________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૮૨ છે મૂળ!
(અનાદિથી જીવે) પાંદડાં તોડયા પણ મૂળ સાજું રાખ્યું! “ઉપશમને પામતો નથી' – આવું જાણીને પણ પાછો ફરતો નથી. “હું જાણનારને જાણું છું, ખરેખર પરને જાણતો નથી” (એને નહીં માનતો) અને શિવબુદ્ધિને-કલ્યાણકારી બુદ્ધિને-સમ્યજ્ઞાનની સવળી બુદ્ધિને નહીં પામેલો પોતે અજ્ઞાની “પરને જાણવાનું મન કરે છે.
આહા...હા! પરને જાણવું (જાણું છું) ચોવીસેય કલાક! તમે ક્યાં ગયા હતા? ક્યાંથી આવ્યા? આનું શું થયું? પછી મળ્યા કે નહીં? પછી આમ થયું કે નહીં? પછી તેમ થયું કે નહીં? અહા ! ચોવીસે ય કલાક પરને જાણવાનું મન કર્યા જ કરે છે, એના મનમાં પર આવ્યા જ કરે છે. ત્યાં સુધી એ....એ જ્ઞાનમા (ઇન્દ્રિયજ્ઞાનમાં) એનો આત્મા અનુભવમાં નથી આવતો.
અહાહા ! (આત્માનુભવથી વંચિત) રહી જાય છે. આખો મનુષ્યભવ હારી જાય છે. ઉપશમને નહીં પામેલા પરને ગ્રહવાનું મન કરે છે' પરને જાણવાનું નિરંતર બન્યા (જ) કરે ! આનું શું થયું? એનું શું થયું? આ ક્યાંથી આવ્યો? અરે ભાઈ! રહેવા દે ને! એ મનનો વિષય છે, તારો વિષય નથી! એક અંતર્મુહુર્ત તું આત્માને જાણવાની! જાણનાર જણાય છે” (એમ) એક અંતર્મુહુર્ત તો પ્રેકટીસ કર! અહા...હા! એના ફળમાં તને આનંદ આવશે ! (આત્મા) અનુભવ થશે, સંસારનો અંત આવી જશે અને અલ્પકાળમાં વધારેમાં વધારે પંદરભવે મોક્ષ થઈ જશે! કેટલાકને તો ચાર-છ-આઠ થાય! સમજી ગયા! એમાંથી છટકયા હોય તો દશ, બાર, ચૌદ ને પંદર (ભવ તો) કો'ક ને જ થાય! બાકી બધા આઠની અંદર આવી જાય છે.
આહા ! કહે: “હું પરને જાણતો નથી ને જાણનારો જણાય છે” એવા જીવને ઝાઝા ભવ થાય નહીં.
કહ્યું? “જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું નથી” એવું જેને અંતરમાં - કાળજામાં કોતરાઇ ગયું! અહા ! એને ઝાઝા ભવ હોય નહીં! ખરેખર તો અત્યારે જ ભવનો અભાવ થઈ ગયો! પણ (ભવની વાત) પર્યાય અપેક્ષા એ બધી કહેવામાં આવે છે. બાકી વસ્તુમાં ક્યાં ભવ છે! ભવનો ભાવ નથી તો ભવ તો ક્યાંથી હોય? (કદી ન હોય.) પણ આ વ્યવહાર દ્વારા સમજાવવામાં આવે છે.
કોઈકે પૂછ્યું: દિવ્યધ્વનિમાં સાહેબ! અમારે કેટલા ભવ છે? તો કહે: તારામાં ભવ નથી. પહેલો ધડાકો આવ્યો! (સાહેબ !) મેં પૂછયું કે કેટલા ભવ ? અને આપ કહો છો કે તારામાં ભવ નથી. અહીં...હા ! મારી પૂછવામાં ભૂલ થઇ ગઈ સાહેબ!
પણ..હજી છતાં મને જિજ્ઞાસા છે હોં? પર્યાય અપેક્ષાએ પૂછું છું સાહેબ ! પ્રભુ! આપની વાત સો ટકા સાચી છે, મારામાં ભવ નથી એ સ્વીકાર કર્યા પછી થોડુંક હુજી મને રહ્યા કરે છે! જાણવાનું લક્ષ છે ને અનંતકાળથી, ઓલા સંસ્કાર (તેથી) કહે: સાહેબ! પર્યાય અપેક્ષાએ કેટલા ભવ છે?
આ ....! ઘણાં ય બેઠા હોય. કોઈકે પૂછયું તો એને જવાબ દીધો કેઃ તને ચાર ભવ! બીજાએ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com