________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન છે, આને....જાણું છું, આ ધર્માસ્તિકાય કહેવાય ને આ અધર્માસ્તિકાય કહેવાય.આકાશ છે, અવગાહન હેતુત્વ ગુણ એનો છે! (પરંતુ) જ્ઞાન, એ આકાશને કે આકાશના ગુણને જાણતું નથી. ભલે! એનો પ્રતિભાસ થાય પણ લક્ષ જ્ઞાનનું એમાં હોય જ નહીં. જ્ઞાનનું લક્ષ જ્ઞાયક ઉપર જ હોય ત્રણે કાળ! એને અમે જ્ઞાન કહીએ છીએ.
અહાહાએ ધર્માસ્તિકાયના ગુણ, અધર્માસ્તિકાયના ગુણ, આકાશના ગુણ ને કાળદ્રવ્ય છે–અસંખ્યાત કાલાણુ! એ (પદાર્થો) પરિણમે એમાં કાળદ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. એ જે કાળદ્રવ્યનો ગુણ કહેતો નથી કેઃ “તું મને જાણ ” અને આત્મા પણ પોતાના જ્ઞાનને છોડીને એને જાણવા જતું નથી...તો આ બધું કોણે જાણ્યું? અત્યારસુધી? કે: “મેં જાણું” એના ઉપર મીઠું વાળી દે! (મારા) મને જાણું છે,-મારા જ્ઞાને તો મારા આત્માને જાણ્યો છે અથવા જાણા (જ) કરું છું! એમ લે ને! તો અનુભવ થશે.
આહાહા ! “એ ગુણો એમ કહેતા નથી (“કે તું અમને જાણ') અરૂપીની વાત ચાલી. અરિહંત આવી ગયા ને બધા આવી ગયા, સિદ્ધપરમાત્મા આવી ગયા (રૂપી–અરૂપી બધા આવી ગયા એ) એમ કહેતા નથી કે: “તું મને જાણ' અને હવે આ સાઈડથી આચાર્ય ભગવાન વાત કરે છે (કે) “અને આત્મા પણ/બધા આત્માની વાત ચાલે છે હોં ! આહા ! આત્મા પણ પોતાને જાણવાનું છોડીને '—એક સમય પણ પોતાને જાણવાનું છોડતો નથી!
(આત્મા પોતાને) જાણવાનું છોડીને અને પરને જાણવા જાય તો તો આત્માનો નાશ થાય! અહા...હા! અને જ્ઞાન ને શાયકનો ભેદ દેખાય તો અનુભવ થાય નહીં જ્ઞાન અને જ્ઞાયક અભેદ છે. અભેદ હોવાથી તે જ્ઞાન જેમાં “તન્મય થાય છે... એને જાણે છે, અને જેમાં “તન્મય નથી” એને ખરેખર જાણતું નથી! પ્રતિભાસ હો તો હો! પ્રતિભાસની મુખ્યતા નથી.
એ બુદ્ધિના વિષયમાં આવેલા બુદ્ધિગોચર' બુદ્ધિગોચર ગુણને જાણવા-ગ્રહવા જતો નથી' કોઈ કાળે (જાણવા જતો નથી) એનો સ્વભાવ જ નથી. બુદ્ધિગોચર જે અરૂપી પદાર્થ છે, બીજા ગુણો છે-એ સીમંધર પ્રભુ બિરાજમાન છે અત્યારે (મહાવિદેહમાં) અને એમને ગુણ પ્રગટ થઈ ગયા છે-કેવળજ્ઞાન, આનંદ (આદિ ગુણો પરિપૂર્ણ) એમને ગુણ પ્રગટ થઈ ગયા છે-કેવળજ્ઞાન, આનંદ (આદિ ગુણો પરિપૂર્ણ) ગુણ પ્રગટ થઈ ગયા છે...પણ એ પ્રભુના ગુણ (એ) ગુણ એમ કહેતા નથી આહા! પ્રભુના ગુણ (એમ કહેતા નથી) કેઃ “તું મને જાણ'...આહા ! કો'કને એમ લાગે કે એકલી નિશ્ચયની વાત છે (પરંતુ) નિશ્ચયની એટલે!! આહા! નિશ્ચયની એટલે સત્ય! પ્રભુ એમ કહેતા નથી કેઃ “તું મને જાણ ” : પ્રભુની વાણી છે ને! પ્રભુ એમ કહેતા નથી કે: “તું મને જાણ” અને આત્મા પોતાને જાણવાનું છોડીને ! નિજ પરમાત્માને જાણવાનું છોડીને! બીજા પરમાત્માને કે પરમાત્માના ગુણોને (આ આત્મા) જાણવા જતો નથી. પરમાત્મા ની વાત ) આવશે પછી, પહેલા પરમાત્માના ગુણો લીધા ! દ્રવ્ય પછી લેશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com