________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧/૨ અહીંયા કહે છે, શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરે ત્યાં મુનિઓને સર્વ પર ભાવોનો ત્યાગ થઇ જાય છે. પાંચ મહા વ્રતનો ત્યાગ થઇ જાય છે. શું કહ્યું? ત્યાં શુદ્ધ ઉપયોગમાંનિર્વિકલ્પ ધ્યાનમાં મુનિરાજ આવે છે. સાતમાં ગુણ-સ્થાને, જે વખતે છઠ્ઠા ગુણસ્થાનમાં ઉત્પન્ન થતાં એ પાંચમહાવ્રતના (પરિણામ) શુભરાગ-વિકલ્પ, એ અનુભવના કાળમાં ઉત્પન્ન થતો નથી, શુભભાવ! એટલે સાતમાં ગુણસ્થાને આવતાં તેમને અસ્થિરતાના રાગનો પણ ત્યાગ થઇ જાય છે (એટલે) એની ઉત્પત્તિ થતી નથી. છઠ્ઠ ઉત્પત્તિ થતી હતી-અઠાવીસ મૂળગુણના વિકલ્પ, પણ અંદરમાં જતાં એ ભાવ ઉત્પન્ન થતો નથી, માટે સર્વ ( રાગ) ભાવનો ત્યાગ, શુદ્ધોપયોગની ભૂમિકામાં આવતાં થઈ જાય છે, પરભાવનો ત્યાગ થઇ જાય છે!
આત્માના ભાનપૂર્વક, શરીર આદિ સર્વે પદાર્થો ઉપરની મમતાનો ત્યાગ કર્યો! શરીરનો ત્યાગ નથી કર્યો, ત્યાગ થઈ શકતો નથી કેમ કે શરીરનું ગ્રહણ જ આત્માએ કર્યું નથી. આમાં આકિંચન્ય ધર્મ પણ આવી જાય છે. એક જ શ્લોકમાં આચાર્ય એ બે ધર્મોનું વર્ણન કર્યું છે, આ મુનિરાજની ચારિત્રદશાની-દશલક્ષણ, પર્વની વાત થાય છે, હવે એ ચારિત્રદશા પ્રગટ થવા પહેલાં ગૃહસ્થ અવસ્થામાં, એને ભેદજ્ઞાનથી અભેદઆત્માનો અનુભવ થાય છે-ભેદજ્ઞાન કરતાં, અભેદ આત્માનો અનુભવ થાય છે કે પુણ્ય-પાપના પરિણામ ભલે પર્યાયમાં હોય, એ ઉત્પાદની ઉપાધિ છે. પુણ્ય-પાપના પરિણામ, ઉત્પાદની ઉપાધિ છે! ઉત્પાદ-વ્યય તો પર્યાયનો સ્વભાવ છે, ઉત્પાદ-વ્યય બંધનું કારણ નથી, પણ ઉત્પાદમાં એક ઉપાધિ રાગની આવે, તે બંધનું કારણ છે. અને ઉત્પાદમાં વીતરાગ ભાવની ઉપાધિ આવે તે મોક્ષનું કારણ છે. ઉપાધિ એટલે વધારાની ચીજ. આહા..હા ! મનુભાઈ? ઝીણું તો છે જ (શ્રોતા:) ઝીણું જ આવે! (ઉત્તર) સારું ને એ તો હું! હવે તો પંચાવન વર્ષ થઇ ગયા ( ગુરુદેવની હાજરીના) પીસતાલીસ પ્લસ દશ, હવે તો ઝીણું આવે ને !
આહાઆત્મા સૂક્ષ્મ છે! આહા! ઉત્પાદ-વ્યય એ તો વસ્તુનો સ્વભાવ છે એ કાંઈ બંધ-મોક્ષનું કારણ નથી, પણ ઉત્પાદમાં જો પરનું “લક્ષ” કરે તો એમાં રાગની ઉત્પત્તિ થાય છે થાય છે એની યોગ્યતાથી રાગ”—પણ એ વખતે એનું લક્ષ” પર ઉપર હોય છે તો પરનાં લક્ષે રાગ થયો એમ કહેવામાં આવે છે (કરે છે જીવ પોતે) પરનાં લક્ષ” વગર રાગ થાય છે એ ‘નિરપેક્ષ' કથન છે. એ ‘તત્ સમયની યોગ્યતા”....પણ એ વખતે એનું “લક્ષ” આત્મા ઉપર ન હોય..પણ પર ઉપર હોય...તો પરનાં આશ્રયે- પરનાં લક્ષે રાગ થાય, એ ઉત્પાદની ઉપાધિ બંધનું કારણ છે...અને જ્યાં આત્માનો અનુભવ થાય, ત્યાં એ ઉત્પાદ, રાગની ઉપાધિ છોડી દયે છે, અને વીતરાગ ભાવની ઉપાધિ, મળે છે એ મોક્ષનું કારણ છે! ઉત્પાદ-વ્યય તો સ્વભાવ છે પર્યાયનો, એ બંધ- મોક્ષનું કારણ નથી. એની ઉપાધિ એટલે વધારાની ચીજ! એમ કે...ઉત્પાદ પ્લસ રાગ અથવા ઉત્પાદ પ્લસ વીતરાગતા !
“ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્” એ તો વસ્તુનો સ્વભાવ છે, અજમેરાભાઈ! મનુભાઈ કહે છે ઝીણું ઝીણું આવે છે. (અજમેરાભાઈ:) વીતરાગતાને ઉપાધિ ક્યો તો ન કયે ઝીણું? (ઉત્તર) ઝીણું કહે છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com