________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૮૦ તને કર્તા બીજ બતાવું? તો કહે: હા (પ્રભુ!) બતાવો, તો હું અકર્તા છું, સ્વીકારી લઉં!
(શ્રીસદ્દગુરુ) કહેઃ પરિણામનો કર્તા પરિણામ છે. ભગવાન આત્મા નિષ્ક્રિય એનો કર્તા નથી-બંધ, મોક્ષનાં પરિણામનો કર્તા (આત્મા) નથી જા! શિષ્ય પગમાં પડી ગયો! ગારો થઇ ગ્યો! તૈયારીવાળો હતો! પાકેલો હતો!
અહા..! ઓપરેશન થવાની તૈયારી-મિથ્યાત્વ જાય એની તૈયારી, લાંબો થઇ ગયો (દંડવત્ પ્રણામ કર્યા) અહાહા! આજ પ્રભુ મને અકર્તાનું ભાન થયું! હું અકર્તા કેમ છું ઇ આજે ખબર પડી, આપે મને (બીજો) કર્તા બતાવ્યો ને! કે: બંધ-મોક્ષને કોણ કરે છે? કહેપરિણામ પરિણામ કરે છે, પરમાત્મા રાગને કરે નહીં (તેમ છોડે નહીં.).
રાગને કરે પરમાત્મા? નહીં. આ ગુરુદેવે કહેલું છે કે રાગને આત્મા કરતો નથી. અજ્ઞાનીનો આત્મા કરે? ના. તો (જ્ઞાનીઓ) કહે-એને કર્તાની ભ્રાંતિ થાય છે, એનું (આત્મ) દ્રવ્ય કરતું નથી. અહાહા ! જ્ઞાયક પરમાત્મ તત્વ, રાગને કરે? (કદી ન કરે.)
એમ અહીંયા કહે છે: અકર્તા નકકી થઈ ગયું, જ્યાં પર્યાયનો કર્તા પર્યાય કહ્યું ત્યાં સાહેબ ! સૂઈ ગયો લાંબો થઇને ! આજે વાત મને બેસી ગઇ) કે હું અકારક, અવેદક એકલો જ્ઞાતા...જ્ઞાતા...જ્ઞાતા! કથંચિત જ્ઞાતા-એવું જે શલ્ય હતું ને..તે આજે નીકળી ગયું (છતાં અનુભવ ન થયો) !
પાઠ આવ્યો બીજો (કે.) આત્મા આત્માને જાણે છે, પરને જાણતો નથી ! (શિષ્ય કહ્યું) કે: સાહેબ ! એક બીજો પ્રશ્ન મારો (હવે ) છે. બે જ પ્રશ્ન! હવે પછી આ નહીં આપું. આજ (મારા આ ) બીજા પ્રશ્નનું સમાધાન કરી ધો. કે આત્મા પરને જાણતો નથી તો વિશ્વ છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં પણ આવ્યું (છે) છ દ્રવ્ય છે. આ છે એવું નથી, વિશ્વ તો છે, છ દ્રવ્ય છે નથી એમ નથી. અનંતા જીવો છે, અનંતાનંત પુદ્ગલ પરમાણુ છે! તો આપ તો કહો છો કે એને તું જાણતો નથી..તો એનો જાણનારો (મને) બતાવો! તો મને નિષેધ કરવાની હિંમત આવશે, અને વિધિમાં જઇને અનુભવ થઇ જશે!
(સદ્ગુરુએ કહ્યું ) એમ ! તારો પ્રશ્ન બહુ સરસ છે. તે મને કારણ પૂછયું છે. પહેલામાં (કર્તામાં) કારણ પૂછ્યું હતું ને (તેનું) કારણ મેં આપ્યું ! અકર્તાનો પાઠ આવી ગયો. ( શિષ્ય કહ્યું: ) કે સાહેબ! આ આખી જિંદગી (ભર) આ પ્રશ્ન હું કોઇને નહીં કરું હવે! (૮) શું કહે છે? એટલું ક્ષાયિક થઇ ગયું? “હા”.ક્ષાયિક પરિણામને કોણ કરે છે? અરે ! તીર્થકરની અહીં દિવ્યધ્વનિ છૂટશે તો (પણ) હું એમને પ્રશ્ન નહીં કરું (કારણ કે, સાહેબ! આપશ્રીએ કહ્યું કે પર્યાયનો કર્તા પર્યાય છે એ વાત (મને બેસી ગઇ) મને પાકું થઈ ગયું છે (માટે) હું એ પ્રશ્ન નહીં કરું! પરિણામનો કર્તા પરિણામ છે. આત્મા કરતો હોય તો ઘડીકમાં શુભ ને ઘડી 'કમાં અશુભ અનુભવ થાય નહીં. (આત્મા કર્તા હોય તો) કેવળજ્ઞાન જ કરે ને બધાય, શું કામ સમ્યગ્દર્શન કરે? એમ કહીને ઘણા ન્યાયથી સમજાવ્યું (કે) સમજી ગયો!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com