________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૯
પ્રવચન નં. - ૭ નથી, મારું કંઈ ધાર્યું થતું નથી. થાય કાંઈ ધાર્યું હું? બધાને થોડો-ઝાઝો તો અનુભવ હોયને? કે ન હોય? થોડો-ઝાઝો અનુભવ તો હોય ને કે ન હોય? પોતાની ઈચ્છા પ્રમાણે કંઈ થાય છે? અહાહા ! (થવા યોગ્ય થાય છે!) તો શિષ્ય પકડી લીધું કે બરાબર છે! તમે મને કર્તા બતાવ્યો! માટે હું અકર્તા-જ્ઞાતા છું આ વાત વ્યાજબી છે.
પછી..બીજે દિવસે શ્રી ગુરુ કહે છે કે આત્મા પરનો જ્ઞાતા નથી
(શિષ્ય વિચારે છે) અરે! પરનો કર્તા નથી, પરિણામ નો કર્તા નથી એ વાત આપે કરી અને મેં પ્રશ્ન પૂછયો કે: કર્તા બતાવો ! તો આત્મા અકર્તા છે એમ શ્રદ્ધા માં લઈ લઉં! અને આપે મને કર્તા બતાવ્યો કેઃ પરિણામનો કર્તા પરિણામ છે. હવે આજ કહો છો આપ કે પરનો જ્ઞાતા નથી! તો જ્ઞય તો છે કે નહી પદાર્થ ? જગતના પદાર્થ ?
કેઃ હા, શેય તો છે. તો શેય હોય તો એને કોઈ જાણનાર પણ હોવું જોઈએ, જાણનાર’ બતાવો મને! તો હું માની લઉં કે હું એનો જ્ઞાતા નથી. હું તો જ્ઞાયક નો જ જ્ઞાતા છું તો એનો કોઈ જ્ઞાતા બતાવો? એનો જાણનાર બતાવો? પુદ્ગલ નો જાણનાર, શબ્દનો જાણનાર (જગતના પદાર્થોનો જાણનાર) બતાવો પ્રભુ!
અહાહા! કહેઃ બતાવું? કે: હા, પ્રભુ! બતાવો, તો હું સ્વીકારી લઈશ. ( તો સદગુરુ કહું સાંભળ ) કે પરસન્મુખ થયેલું ઇન્દ્રિયજ્ઞાન એ ૫રને જાણે છે. સ્વસમ્મુખ આત્મા ને જાણે છે. આ તને બતાવ્યું કે ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે લે ! આ ગાથાઓ-દશ ગાથા (૩૭૩ થી ૩૮૨) માં બતાવ્યું ને છતાં મૂઢ જીવ ઉપશમભાવને પામતો નથી અને એમ કહે છે કે હું પરને (જાણું છું) આ દશ ગાથા (સદ્ગુરુમુખેથી) સાંભળીને પણ કોઈ જીવ, એમ કહે કે હું પરને જાણું છું, નરમ પડયો નથી. અને સમ્યગ્દર્શન નહીં થાય! આ શાપ નથી પણ હકીકત છે! અહીંયા આશીર્વાદ કે શાપની વાત અહીંયા છે નહીં. અમારા પિતાશ્રીના માતુશ્રી હતા. મોટી ઊંમરનાં હતા. ૧૦૧ વર્ષે ગુજરી ગયા. નજરે જોયેલી વાત. બાળકો નાના હોય તેને ડોશીમા ખોળામાં લે. અને તેને કડવાણી પાવી હોય. બાળકતો ઠેકડા મારતું હો પણ તેને પકડી મોટું ફાડીને કડવી દવા નાખે. પણ તેનો આશય શું હતો ? બાળકને પેટમાં દુઃખતું હતું ને આખી રાત સુતો નહતો અને રાડો નાખતો હતો તેથી કડવાણી પાઈ દીધી, તેમ બાળકને અહાહા ! એમ દશ ગાથા (૩૭૩/૮૨) સાંભળ્યા પછી પણ, અમે તને જાણનાર બતાવ્યો કે: ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે, મારો વિષય નથી. ઇન્દ્રિયજ્ઞાન જાણો તો જાણો ! હું પરને જાણતો નથી. (શ્રોતા હર્ષથી તાળીઓ પાડે છે.) આવી કુંદકુંદ ભગવાનની વાણી આવી અને હજી તું ઢીલો પડતો નથી !
સમ્યગ્દર્શન થતાં ભલે વાર લાગે, પણ ઢીલો ય પડતો નથી! વિકલ્પાત્મક દશામાં પણ નિર્ણય કરતો નથી કે હું પરને જાણતો નથી, જાણનાર જણાય છે. અહાહા! તો સમ્યગ્દર્શન થવાનો અવકાશ આવશે નહીં! અહાહા! બે ભૂલ છે-પરિણામની કર્તા બુદ્ધિ અને પરિણામની જ્ઞાતાબુદ્ધિ !!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com