________________
૯૭
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં.
- ૭
બહિરાત્મા હોય, અંતર આત્મા હોય કે પરમાત્મા હોય-કાં સ્વનું લક્ષ કરીને જાણે અને કાં ૫૨નું લક્ષ કરીને જાણે. (૫૨નું લક્ષ કરે) તો....દુ:ખી થાય. શું કહ્યું...? સ્વપર પ્રકાશક એટલે શું? કેઃ સ્વ-૫૨ બેયનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ બંધ-મોક્ષનું કા૨ણ નથી. (જ્ઞાનમાં) સ્વ અને ૫૨ એ બેયનો પ્રતિભાસ થાય છે, એ બંધનુ કા૨ણ કે મોક્ષનું કા૨ણ નથી.
(ઓહો !) નિગોદના જીવમાં ય સ્વપ૨પ્રકાશક પર્યાય છે, જો સ્વપ૨પ્રકાશક એ સ્વભાવ હોય અનુભવવા માટે તો તો એને સમ્યગ્દર્શન હોવું જોઈએ નિગોદના જીવમાં એને ય સ્વપ૨પ્રકાશક તો છે.
(વિચારવાનો ) આ ટાઈમ ક્યાં મળે! ‘પંચાસ્તિકાય ’ ની ૧૨૧ ગાથા છે, એમાં છે કેઃ આ સ્વપરપ્રકાશકની જ્ઞપ્તિ એટલે ગુણગુણીનાં ચિત્ અભેદથી એ એકેન્દ્રિય આદિ બધા જીવોમાં રહેલું એ એનું લક્ષણ છે, એ એનું સ્વપર-પ્રકાશક એનું લક્ષણ છે. પ્રમાણભૂત લક્ષણ છે એ પણ ! એમાંથી નય કાઢે છે કેઃ સ્વને જાણે છે અને ૫૨ને જાણતું નથી.
અહા...હા ! એમાં ( અર્થાત્ સ્વપ૨પ્રકાશક લક્ષણમાં ) અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. (કા૨ણ ) સ્વ૫૨પ્રકાશક અજ્ઞાનીની પર્યાયને કહેવાય, સાધકની પર્યાયને કહેવાય, અને ૫૨માત્માની પર્યાયને પણ સ્વપ૨પ્રકાશક કહેવાય ! પણ એ લક્ષણથી લક્ષગત આત્મા થતો નથી. એકલા કેવળ સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષમાં આવે છે.
એમ નિયમસાર શાસ્ત્રમાં, સમયસાર શાસ્ત્રમાં-ઠેકઠેકાણે કહ્યું છે. અહા...હા ! શુદ્ધજ્ઞાન વડે કેવળ શુદ્ધઆત્માને જે જાણે છે તેને ભગવાન શ્રુતકેવળી કહે છે. લ્યો! સ્વપ૨ને જાણે છે માટે શ્રુતકેવળી છે એમ નથી લખ્યું ! અહા...હા ! અહીંયાં ગૂંચ મોટી છે, સ્વપ૨પ્રકાશકની !
અહા....હા! તમે એકલો આત્માને જાણે છે અને ૫૨ને જાણતો નથી, તો તમે " સ્વપ૨પ્રકાશક ’ ને ઉડાડો છો ? !
ઉડતું નથી, સ્વપ૨પ્રકાશક સ્થપાય છે એમાં. જે આત્માને જાણે એને સમ્યજ્ઞાન થાય છે અને સમ્યગ્ગાનમાં લોકાલોક જણાય છે-પ્રતિભાસે છે. (સ્વ-૫૨) પ્રતિભાસે પણ એ પ્રતિભાસને જાણતો નથી. પ્રતિભાસના વિષયને જાણતો નથી અને નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રતિભાસને પણ જાણતો નથી. સવિકલ્પ (દશા) માં પ્રતિભાસને જાણે છે (પણ) ૫૨ને જાણતો નથી. એવી અપૂર્વ વાતો અંદરમાં રહેલી છે.
‘વાત છે ઝીણી, લોઢા કાપે છીણી ' એવું છે આ...પ્રજ્ઞાછીણી છે ને! પ્રજ્ઞાછીણી, ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન (સાંધ) બે વચ્ચે એ પ્રજ્ઞાછીણી નાખ! તો.. ઇન્દ્રિયજ્ઞાન ભિન્ન અને આત્માભિન્ન, એવો તને અનુભવ થશે. ‘આત્મા પણ એ સોય ની જેમ પોતાના સ્થાન થી ચુત થઈને ’–પોતાને જાણવાનું છોડીને એટલેકે તેમને-બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી. પોતાને જાણવાનું છોડીને ૫૨ને કોણ જાણવા જાય?
પોતાની ફેકટરી ચલાવતાં, ચલાવતાં કહે કે એક અઠવાડિયું મારી ફેકટરીમાં કામ કરવા આવોને ? ( તો તે કહે) કે મારી ફેકટરી બંધ કરી તારી ફેકટરી માં આવું? એમ! કોઈ કહે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com