આત્માને નથી જાણતો...એમાં અનુભવ થાય છે. અરે ! આ શું? આત્મા ૫૨ને જાણતો નથી અને ૫૨ને જાણે તો અનુભવ ન થાય. એ તો સમજાણું કે: એ તો ૫૨ ઉપ૨ લક્ષ જાય પણ આત્મા આત્માને જાણે છે, આત્મા વડે આત્માને જાણે છે આહા...હા! આત્માને આધારે આત્મા જાણે છે! તો કહે-એવા, આત્માના બે પ્રકાર નથી. આત્માનો-જ્ઞાયકનો એક પ્રકાર છે. એ તો ભેદથી તને સમજાવ્યું. અહા ! ક્યો આત્મા, કયા આત્માને જાણે છે? બે આત્મા છે? (આત્મા એક છે) તારું એક રૂપ છે! અહા...હા! બે-રૂપ તારા નથી. માટે એમ કહે છે કેઃ ‘આત્મા આત્માને નથી જાણતો ત્યારે અનુભવ થઇ જશે. (એટલે કે) આત્મા આત્માને, એમાં વિકલ્પ હતો ઇ વિકલ્પનો આ હા ! ઇ વિકલ્પનો નિષેધ કર્યો...જ્યાં અભેદ અનુભવ થયો.
આત્મા આત્માને નથી જાણતો એટલે શેનો નિષેધ કર્યો? ( શ્રોતાઃ) ભેદના વિકલ્પનો. હું....આત્મા આત્માને જાણે છે એવો જે વિકલ્પ ઊઠતો' તો; એ કહ્યું આત્મા આત્માને નથી જાણતો ( ન ઇતિ ) તો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય છે. અહા...હા ! મોક્ષ અધિકારમાં પૂર્ણની વાત ચાલે છે પણ શુદ્ઘનયનો ય ઉપદેશ મળે નહીં!!
એ કહે છેઃ દ્રવ્ય, ‘અશુભ કે શુભ દ્રવ્ય તને એમ કહેતું નથી કે: ‘તું મને જાણ અહા ! અરિહંત પરમાત્માનું દ્રવ્ય એમ કહેતું નથી, સિદ્ધનું દ્રવ્ય એમ કહેતું નથી, બીજાં જીવોના જ્ઞાયકતત્ત્વ જીવતત્ત્વ એમ કહેતું નથી, અહા..હા ! જીવનો ગુણ તો તને કહેતો નથી, પણ જીવ (દ્રવ્ય) તને કહેતું નથી (કેઃ) તું મારી સામે જો! એ...તને એમ નથી કહેતું કે: ‘તુ મને જાણ '; દ્રવ્ય બીજા દ્રવ્યો અનંતા જીવો છે, અનંતા પુદ્દગલ, (એક) ધર્મ, (એક) અધર્મ (એક) આકાશ ને કાળ, અનંતા પદાર્થો છે એ એમ કહેતા નથી કે: ‘તું મારી સામે જો! મને જો! અને આત્મા પણ...પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને (જાણવા જતો નથી ) બુદ્ધિગોચર (અન્ય ) દ્રવ્યો છે! જ્ઞાનગોચર નથી. જ્ઞાનનો વિષય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com