________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૫
પ્રવચન નં. - ૧૩ અહં...હ! જાણનારો જણાય છે, બાળ-ગોપાળ સૌને ! આહા! ભગવાન આત્મા જણાય છે! આવી વાત બહાર આવી...પણ એને એ વાત સાંભળ્યા પછી કહેઃ એના પછી શું? એના પછી શું? આના પછી શું? આના પછી શું? અધિક કાંઇક કહો, હજુ અધિક કાંઇક કહો!!
અરે! બધું એમાં સમાઇ ગયું ભાઈ! “જાણનાર જણાય છે' એમાં શું અધિક! આકાંક્ષા છોડી દે (અધિક) જાણવાની! એને મન ઉપર છોડી દે, મન જાણશે મન જાણે તો જાણો! રખડુ છે મન ! અહા! મન રખડુ છે – મનને માંકડુ કહ્યું છે!
ઓલા વાંદરા છે ને ઇ ચંચળ બહુ હોય, વાંદરા સ્થિર ન રહે, એમ “મન' માંકડું છેવાંદરા જેવું! આહા...હા ! એ બધા મનના વિષયો છે કલ્લોલો બધા વિકલ્પનાં ઉત્પન્ન થાય છે એ મનમાં થાય છે, કલ્લોલ-વિકલ્પ! જ્ઞાનમાં વિકલ્પ નથી. એ જ્ઞાન તો સ્વભાવથી જ અભેદ આત્માને જાણ્યા જ કરે છે! ભેદ પડતો નથી એટલે જ્ઞાનમાં વિકલ્પ ઉત્પન્ન થતો નથી. ભેદ પડે તો મનનો વ્યાપાર ચાલુ થાય ને? (તો જ) મનમાં વિકલ્પનો જન્મ થાય! પણ અહીંયાં અભેદ જણાવા મંડે તો મન મરી જશે! “મન પાવે વિશ્રામ અનુભવ યાકો નામ '
અહા! અત્યારે બદામના મેસુબની વાત ચાલે છે! (કહે છે) “બુદ્ધિના વિષયમાં આવેલા'-(એટલે) જ્ઞાનનો વિષય નથી. છ દ્રવ્ય, ચૌદગુણસ્થાન, ચૌદમાર્ગણાસ્થાન એ જીવના ગુણો એટલે પર્યાયો એટલે વિભાવ, એ કહેતા નથી કે: “તું મને જાણ” “અને આત્મા પોતાને જાણવાનું છોડીને રાગને, રાગનાં ફળને, દુ:ખને જાણવા જતો નથી.' અને એ રાગ ઉત્પન્ન થયો એ કહેતો નથી કે તું મને જાણ! અને છતાં હું રાગને જાણું છું ને દુઃખને જાણું છું (એમ જાણી) એની હારે એકતા કરે છે. જાણેલાનું શ્રદ્ધાન થઈ જાય છે. એવી અપૂર્વ વાતો છે! અહા..હા! આ મનનો વિષય જરા સૂક્ષ્મ છે! પાંચ ઇન્દ્રિયોનો વિષય તો સ્થૂળ હતો.
બુદ્ધિના વિષયમાં ગુણ (કહ્યા) ગુણ! એ બુદ્ધિગોચર-મનગોચર (છે) બુદ્ધિગોચર કહો કે મન કહો એક જ વાત છે. અહા...હા! એ મનનો ઉઘાડ તીર્થંકર પરમાત્માને જાણે છે.
જ્ઞાનનો ઉઘાડ આ નિજ પરમાત્માને જાણે છે! જાણતો પ્રગટ થાય છે. અભેદપણે જાણ્યા જ કરે છે! અભેદપણે જણાય છે એમ આવે તો, અભેદ થઇને અનુભવ થઇ જાય! અભેદના સ્વીકારે અભેદનો અનુભવ થઈ આનંદ આવે! પણ ભેદ પડે તો રાગ થશે ને.. પરને જાણું છું તો તો આત્માનો નાશ થઈ જશે!
આહા...હા આ બેસતા વરસની બોણી છે! આ આજની ટેપ સાચવી રાખશો ને વારંવાર સાંભળશો તો કો'ક દિવસ એનો લાભ થશે-આત્મલાભ! એવી વાત છે આજની.
(આચાર્યદવ કહે છે) “બુદ્ધિગોચર એ બધા વિષયો પંચપરમેષ્ઠી મનનો વિષય છે! જ્ઞાનનો વિષય નથી ! ભલે! જ્ઞાનમાં પ્રતિભાસે છે એની સ્વચ્છતામાં....પણ એ બિંબ છેપંચપરમેષ્ઠી છે ને એ બિંબ છે ને એનો અહીંયાં પ્રતિભાસ થાય છે. એ પ્રતિબિંબ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com