________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પરમગુરૂં નમઃ શ્રી સમયસારાય નમઃ
શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮ર.
તા. ૨૪-૯-૧૯૯૬ રાજકોટ પ્રવચન નં.-૧૫
દશ ધર્મમાં આજે “ઉત્તમ ત્યાગ ધર્મ' નો દિવસ છે. તેનું વર્ણન કરે છે. સમ્યકપ્રકારે શ્રતનું વ્યાખ્યાન કરવું અને મુનિ વગેરેને પુસ્તક, સ્થાન, પીંછી, કમંડલ આદિ સંયમના સાધન આપવા, તે ધર્માત્માઓનો ઉત્તમ ત્યાગધર્મ છે. “હું શુદ્ધ આત્મા છું' મારું કાંઈ પણ નથી. એવા સમ્યજ્ઞાનપૂર્વક અત્યંત નિકટ ( એવા) શરીરમાં પણ મમતાનો ત્યાગ કરીને, શુદ્ધસ્વરૂપમાં રમણતા પ્રગટ કરે, ત્યાં મુનિઓને સર્વે પરભાવનો ત્યાગ થઈ જાય છે. આત્માના ભાનપૂર્વક, શરીર આદિ સર્વે પદાર્થો ઉપરથી “મમતાનો ત્યાગ' થઈ જાય છે. પદાર્થનો ત્યાગ નથી થતો! કેમ કે પદાર્થને આત્માએ ગ્રહણ કર્યો નથી, તો પદાર્થને છોડે કોણ ? પણ એણે અજ્ઞાન દશામાં મમતાને ગ્રહી છે. તો કહે છે કે મમતાનો ત્યાગ કર્યો, તેમાં ઉત્તમ આકિંચન્ય ધર્મ પણ આવી જાય છે. એક જ શ્લોકમાં આચાર્યદવે બે ધર્મનું વર્ણન કર્યું છે.
હવે, આ ચારિત્રની અવસ્થા મુનિદશામાં હોય છે અને સમ્યગ્દર્શનશાન પૂર્વક જ હોય છે. નિયમ છે. મિથ્યાષ્ટિને કોઈપણ પ્રકારનું ચારિત્ર હોતું નથી. નિશ્ચયચારિત્ર પણ હોતું નથી અને વ્યવહારચારિત્ર પણ હોતું નથી. સમ્યગ્દર્શન એટલે આત્મદર્શન! જેવો પોતાનો શુદ્ધાત્મા છે, ત્યાં અંદરમાં જઈને એનો અનુભવ કરવો પ્રત્યક્ષ ! અને આનંદનો જ્યારે સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું કહેવામાં આવે છે.
સમ્યગ્દર્શન તો આત્માની પ્રતીતિ-રૂપ છે. પણ એ પ્રતીતિ થઈ આત્માની મને..ઇ ખબર કેમ પડે? કે પોતાને અનંતકાળથી નહીં આવેલો એવો અતીન્દ્રિય આનંદનોઅતીન્દ્રિયસુખનો પોતાને પ્રત્યક્ષ સ્વાદ આવે છે. એ જ્ઞાન (આત્માના) પ્રદેશને જાણતું-દેખતું નથી પણ વેદનપ્રત્યક્ષ છે, આનંદ વેદાય છે, પોતાને! ભવનો અંત આવી ગયો! એ કોઈને પૂછવા જતો નથી હવે! કે સમ્યગ્દર્શન થયું કે નહીં? ક્યારે થશે?
થઈ ગઈ એની પ્રતીતિ અને અનુભવ થઈ ગયો એને, એવી સમ્યગ્દર્શનની પર્યાય અલૌકિક છે!!
આહા ! અનંત અનંત કાળ થયા સમ્યગ્દર્શન વિના, આત્મા અનંત અનંત દુ:ખ અને (કષ્ટને) ભોગવી રહ્યો છે! શ્રીમદ્જીનું વાક્ય છે કે: “સમ્યગ્દર્શન વિના અનંતા આત્માઓ અનંત દુઃખને ભોગવે છે... પણ જ્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ એને થાય છે, ત્યારે પોતે દુઃખથી મુકાય છે અને દુઃખથી મુકાવાનો માર્ગ પોતાને મળે છે. ત્યારે કોઈ કોઈને, બીજાને ઉપદેશ ભાવ પણ (વિકલ્પ પણ) આવે છે. બધા ઉપદેશ આપે એવો ય નિયમ નથી. કેટલાક તો દીક્ષા અંગીકાર કરી જંગલમાં ચાલ્યા જાય છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com