________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૭૮ નથી. જ્ઞાનનો વિષય એક (સ્વજોય) છે! ભાવેન્દ્રિયના વિષયો અનંત છે-મન સહિત અને જ્ઞાનનો વિષય એક (સ્વાત્મા) છે!
(જુઓને, ઘડી 'કમાં ધર્માસ્તિકાયને જાણે, ઘડી 'કમાં અધર્માસ્તિકાયને જાણે, ઘડીકમાં એકેન્દ્રિયને જાણે, ઘડીકમાં બેઇન્દ્રિયને જાણે, ઘડી 'કમાં સૂર્યને જાણે, ઘડીકમાં ચંદ્રને જાણે, ઘડી 'કમાં બીજા જીવતત્ત્વોને જાણે, ઘડીકમાં બીજાના પુણ્ય-પાપને જાણે, ઘડી 'કમાં બીજા જીવને જાણે (એમ) એ....ઘડીએ, ઘડીએ જ્ઞાન ફરે, એવું જ્ઞાન આત્માનું ન હોય! અને જે ઘડીએ, ઘડીએ ફરે છે એ આત્માનું જ્ઞાન નથી અહાહા! રાગની વાત તો ક્યાંય ને ક્યાંય દૂર રહો! અહીંયા તો જ્ઞાનથી જ્ઞાનના ભેદજ્ઞાનની વાત ચાલે છે! “વ્યવહારજ્ઞાન અને નિશ્ચયજ્ઞાન' ના ભેદજ્ઞાનની વાત ચાલે છે!!
આહાહા! બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતું નથી'આમ ગુણ કહેતું નથી કે “તું મને જાણ '; બીજાં દ્રવ્યો કહેતા નથી કે: “તું મને જાણે' અને આત્મા પણ પોતાના આત્માને અહા ! અનન્યપણે જાણ્યા જ કરે છે.
તું ના પાડ એટલે એ જાણવાની ક્રિયા બંધ કરી દેશે? એમ છે નહીં. તું તો (અનાદિથી) “ના” પાડી રહ્યો છો (અને માને છે) મને આ જણાય છે ને આત્મા જણાતો નથી! ( એ તો) જ્ઞાનીને આત્મા જણાય ! પરમાત્માને આત્મા જણાય !! પણ હું તો અજ્ઞાની છું, હું તો સંસારી છું. મને આત્મા ન જણાય! ન જણાય (ને) ન જ જણાય...એવો (અભિપ્રાયમાં) પ્રવાહ જ્યાં સુધી હશે, ત્યાં સુધી અનુભવ નહીં થાય. “જાણનાર જણાય છે” પ્રવાહ ફેરવી નાખતો...અનુભવ થયા વગર રહેશે નહીં. આહા...હા! ચોક્કસ! ગેરંટી! સંતો ગેરંટી આપે છે હોં? (પૂ.) ગુરુદેવના વ્યાખ્યાનમાં છે કે “જાણનાર જણાય છે.”
આહા..હા...હા...! અરે ! આવું જાણીને પણ...આચાર્ય ભગવાન હવે કલોઝીંગ કરે છે દશમી ગાથામાં (કે) આટલું આટલું (ન્યાયો આપીને) અમે તને કહીએ છીએ (છતાં) હજી તું પરને જાણું છું (પરને જાણું છું ) એવા પક્ષને છોડતો નથી!
અને.(એકવાર) જાણનાર જણાય છે એવા પક્ષમાં તો આવ! પરને જાણું છું એવા વ્યવહારના પક્ષને તો તું ઓળંગી જા! નિષેધ કર કે “જાણનાર જણાય છે, ભલે! વિકલ્પાત્મક જ્ઞાનમાં, હજુ અનુભવ ન થયો હોય તો એટલું તો ભેદજ્ઞાન કર, સવિકલ્પ દશામાં કે... “ જાણનાર જણાય છે, પર જણાતું નથી.'
કહે છે, : આવું જાણીને પણ મૂઢ જીવ ”-મૂઢ કહ્યો મૂઢ! હું પરને જાણું છું એવો જેને અભિપ્રાય શ્રદ્ધાશાનમાં છે એને કરુણા કરીને (આચાર્યદવે) મૂઢ કહ્યો ! એ મૂઢતા કોઇ હિસાબે છોડ! એમ. એને મૂઢ રાખવો નથી, છોડાવવી છે મૂઢતા! કરુણા કરી એમણે અહાહા ! હે, દુરાત્મન્ એમ પણ કહે, હે પશુ ! એ પશુ એ કહે, ત્યારે બહુ કરુણા આવી ગઇ (એમ) સમજવું! કામ થઇ ગયું આપણું હા! મને આજે પશુ કહ્યો હો ! બહુ સારું કર્યું હો ! એ વિના મારી આંખ ઉઘડત નહીં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com