________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧OO અને આત્મા પણ લોહચુંબક પાષાણથી ખેંચાયેલી સોયની જેમ પોતાના સ્થાનથી ચુત થઈને તેમને એટલે બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ કહ્યા ને ! છ દ્રવ્ય, દેવ-ગુરુશાસ્ત્ર !!
આહા! દેવ-ગુરુશાસ્ત્રને જાણનારું જ્ઞાન જુદું અને આત્માને જાણનારું જ્ઞાન જુદું! અને નવતત્વના ભેદોને જાણનારુ જ્ઞાન જુદું અને આત્માને જાણનારું જ્ઞાન જુદું! (વાહ! અનુભવીની મસ્તી) બે જ્ઞાન છે, પર્યાય એક! અને ભાગ એના બે, સમય એક, પર્યાય એક, અને ભાગ (બે) ! જ્ઞાનની પર્યાય એક, સમય એક અને ભાગ બે! અહાહા! આવી અલૌકિક વસ્તુ છે!! અને ભગવાન કુંદકુંદદેવે આપણને બતાવ્યું!
ઓલાએ કહ્યું: તમે મને (પરનો ) જાણનાર બતાવો તો હું એનો જાણનાર નથી એમ માની લઈશ ! કહું—એમ ! બતાવું તને! જા ઈન્દ્રિયજ્ઞાન અને જાણે છે, તું એને જાણતો નથી. હવે તો હું મૂઢ! એમ લખ્યું ને એણે, કે નથી લખ્યું? જો તો ખરા ફરીથી... વાંચી લઈએ આપણે, ભૂલી જાય એમાં!
(જુઓ છેલ્લી દશમી ગાથા) “આવું જાણી ને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી' કરુણાનો શબ્દ છે હોં! કડવી દવા પાઈને માજીએ એની પાછળ કરુણા છે! હે મૂઢ જીવ! મૂઢ જીવ! ઉપશમને પામતો નથી. ઉદાસીન થતો નથી.
પરને જાણું છું પક્ષ છોડતો નથી, છોડી દે પક્ષ! અહાહા ! છોડી દે પક્ષ, હું એને જાણતો નથી ત્યાં જાણનાર જણાઈ જશે! નાસ્તિનું જોર આવશે ત્યાં અસ્તિના જોરમાં અનુભવ થઈ જશે, (તાળીઓ) તને જાણ! નાસ્તિનું જોર આવશે ત્યાં અસ્તિના જોરમાં અનુભવ થઈ જશે, અહાહા ! થઈ જશે હો ! એમ કહે છે, ગેરેંટી આપે છે જ્ઞાનીઓ!
બરોબર છે? કે: સાહેબ, એમ નહીં થોડો સ્યાદ્વાદ રાખો ! જ્ઞાન આત્માને જાણે અને પરને પણ જાણે એમ રાખોને, સ્વપરપ્રકાશક છે ને! ભલે! એંસી-નેવું ટકા અને જાણે પણ દશ ટકા પર ને જાણે, એમ તો અમારું કંઈક તો રાખો! ઉપાદાનને જાણે અને નિમિત્તને ન જાણે, એમ રહેવા ધો! કંઈક ઉપાદાનને જાણે અને કંઈક પરપદાર્થને જાણે, અમારું રહ્યું ને તમારુંય રહ્યું!
ઓલો! ના પાડે છે-ના પાડે છે. કહે છે કે જ્ઞાન આત્મા ને જાણે છે ને ફેકટરી ને જાણતું નથી. તો ફેકટરીએ શું કામ જાવ છો? કે કોણ જાય છે? એ.આત્મા આત્માના ક્ષેત્રને છોડીને ક્યાંય બહાર જતો નથી. એ તો ફેકટરીમાં હોય, દુકાનમાં હોય કે સિદ્ધ દશામાં હોયએતો સ્વક્ષેત્રમાં જ બિરાજમાન છે. અને પોતાને જાણ્યા જ કરે છે.
સંયોગની દ્રષ્ટિથી જો નહીં, એને સ્વભાવની દૃષ્ટિથી જો ! તો ઉકેલ આવી જશે. કોઈ ફેકટરીમાં જતું નથી, ફેકટરીમાં બેસતું નથી, કોઈ રસોડામાં માતાજી રસોઈ કરતા નથી, એ તો જ્ઞાનમાં બિરાજમાન છે, આત્મા તો!
આહા...હા! આત્મા, જ્ઞાનની બહાર જાય નહીં અને રાગમાં આવી શકે નહીં, પોતાનો સ્વભાવ છોડે નહીં ને પરભાવમાં જાય નહીં. આહાહા! આવી અપૂર્વ વાતો (છે).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com