________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૧
પ્રવચન નં. – ૧૩ આત્મા પરને જાણતો નથી” જાણનાર જણાય છે” તો સાહેબ ! હવે મારો બીજો પ્રશ્ન છે કે આ પદાર્થો તો જગતમાં છે. અન્યમતિ કહે છે એવું તો નથી. તો આ બધા પદાર્થો છે એને કોણ જાણે છે? જો આત્મા (પરને) જાણતો નથી તો? ( શિષ્ય) બીજા પ્રશ્ન કર્યો એનો જવાબ (સદ્ગુરુએ) આપ્યો કે પાંચ ઇન્દ્રિય (નો ઉઘાડ) રૂપી પદાર્થને જાણે છે અને મનબુદ્ધિ (નો ઉઘાડ) અરૂપી (રૂપી) પદાર્થોને જાણે છે.
(પરપદાર્થોને-લોકાલોકને) તારો આત્મા એને જાણતો નથી, જાણનારો બતાવી દીધો કે ભાવઇન્દ્રિય (નો ઉઘાડ) એને જાણે છે, આત્મજ્ઞાન તો આત્માને જાણે છે. આવું ફંકશન ચાલુ છે અજ્ઞાનીને પણ...સ્વીકાર કરે, ભેદ જ્ઞાન કરે ને નિષેધ કરે કે હું પારને જાણતો નથી. જાણનાર જણાય છે”-તો એને અવશ્ય અનુભૂતિ થાય છે! અહાહાહા ! આ અનુભવની પ્રક્રિયા (પ્રોસેસ) છે. આ ચાલે છે! બેસતા વર્ષના દિવસે અનુભવનો વિષય (ધ્યેય) અકર્તા અને અનુભવનો વિષય જ્ઞાયક !!
(જુઓ ભાઈ ધ્યાન દો!) પરને જાણતો નથી, જાણનાર જણાય છે ત્યાં જ્ઞાન, શેયથી વ્યાવૃત્ત થઈને પાછું ફરીને (એટલે કે) આહા...! ઇતો પાછું ફરતું જ નથી ઇ. ત્યાં રોકાઈ જાય છે (વ્યય થાય છે) ને બીજું જ્ઞાન (સ્વજોયને લક્ષ કરતું જ) પ્રગટ થાય છે! પણ સમજાવવામાં બીજું શું કહેવું! સમજાવવામાં બીજો ઉપાય નથી.
(કથન એમ આવે) જ્ઞાન પરને જાણતું હતું ને ઈ ન્યાંથી વળીને આત્મા તરફ વળ્યું. અરે પર તરફ વળેલું જ્ઞાન આત્મા તરફ વળી શકતું જ નથી અને આત્મા તરફ વળેલું જ્ઞાન હોં એમાં આત્મા જણાઈ છે! વળેલા જ્ઞાનમાં જણાય જાય છે એને વળેલા જ્ઞાનમાં જણાઈ જાય છે અને અભેદ થાય તો અનુભવ થાય છે !!
(શ્રોતા.) અપૂર્વ વાત છે! (ઉત્તર) અહાહાહા! આત્મા ભીંજાઇ જાય તેવી વાત છે! આત્મા ભીંગ ગયો ભીંગ ગયો એમ ભજનમાં આવે છે ને! મેં તો ભીંગ ગયો-ભીંજાઇ ગયો ! હિન્દીભાષામાં “ભીંગ ગયો ' કહે છે.
અહાહા! આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી” “હું પરને જાણતો નથી” એ વાત એને બેસતી નથી, બેસવી કઠણ છે!” કઠિન પણ છે પણ અશક્ય નથી. આહા! અશક્યનો ઉપદેશ ન આપે! શક્યનો ઉપદેશ આપે.
(શ્રોતા, સાહેબ! દેશના એવી આવી રહી છે બેસી જ જાય, એવી દેશના આવી રહી છે!
(ઉત્તર) બેસી જ જાય. બેસી જાય. બરાબર બેસે, ન્યાયથી કારણ આપ્યું કે પ્રભુ! હું નથી જાણતો તો કોણ જાણે છે? જાણનાર બતાવો મને? તો નિષેધ કર્યો કે આ પાંચ ઇન્દ્રિય ને છઠું મન જાણે છે અને તું જાણતો નથી, અને જ્ઞાન તો તને જાણે છે. કહે –સાહેબ! કયારથી જાણે છે? તો કહે અનાદિથી ! ક્યાં સુધી જાણશે? કહે–અનંત કાળ સુધી !!
અહા ! એક સમય પણ આંતરો નહીં પડે કે જ્ઞાનમાં આત્મા નથી જણાતો (એવો આંતરો) પડતો જ નથી. અત્યારે પણ (પ્રક્રિયા નિરંતર ચાલુ છે) પણ સ્વીકાર કરતો નથી, તારી વારે વાર છે! મૂળ વાત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com