________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૯૬
છું' મેં કહ્યું: ‘જાવ ખુશીથી' તે ગયા, ગુરુદેવ પાસે બાબુભાઈ ઝવેરી. ગુરુદેવ એકલા બેઠા હતા. આ બેઠા વિનયપૂર્વક વંદન કરીને. પછી પાંચ મિનિટ સુધી કાંઈ બોલ્યા નહીં ગુરુદેવ ! એટલે દર્શન કરીને ઉભા થઈ ગયા (તેમને થયું) કે: ગુરુદેવ, એના વિચાર માં –ધ્યાનમાં હોય એટલે આપણે નીકળી જઈએ, એટલે તે ઉઠયા ! (ગુરુદેવ બોલ્યા ) બેસો, બેસો ! એટલે કહે (મનમાં ) મજા આવી ગઈ ! આજ કાંઈક ‘માલ ’ મળશે આજ !
'
બાબુભાઈ ! આ રાગને જાણે છે ને એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. જ્ઞાન, ને (૫૨નું ) કરે એ તો પ્યો૨ અજ્ઞાન છે ચોખ્ખું ! પણ જ્ઞાન, રાગને જાણે છે ને એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે!
મને આવી ને વાત કરી. મેં કહ્યું: તમારું આજ કામ થઈ ગયું! તમને લોટરી લાગી ગઈ! આ મૂળચીજ છે, જૈનદર્શનની પાયાની ચીજ! અહા...હા! જ્ઞાન, રાગનું હોય તો રાગને જાણે ! જ્ઞાન, રાગનું છે? રાગનું તો નથી, જ્ઞાન તો શાયકનું છે. તો શાયક ને જાણે કે રાગને જાણે ? ‘ જે જેનું હોય તે તે જ હોય ’ જ્ઞાન, આત્માનું હોવાથી જ્ઞાન તે આત્મા જ છે.
આ બનેલો બનાવ છે હોં! અને બાબુભાઈ હજુ બેઠા છે, હયાત છે, એટલે પૂછી લેવું ગમે ત્યારે, બનેલો બનાવ હૈદ્રાબાદનો ઘણાં વર્ષો પહેલાની વાત છે. હૈદ્રાબાદ ગુરુદેવ પધાર્યા હતા. લગભગ વીસ થી પચ્ચીસ વરસ થઈ ગયા હશે કે ત્રીસ વરસ થયા હશે ( બરાબર ) યાદ નથી.
અરે ! રાગને કરવું અને રાગને જાણવું–સાહેબ, બારમી ગાથામાં (સ. સારમાં ) ચોખ્ખું લખ્યું છે. સાધક છે ને! સાધક થયા પછી નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય અને (સાધક ) સવિકલ્પદશામાં આવે ત્યારે ‘વ્યવહાર જાણેલો પ્રયોજનવાન' કહ્યું છે. અમે બારમી ગાથા વાંચી છે, બારમી ગાથા અમે વાંચી છે કેઃ થોડો રાગ અને થોડા વીતરાગભાવ-એવા બે પ્રકારના પરિણામ સાધકને હોય (છે) તો ‘ જાણેલો પ્રયોજનવાન' કે એને જાણે છે અને તમે કહો છો કે રાગને જાણવું અજ્ઞાન ? ગાથા કહે છે કે ‘રાગને જાણવું વ્યવહાર જ્ઞાન, ભલે નિશ્ચયજ્ઞાન નહીં તો કાંઈ નહીં (પણ અજ્ઞાન ?)
અહા...હા! એ રાગ ને જાણનારું જ્ઞાન, આત્મજ્ઞાન નથી. એ મનનો ધર્મ છે, એ... બુદ્ધિનો ધર્મ છે, એ જ્ઞાનનો ધર્મ નથી. (ગાથામાં) ગુણની વાત આવીને ? અહાહા...હા ! ઈ...ગુણભેદ, ગુણભેદને અતીન્દ્રિયજ્ઞાન નથી જાણતું! ભલે પ્રતિભાસ છે એમાં પણ એનું ‘ લક્ષ ’ એમાં નથી એટલે જાણતું નથી. અહા ! ઇન્દ્રિયજ્ઞાનનું ‘લક્ષ ’ ૫૨ ઉપ૨ છે એટલે એ ૫૨ને જાણે છે, ઇન્દ્રિયજ્ઞાન સ્વને ન જાણે છે અને આત્મજ્ઞાન ૫૨ને જાણતું નથી.
ભલે! લોકાલોકનો પ્રતિભાસ થાય છે. સ્વપર પ્રકાશક છે એની ‘ના' નથી, પ્રકાશકનો નિષેધ નથી, પણ (૫૨ના ) લક્ષનો નિષેધ છે. ૫૨નું લક્ષ છોડી દે તું !
ભાઈ ! આ સ્વપરપ્રકાશની ગૂંચ બહુ પડી ગઈ છે, નીકળી નથી! સ્વપ૨પ્રકાશક! સ્વપરપ્રકાશ એટલે શું? સ્વને ય લક્ષપૂર્વક જાણે ? અને ૫૨નેય લક્ષપૂર્વક જાણે ? એમ ત્રણકાળમાં (બનતું નથી, લક્ષ એક નું હોય )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com