________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૩
પ્રવચન નં. - ૮ બરાબર છે. અહીં..હા ! પણ એ પ્રકારનો અભ્યાસ કરવાનો વખત મળતો નથી! વખત તો ઘણો મળે છે બીજો કામ કરવામાં! વખત તો ઘણો મળે!
પણ આ કામમાં કાંઇક પૈસા ટકાનો નફો દેખાતો નથી ને એટલે...અહાહા ! અરે ! આમાં તો શાશ્વત સુખ મળે છે! ભવનો અંત આવે છે ભાઈ ! આ વાત, સાધારણ નથી !! વન વે ટાફીક છે–એકલો નફાનો વેપાર ! નુકસાનનો વેપાર કરી નથી. એ નફામાં ભાઈ ઓનો ભાગ ન પડે!
આ આત્માનો અનુભવ કરે અને કમાણી થાય-જ્ઞાનલક્ષ્મી પ્રગટ થાય, તો કોઈ કાંઈ ભાગ માગે? અહા...હા...હા! માટે આ કામ કરવા જેવું છે !....તો, એના માટે ચારિત્ર પહેલાં સમ્યગ્દર્શન ગૃહસ્થ અવસ્થામાં પ્રગટ થાય છે. એ કેમ પ્રગટ થાય ? એનો અધિકાર આપણે ચાલે છે. કોઇને જરૂરત લાગતી નથી...હજી સુખની...અને સંસારના દુઃખ એનાથી થાક્યો નથી હુજી....જો થાક લાગે ” તો સુખ શોધે ને! પણ હજી થાક લાગ્યો નથી આહા..હા...હા! અનંત અનંત કાળ વીત્યો ચારગતિમાં ભ્રમણ-પરિભ્રમણ કરતાં પણ એને હજી એ દુઃખ નથી ભાસતું, એ સંયોગમાં સુખની કલ્પના થઈ ગઈ છે! સુખતો છે નહીં. કલ્પના માત્ર છે.
હવે દષ્ટાંત પૂરો થયો, એક સિદ્ધાંતની વાત...દશ ગાથાનો મર્મ બતાવે છે ટીકાકાર (અમૃતચંદ્ર ) આચાર્ય મહારાજ! “એવી રીતે હવે દર્દાત છે - દર્રત એટલે સિદ્ધાંત છે કે – બાહ્ય પદાર્થો-આત્મા સિવાય, બહારના પદાર્થો ઘણા છે-અનંતા પદાર્થ છે, અનંતા જીવો છે, અનંતાનંત પુગલ પરમાણુઓ છે, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ ને અસંખ્યાત કાલાણુઓ-એવા દ્રવ્યો છે. આત્મા સિવાય, ભિન્ન બાહ્ય પદાર્થોમાં બધા આવી ગયા ! અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, (સર્વ) સાધુજી પણ બાહ્યપદાર્થમાં આવી ગયા ! ઇ બર્હિતત્ત્વ છે, અંતતત્ત્વ તો...અહીંયાં આત્મા છે !
આહાહા “શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય-' પહેલાં ગુણ અને દ્રવ્ય, છ દ્રવ્યમાં ઉતારવા અને પછી ગુણ અને દ્રવ્ય અહીં સ્વદ્રવ્યમાં લેવા. “જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ '-એ દષ્ટાંત થયો. દાંત પ્રમાણે સિદ્ધાંત નથી, દષ્ટાંતથી સિદ્ધાંત જુદા પ્રકારનો (વિરુદ્ધપ્રકારનો) છે!
આહા ! એક ભીંડવાળા બહેનને આ નહોતું સમજાતું. સવારે પૂછયું 'તું. કહે છેઃ “જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ..આત્માને (સ્વજ્ઞાનમાં જોડતા નથી)” આ આત્માને બાહ્યપદાર્થો એમ કહેતા નથી કે “તું મને જાણ ” આહાહા ! બાહ્યપદાર્થો આને જાણવાના કાર્યમાં જોડતા નથી કે “તું મને જાણ” કેમ કે...તારામાં જ્ઞાન છે અને મારામાં જ્ઞય છે!!
આત્મા કહે છે મારામાં જ્ઞાન છે અને મારામાં જ જોય છે, મારાથી બાહ્ય કોઈ પદાર્થ, મને શેયપણે દેખાતું નથી ! મારાપણે તો દેખાતું નથી, નિમિત્તપણે તો કોઈ પદાર્થ દેખાતો નથી પણ જગતમાં કોઈ પદાર્થ મને શેયપણે પણ દેખાતો નથી. શેયપણે દેખાતો હોય તો એક મારો શુદ્ધઆત્મા છે. અમારા પરિણામ પણ અમને શેયપણે જણાતા નથી, તો છે દ્રવ્ય...(દૂર રહ્યા !)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com