________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩
પ્રવચન નં. – ૩ ગુરુદેવની વાણી ! એ વાણીને, આત્મા સાંભળતો નથી ? ત્યારે દિવ્યધ્વનિ તો છૂટે છે ને! એને આત્મા સાંભળતો નથી?
ગુરુદેવે શરૂઆતમાં જ્યારે એવો એટમ બોમ્બ ફૂંક્યો! હલબલ થઈ જાયને હલબલ, હચમચ આખા જગતમાં (થઈ ગઈ) કેઃ “પેટ્રોલથી મોટર ચાલતી નથી ત્યાંથી ધડાકો કર્યો!“પેટ્રોલથી મોટર (ચાલતી નથી.) અને કુંભારથી ઘડો થતો નથી!
(લોકોને થયું) આવું કહેનારો... કોઈ 'કુ લાગે છે વિચિક્ષણ! આપણે એની પાસે જવું જોઈએ. આ કોઈ ગાંડા માણસની વાત નથી, એમ કરીને જ્યાં (વસ્તુસ્થિતિ) સમજવા આવે ને ત્યાં એના થઈ જાય ! એ (સદ્દગુરુ!) બધા ન્યાયથી, લોજિકથી, યુક્તિથી સમજાવતા હતા અમે કહીએ છીએ માટે તું માની લે, એમ નહીં. (પણ લોજિકથી તને બેસે તો સ્વીકાર કર!) આજ સુધી, કુંભાર થી કોઈ ઘડો થયો નથી ! આજ સુધી, પેટ્રોલથી મોટર ચાલતી નથી! અને આજ સુધી કોઈએ કાપડના બે કટકા કર્યા નથી ! આ બેઠા, ઘરાક આવે ને કહે કે બે મીટર કાપડ આપજો, તો કાપે કે નહીં? (કાપી શકે નહીં) આહા ! એક દ્રવ્ય, બીજા દ્રવ્યના પરિણામનો કર્તા, ત્રણકાળમાં થઈ શકતો નથી. અશકય છે!
તારી બુદ્ધિ મિથ્યા થઈ ગઈ છે. તો સાહેબ, હવે કરતો ન હોય તો કાંઈ નહીં, પણ થાય તેને જાણું તો ખરો ને! (સ્વયં) કટકા થાય કાપડના, મોટર સ્વયં ચાલે, ચલાવું નહીં, ચાલતી મોટર સ્વયં ચાલે એમ, હું ચલાવતો નથી. (પણ) ચાલતી મોટર સ્વયં ચાલે છે એને હું જાણું છું.
ઈ...તારું અજ્ઞાન છે. અરે! આહા! આ શું વાત કરો છો ! આ અપૂર્વ વાત આવી છે આમાં (આ દશ ગાથામાં) આવવાની છે હમણાં!! શબ્દને તું સાંભળતો નથી. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે: શબ્દ છટે છે એ વાત સાચી ? “હું” સાચી. એને સાંભળનાર કોઈ છે એ વાતનો તો આપ સ્વીકાર કરો છો ને? “હ” એમ સ્વીકાર કરું છું, ત્યારે આત્મા એને સાંભળે છે એમ આવી ગયું! તમે કહો છો કે શબ્દને કોઈ સાંભળનાર તો છે, તો જેનામાં “જ્ઞાન” હોય એ સાંભળે ને! આ (દ્રવ્ય ઇન્દ્રિય) કાંઈ થોડી સાંભળે શબ્દને ! શિષ્યનો આ પ્રશ્ન છે.
તારો પ્રશ્ન સારો છે, પ્રશ્નમાં કાંઈ વાંધો નથી, પણ સાંભળ તું! કોણ એને સાંભળે છે?
ઇન્દ્રિયજ્ઞાન-પરસત્તાવલંબી એક જ્ઞાન પ્રગટ થાય છે-અનાદિનું અજ્ઞાન! ઇન્દ્રિયજ્ઞાન=અજ્ઞાન ! ઈ એને સાંભળે છે, આત્મા એને સાંભળતો નથી, અને આત્માનું જ્ઞાન પણ એને સાંભળતું નથી.
આત્મા તો કાન વગરનો છે, માટે એ કાન વડે સાંભળતો નથી. આત્મામાં કાન છે? કાન તો સંયોગ રૂપે છે પુદ્ગલ છે. આહા! ઈ તો જો આત્માની ચીજ હોય તો સિદ્ધમાં પણ કાન રહેવો જોઈએ, પણ ત્યાં તો કાનનો અભાવ થઈ જાય છે. ઈ તો પુદ્ગલની પર્યાય છે (માટે આત્મા) કાન વડે સાંભળતો નથી. ઠીક, પ્રભુ! કાન વડે ન સાંભળતો હોય તો કાંઈ નહીં પણ અજ્ઞાની પાસે, જ્ઞાનનો ઉઘાડ તો છે ને! તેના વડે તો એ સાંભળે ને ? કહે, ક્ષયોપશમ ભાવનો એમાં (આત્મામાં) અભાવ છે, તેથી ભાવન્દ્રિય વડે પણ ને કન્દ્રિય વડે પણ, એ શબ્દને સાંભળતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com