________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૯
પ્રવચન નં. - ૧૩ મને પશુ કહ્યો” “હું તો મનુષ્ય છું'તો જ્ઞાનીનું..આવા જ્ઞાની હશે? કે મનુષ્યને પશુ કહે!? અહાહા! એ....જ્ઞાનીને અને જ્ઞાનીની વાણીને ઓળખવું એ કોઇ સાધારણ ચક્ષુ નથી. ઉત્કૃષ્ટ (તીવ્ર ) મુમુક્ષુ જ્ઞાનીના (વચનોના ) અર્થને ઓળખી શકે છે. “શ્રીમ રાજચંદ્રજીમાં' છે કે જઘન્ય, મધ્યમ નહીં. જ્યાં જ્ઞાનીમાં આમ કાંઇ તીખાશ આવી ગઈ લાલચોળ થઇ ગયા (આવી) વાત હોય તો! ઈ આવા જ્ઞાની હોય કે, મૂર્ખ! તને ખબર નથી (કહે મને !).
તો....શાંતિનાથ ભગવાનને તું ક્યાંથી ઓળખીશ, ઇ કાંઇ માળા લઇને નહોતા બેઠા! નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં!! ઇ...તો ચક્ર લઇને (છખંડ જીતવા) જાતા હતા! તું નહીં ઓળખી શક ભાઈ ! ધર્મીના-જ્ઞાનીના ઉદયભાવને !
એમનાં અંતરમાં (થી) અવાજ આવે છે એને તું પારખી લે! તારું કામ થશે!
આહાહા! આ ચાંદીની થાળીમાં જમે છે, પહેલાં તો ચાલતા હતા, હવે મોટરમાં ને હવે પ્લેનમાં! જુઓ! નિમિત્તાધીન દષ્ટિવાળા એ જ્ઞાનીને ઓળખી શકતા નથી. આહાહા ! જ્ઞાનીને ઓળખવા ...એ પણ કોઇપાત્ર (જીવ) ઓળખી શકે છે. અહાહાહા ! નિકટભવી ઓળખી શકે છે ( ઓળખી લે છે.) અને જ્ઞાનીની ઓળખાણ (મુલાકાત) ન થાય તો એમની વાણી એને નિમિત્ત (પણ) ન થાય.
એક વાર સોનગઢમાં રામજીભાઈ મુરબ્બી બેઠા હતા, અને ગુરુદેવ બેઠા હતા, અમે બધા બેઠા હુતા. વાત બહારના છાપાઓમાં ઘણી આવે ને! છાપામાં ઘણા પ્રકાર આવે ! તેઓ મોટરમાં ફરે છે ને આમ ને તેમ! ને (ઘણું) બધું! (પછી રામજીભાઈ બોલ્યાઃ) અરે ! આ ગુરુદેવ (કાનજીસ્વામી) જો કાલે લગન કરવા જાય, તો એની જાનમાં હું જાઉં! ઇ...તો બ્રહ્મચારી હતા, એમને લગનનો પ્રશ્ન જ ક્યાં હતો...પણ આ તો સમાજને બતાવે છે કે: તું ધ્યાન રાખજે, ( જ્ઞાનીના) ઉદયભાવને જોઇશમાં ! ગુરુદેવ બેઠા હતા, આમ જરા હસે ! મનમાં હસે ! આ ગુરુદેવની જાન જાય, વરરાજા ઈ થાય તો...હું એની જાનમાં જાઉં, હું જાનમાં (તો) જાઉં, જાન પાછી આવેને હું એને જ્ઞાની માનું, બિલકુલ શંકા પડે નહીં. અહા...હા! એ...જ્ઞાનીની ઓળખાણ થવી પણ મુશ્કેલ છે. સોગાનીજી માટે પણ આવું થઈ ગયું!!
(જ્ઞાનીના) પણ બહારના ઉદયભાવો જોઇને, અરે ! ભાઈ ! ઉદયભાવને જોનાર હું નથી. ઉદયભાવને જોનાર એ આંખનો ઉઘાડ એને જુએ છે. મારું એ કામ નથી. આ વાત ઊંડી છે-ઊંડા, ઊંડાણની વાત છે. “આવું જાણીને પણ ”—આટલું આટલું તને કહીએ છીએ કેઃ જાણનાર જણાય છે, તેને પર જણાતું નથી, અને પરને જાણનારો તને બતાવ્યો!
કેમ આત્મા અકર્તા છે ને! (શિષ્ય) અકર્તાને નહોતો માનતો! (શિષ્ય) કહે: સાહેબ! અકર્તા છે એ વાત સાચી પણ આ પરિણામને કોણ કરે છે? એટલું મને કૃપા કરીને (કહો ) બતાવી દો તો હું (આત્માને) અકર્તા સ્વીકારી લઉં! (સદ્ગુરુ કહે:) હા.. બહુ સારી વાત તારી, તારી વાત સાચી છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com