________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૩
પ્રવચન નં. - ૮ (બાપને) ડરાવે! આહા! “ધૂતારા ની ટોળી' છે.
આહા..હા...હા..! અરે ! આત્મા તો દગો ન ધે કોઇ દિ' તને બહારનો સમાજ તને દગો દેશે પણ આ દગો નહી ઘે! એક બનાવ એવો બની ગયો. એક પ્રભાસ પાટણ નહીં પણ એક (ગુજરાત) પાટણ છે જે મહેસાણા પાસે છે. સિદ્ધપુર પાટણ! હાં સિદ્ધપુર પાટણ. ત્યાં બનેલો એક બનાવ. શ્વેતામ્બરમાં જૈન મંદિરો ઘણાં ત્યાં. ત્યાં દિગમ્બર હશે તો પણ કંઈ ખબર નથી. મંદિરો પણ ઘણાં, બધે ચાર-ચાર મંદિરો (ગલીએ ગલીએ) એમાં એક વાર શ્વેતામ્બરનાં સાધુ આવ્યા. ઘણે ભાગેતો આનંદધનજીની વાત છે. અથવા બીજા કોઇ હશે યાદ નથી પણ એ તો બરાબર એનો ટાઇમ હતો નવથી દશ વ્યાખ્યાનનો. ઇ ટાઇમ હતો તેનો, બરાબર નવમાં પાંચ મિનિટ (ઓછી) તે આવી ગયા પોતે. અને નવ વાગ્યા એટલે મંગલાચરણ શરૂ કર્યું. કોઇ શ્રોતાએ કહ્યું સાહેબ ! હમણાં વાંચન ન કરો? મહારાજ કહે કેમ? શ્રોતાઃ શેઠ હજુ આવ્યા નથી. એટલું કહ્યું ત્યાં સાધુ ઉભા થઇને જંગલમાં ચાલ્યા ગયા. આહા! અમારો શેઠ કોઇ હોય નહીં. આહા! અમે તમે કહો તેમ ન કરીએ. અમે તમારા નોકર નથી એવો બનાવ બની ગયો સાધુ જતા રહ્યા જંગલમાં, પછી બધા શ્રાવકોતેડવા ગયા જંગલમાં પણ આવે કોણ? આહા! આ મારગતો વીરનો છે. કાયરનાં નહીં કામ જ ને ? આત્મા તો કહે છે કે-વસ્તુસ્વભાવ એવો છે કે, પરથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી–પર શય છે તો અહીંયાં જ્ઞાન થાય છે? ઘડિયાળ છે તો અહીંયા જ્ઞાન થાય છે? અરે! ઘડિયાળનું ય જ્ઞાન થતું નથી ને ઘડિયાળથી આત્માનું જ્ઞાન થતું નથી. શું કહ્યું? ઘડિયાળનું જ્ઞાન કરનાર જુદો અને આત્માનું જ્ઞાન કરનાર જુદો છે, અહીંયા તો ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન વચ્ચેના ભેદ જ્ઞાનની વાત ચાલે છે.
અહા! ગુરુદેવ બહુ ખુશી થાયને જ્યારે તત્ત્વ સૂક્ષ્મ આવે! “અમૃત વરસ્યારે પંચમકાળમાં” એમ કહે! (એમ) આ અમૃતની ગાથા છે! “વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી -કોઈ જોયો-જગતના પદાર્થો, જ્ઞાનને ઉત્પન્ન કરે-જ્ઞાનની રચના કરે એમ ત્રણકાળમાં બન્યું નથી, બનતું પણ નથી અને બનશે પણ નહીં, જ્ઞાન ઉત્પન્ન થાય છે તો આત્માથી જ થાય છે-આત્માથી આત્માનું જ્ઞાન થાય છે.
આહા! આત્માથી ઇન્દ્રિયજ્ઞાન પણ ઉત્પન્ન થઈ શકતું નથી. રાગનો ય કર્તા નથી ને વિભાવ ભાવ-ઇન્દ્રિયજ્ઞાનનો પણ આત્મા કર્તા નથી. કેમકે સર્વથા ભિન્ન છે. ઈ....અને અતીન્દ્રિયજ્ઞાન કથંચિત્ ભિન્ન-અભિન્ન છે! ઇન્દ્રિયજ્ઞાન તો સર્વથા ભિન્ન છે ને આત્મજ્ઞાન કથંચિત્ ભિન્ન-અભિન્ન છે. આહા..હા! “વસ્તુનો સ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નથી” એટલે જગતના પદાર્થોનું-જ્ઞયનું “લક્ષ” કરે તો અહીંયા આત્મજ્ઞાન થાય એમ છે નહીં. સ્વના લ” જે જ્ઞાન પ્રગટ થાય છે, તેથી આત્મકૃત છે જ્ઞાન!
શેયકૃત નથી માટે આત્મકૃત જ્ઞાન છે, તેનો તો કર્તા કથંચિત્ જ્ઞાનનો કહેવાય એ પણ કથંચિત સર્વથા તો નથી. અને આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્માને જ જાણે છે, પરને જાણતું નથી. વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નથી. અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી એટલે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com