________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨.
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
આ તો પર્યુષણના દિવસો છે ને ! પર્યુષણ એટલે આત્માની ઉપાસના ! આરાધના કરવી. એનું નામ પર્યુષણ કહેવામાં આવે છે. આહા ! (તો) શું આ દશ જ દિવસ આરાધના કરવી? બાકી વિરાધના કરવી? એમ ન હોય! આરાધના જ કરવાની હોય ને અમુક ઉંમરે તો....પછી સમજાઈ ગયું? (જુઓ ને !) આ બધાય મોટી ઉંમરના જ છે ને! ઈ મોટી ઉંમરના છે ને, દેખાય નાની ઉંમર! અડસઠ વરસની ઉંમર છે આહા! (કોઈને) પાંસઠ, સીત્તેર, અઠાવન! (ગમે તે ઉંમર હોય) જલદી કામ કરો! આત્માને ઓળખો બસ! જે આત્માને ઓળખે છે જાણે છે-અનુભવે છે, અલ્પકાળમાં ચારગતિનું દુ:ખ મટી જાય છે. શું કહે છે? પરમાત્માની વાણી છે આહીં? સીમંધર પ્રભુની વાણી આહા! “સીમંધર મુખથી ફુલડાં ખરે એની કુંદકુંદ ગૂંથે માળ રે! ” માળાગૂંથણી કરી છે ને “સમયસારમાં બધી ભરી દીધી છે આ વાણીને !
અહા! ઈ...શબ્દ, તને એમ કહેતો નથી કે “તું મને સાંભળ–આહા! ત્યારે પ્રશ્ન થાય શિષ્યને (ક) જેમ રાગનો કર્તા આત્મા નથી, આત્મા અકર્તા છે તો બતાવો કે રાગનો કર્તા કોણ છે? તો સાધક (અનુભવી) કહે છે કે રાગનો કર્તા પર્યાય છે, તું કર્તા નથી (તે જાણીને) અકર્તામાં આવી ગયો! હવે, આ શબ્દને હું સાંભળું છું-હું એને જાણું છું ( શિષ્ય કહે છે) તો આચાર્ય ભગવાન કહે છે કે શબ્દ તને કહેતો નથી કે “તું મને સાંભળ” અને “આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, એને જાણવા જતો નથી'-આત્મા શબ્દને જાણતો નથી ! આ તમે શું વાત કરો છો ! આ તો તદ્દન અપૂર્વ અને નવી વાત લાગે છે મને !
“હા” આ વાત નવી જ છે, છે તો આ વાત જૂની-અનાદિની પણ તારા કાને આવી નથી, માટે તને નવી લાગે છે! ઈ વાતે ય સાચી છે. કામ, ભોગ-બંધનની કથા સાંભળી છે, પણ “એત્વ-વિભક્ત આત્માની વાત તે સાંભળી નથી. આશબ્દને....સાંભળતો નથી આત્મા !
આહાહા! આ ભણેલાને તો, એમ લાગે કે, આ શું વાત કરે છે? “ઓર્થોડોસ્ક!' શું કહેવાય? રૂઢિચુસ્ત! લાગે છે બધાને ભાઈ! (પરંતુ ) આ વાત અપૂર્વ છે. કાને પડી નથી ને! (તેથી) તને બેસતી નથી. (છતાં) તું જિનેન્દ્ર ભગવાનની વાણીનો વિરોધ કરીશ મા! “ના” પાડીશ મા! અને સમજ્યા વગર “હા” પણ પાડીશ મા! સમજીને “હા” પાડજે.
(કહે છે) શબ્દને આત્મા સાંભળતો નથી, “શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ અને આત્મા પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી.' ત્યારે શિષ્યને પ્રશ્ન થયો કે પ્રભુ! ઈ શબ્દને, આત્મા જાણતો સાંભળતો નથી, તો મારા કાન ઉપર શબ્દ તો આવ્યો (છતાં) હું સાંભળતો નથી? તો કોઈ સાંભળનાર બતાવો તમે! તો હું સાંભળતો નથી (એમ માની); પણ જાણનારને જાણું છું તેમાં આવી જઈશ, પણ કોઈ બતાવો તો ખરા ! (શબ્દને કોણ સાંભળે છે?) આચાર્ય ભગવાન કહે છે કેઃ “તું શબ્દને સાંભળતો નથી.'
ત્યારે, શિષ્ય પ્રશ્ન કરે છે....કે આ દેશના લબ્ધિ-ધોધ છૂટયો! પીસતાલીસ, પીસતાલીસ વરસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com