________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પરમાત્મને નમઃ
ન શ્રી સમયસાર, ગાથા ૩૭૩-૩૮૨
તા. ૨૦-૯-૧૯૯૧ જામનગર પ્રવચન નં.-૮
દશધર્મોમાં આજે “ઉત્તમ ત્યાગ ધર્મ' નો દિવસ છે. તેનું વર્ણન ચાલે છે. તેના શ્લોકનો અર્થ:- સમ્યક પ્રકારે મૃતનું વ્યાખ્યાન કરવું-દ્રવ્યશ્રુત અને મુનિ વગેરેને પુસ્તક, સ્થાન તથા પીંછી, કમંડળ આદિ સંયમના સાધનો આપવા તે ધર્માત્માઓનો ઉત્તમત્યાગધર્મ છે.
હું શુદ્ધ આત્મા છું'-મારું કંઈ પણ નથી. એવા સમ્યજ્ઞાનપૂર્વક, અત્યંત નિકટ ( એવા) શરીરમાં પણ મમતાને ત્યાગ કરીને-શરીરનો ત્યાગ થઇ શકતો નથી પણ - મમતાનો ત્યાગ થઈ શકે છે-(મમતાનો) ત્યાગ કરીને (એટલે ) શુદ્ધ સ્વરૂપમાં રમણતા પ્રગટ કરે, ત્યાં મુનિમહારાજને સર્વ પરભાવોનો ત્યાગ થઇ જાય છે. આ ત્યાગધર્મની વાત ચાલે છે. બાહ્યપદાર્થોને તો આત્માએ ગ્રહણ કર્યા નથી કે તેનો ત્યાગ કરે ! પર્યાયમાં મમત્વ ગ્રહણ કર્યું છે, એ નિર્મમત્વ સ્વભાવનું અવલંબન લેતાં, પર્યાયમાંથી મમત્વ નીકળી જાય છે.
પર્યાયની સામે જોતાં, પર્યાયમાંથી મારે મમત્વ છોડવું છે (એ રીતે) તો મમત્વ છૂટી શકતું નથી. પણ પર્યાયમાં જે મમતા છે, એના ત્યાગની વિધિ પણ કોઇ અપૂર્વ છે. (વિધિ આ છે) કે જેમાં મમત્વ નથી એવો જે શુદ્ધાત્મા, એ નિર્મમત્વ સ્વભાવી છે અનાદિઅનંત! એવા નિર્મમત્વ સ્વભાવનું અવલંબન લેતાં, પરિણામમાં મમતા છૂટી જાય છે અને તેને મમત્વભાવનો ત્યાગ કર્યો કહેવામાં આવે છે. “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન આવે છે ને? પણ...આ ત્યાગની વ્યાખ્યામાં મોટો ફરક છે. પરપદાર્થના ત્યાગ ગ્રહણમાં જગતના જીવો લાગી ગયા (પરંતુ) એનું તો (આત્માની) પર્યાયમાં ય ગ્રહણ-ત્યાગ થઈ શકતું નથી. (આત્મ) દ્રવ્યમાં તો (પર) પદાર્થ આવી શકતો જ નથી, પણ પરિણામમાં ય આવે નહીં, આવે અજ્ઞાનભાવે તો એટલું આવે કે દેહુ આદિ મારાં છે, કુટુંબ મારું છે આ લક્ષ્મી-ઝવેરાત-સોના-ચાંદી મારાં છે એમ પર્યાયમાં મમત્વભાવ (મારાપણાનો ભાવ) પ્રગટ થાય છે, (છતાં) તે વખતે પણ એ મમત્વતાં પરિણામથી-આસ્રવતત્ત્વથી ભિન્ન, અંદરમાં આત્મા બિરાજમાન છે (શુદ્ધાત્મા !) એ... નિર્મમ સ્વભાવી છે અનાદિઅનંત ! તેવા નિર્મમત્વ સ્વભાવનું અવલંબન લેતાં, નિર્મમત્વભાવ તે હું છું” એમ અંદરમાં દષ્ટિ લગાવતાં, એને પર્યાયમાં મમત્વ (ભાવ) છૂટી જાય છે. સંયોગ રહી જાય છે, મમતા છૂટી જાય છે અને સમ્યગ્દર્શનશાન પ્રગટ થઈ જાય છે. સમ્યગ્દર્શનને બાધક મમત્વભાવ છે, સંયોગ બાધક નથીસંયોગીભાવ બાધક થાય છે. “સંયોગ મારા” એવો જે મમતાનો ભાવ, એનું નામ મોહ અથવા મિથ્યાત્વ કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com