________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૯૮
ડાહ્યોમાણસ ! તું માણસ રાખી લે, એન્જીનીયર રાખી એની કોણ ના પાડે ? પણ હું મારી ફેકટરી આઠ દિવસ બંધ રાખીને તારી ફેકટરીમાં કામ કરવા આવું એમ કોઇ કરે ને ડાહ્યો માણસ એમ કોઈ કરે? એમ પોતાને જાણવાનું છોડીને ૫૨ને જાણવા જાય! મૂરખ છે. એક આઠ દિવસ તો મારી ફેકટરી ચલાવો ને ? આઠ દિવસ મારી ફેકટરી ને તાળું મારું અને તારું કામ કરું એમ ? ‘હું મને જાણવાનું છોડીને તને જાણવા જાઉં એ મારો ધર્મ નથી.
.
‘હા' એટલું ખરું કેઃ પ૨ને જાણનાર જ્ઞાન તને બતાવ્યું કેઃ ઇન્દ્રિયજ્ઞાન ૫૨ને જાણે છે. એમાં પોતાની છુટ્ટી થઈ ગઈ, બતાવ્યોને...જાણનાર પરનો જાણનાર બતાવ્યો તને કેઃ ઇન્દ્રિયજ્ઞાન ૫૨ને જાણે છે, બુધ્ધિ પ૨ને જાણે છે (મન ૫૨ને જાણે છે) તને જાણનાર (તો ) બતાવ્યો, હવે એને હું જાણું છું છોડી દે ને !
જેમ આત્મા અકર્તા છે (એમ કહ્યું) તો શિષ્યનો પ્રશ્ન આવ્યો કેઃ પરિણામ ને આત્મા કરતો નથી, તમે કહો છો કે આત્મા અકર્તા છે, તો મારો એક પ્રશ્ન છે કે..શિષ્ય પ્રશ્ન કરે છે કેઃ પરિણામને આત્મા કરતો નથી, બંધ મોક્ષના પરિણામને આત્મા કરતો નથી. ઠીક છે પ્રભુ! આપની વાત મને મંજુર છે, પણ...મને સમાધાન કરાવી દ્યો તો મારું કામ થઈ જાય! તો કહે શું તારો પ્રશ્ન છે? (શિષ્યે કહ્યું ) કે: એ પરિણામને આત્મા કરતો નથી, તો પરિણામને કોણ કરે છે? તમે એમ કહી શકો છો કે પુદ્દગલ કરે છે, તમારે જે કહેવું હોય એ કહો, મને કંઇ વાંધો નથી, પણ એનો ક૨ના૨ બતાવો ? કર્તા બતાવો આત્મા એનો કર્તા નથી આ પુણ્ય-પાપના પરિણામનો, ધર્મનો કર્તા નથી, તો એનો કર્તા બતાવો મને (કે પરિણામનો કર્તા કોણ છે?) શિષ્યનો પ્રશ્ન સારો હતો, વ્યાજબી હતો. અને અકર્તાસ્વભાવ લક્ષમાં લેવા માટેનો પ્રશ્ન કર્યો, એનું પ્રયોજન તો સારું હતું !
(સદ્દગુરુ) કહે, તારો પ્રશ્ન બહુ સારો છે, સાંભળ હવે ! પરિણામનો કર્તા પરિણામ છે.
પરિણામથી પરિણામ થાય છે. ૫૨થી પરિણામ થતાં નથી ને સ્વથી થતાં નથી. કેમકે એનામાં ‘ ક્ષણિક ઉપાદાન ’ છે. ક્ષણિક ઉપાદાનને નિમિત્તની અપેક્ષા ન હોય, નૈમિત્તિકને નિમિત્તની અપેક્ષા આવે, ઉપાદાનને નિમિત્તની અપેક્ષા ન આવે. (ઉપાદાન નિરપેક્ષ હોય !)
શું કહો છો ? પરિણામ, દ્રવ્યના કર્યા વિના-મારા કર્યા વિના, પરિણામ થયા જ કરે છે! કે: હા, તારા કર્યા વિના અત્યાર સુધી થયા છે અને ભવિષ્યમાં પણ તારા કર્યા વિના જ પરિણામ થયા કરશે. કેમકે પરિણામમાં ષટ્કારકની શક્તિ છે તે ‘ક્ષણિક ઉપાદાન ’ છે.
એને તું નૈમિત્તિક ન જો!! નૈમિત્તિક જોઈશ તો કર્મકૃત લાગશે! અહા...હા ! માટે એ (પરિણામ ) સ્વયંસ્કૃત છે. કર્મકૃત પણ નથી એ પરિણામ અને જીવકૃત પણ નથી. પરિણામનો કર્તા પરિણામ છે. કર્તા એ પરિણામ અને કર્મ એ પરિણામ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ બધુંય એમાં રહેલું છે.
એવા ષટ્કા૨કના ભેદથી જોઈશ અહા...હા ! પછી અભેદ થી જોઈશ તો તને અનુભવ થશે! હવે તો ખ્યાલ આવ્યો ને! (સમાધાન થયું ને?) કેઃ હા, પ્રભુ! આજે નક્કી થયું કે મારા કર્યા પરિણામ થતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com