________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૯
પ્રવચન નં. – ૧૫ એકાંતસાધના કરીને મોક્ષ-કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. કોઈ કોઈ જીવને એ પ્રકારનો ભાવ આવે છે કે, હું સુખી થયો, સુખનો માર્ગ મને મળ્યો, બીજાં પણ સુખી થાય એવી ભાવનાથી શાસ્ત્ર પણ લખે કોઈ અને કોઈ પ્રવચનો પણ આપતા હોય છે.
એવું સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ઉપાયમાં, એક મોટામાં મોટું બાધક તત્ત્વ છે! કે... એ જીવના ખ્યાલમાં ય આવતું નથી, કે આ એક બાધક તત્ત્વ છે. ઇ એને ખ્યાલમાં ય આવતું નથી અને કાન દઈને સાંભળતો પણ નથી! વાણી, કાન દઈને સાંભળે તો તો એને ખ્યાલ આવે કે: “આમ કહેવા માંગે છે”
એ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનમાં બાધક, સમ્યગ્દર્શનમાં બાધક કર્તબુદ્ધિ છે. અને સમ્યજ્ઞાનમાં બાધક “હું પરને જાણું છું હું પરને જાણું છું. મહાપાપનું પાપ છે!
ચારિત્રનું પાપ-હિંસા, જૂઠ, ચોરી (આદિ) એ તો ક્ષમ્ય છે. આહાહાહા...! સમ્યગ્દષ્ટિને પણ એવા (ભાવ) જ્યાં સુધી ચારિત્ર અંગીકાર ન કરે ત્યાં સુધી, પાંચ મહાવ્રત, (આત્મા) રૂપે પરિણમે નહીં, નિશ્ચય-વ્યવહારે ત્યાં સુધી એને આવા હિંસા આદિના પાંચ પ્રકારના, પાપના ભાવ એની દશામાં ઈચ્છા વિના-કર્તા વિના થયા કરે છે! “થવા યોગ્ય થયા કરે છે... પણ....હું પારને જાણું છું –એ જગતના જીવોને ગુણ લાગે છે!(માને છે) કે આત્મા પોતાને જાણે અને પરને પણ જાણે ! “જાણે” એમાં શું દોષ?
પણ જ્યાં પરને જાણે છે સ્વને ભૂલીને! ત્યાં ઇ પરની હારે એકત્વબુદ્ધિ કરીને પરિણમી જાય છે. મહાપાપ છે પરને જાણવું! અને સ્વને જાણવું મહાપુણ્ય નથી પણ ધરમ છે. સ્વનો અનુભવ કરવો “જાણનારને જાણવો” એમાં ભવનો અંત આવી જાય છે. બસ! એટલું જ કરવાનું છે! “હું પરને જાણતો નથી” એવો જ્યાં ભાવ આવ્યો ત્યાં “સ્વ” જણાઈ જાય છે. એટલી જ વારમાં “સ્વ” જણાય જાય છે! ઝાઝો વખત એમાં લાગતો નથી. “હું પરને જાણતો નથી” મને તો જાણનારો જણાય છે!
સંતોનો આ કંકોત્કીર્ણ મહામંત્ર છે. આમાં છે “જાણનારો જણાય છે ! “જાણનારો'..જાણનારને જાણે નહીં, “ના” પાડે તો ય જણાય !! એવી કોઈ એની ઉદારતા છે. આહાહા! એ જણાયા જ કરે છે જ્ઞાનમાં પોતાને-બાળ-ગોપાળ સૌને!
પણ એનો સ્વીકાર ન કરતાં “હું પરને જાણું છું” (તેવા અભિપ્રાયમાં) મિથ્યાદર્શનમિથ્યાજ્ઞાન (સેવે છે.) મિથ્યાજ્ઞાન થયું એટલે મિથ્યાદર્શન સાથે આવી ગયું. જ્ઞાનનો દોષ છે. ઇ જ્ઞાનનો ગુણ નથી “પરને જાણવું” પણ...પરને જાણવું એ જ્ઞાનનો દોષ છે ને જ્ઞાનનો દોષ જ્યાં થાય ત્યાં શ્રદ્ધાનો દોષ સાથે અવિનાભાવરૂપે હોય જ.
એવી એક દશ ગાથા છે. સમયસારમાં! જે સમયસાર બધાને માન્ય છે. મુમુક્ષુઓને માન્ય છે, સંતોને માન્ય છે, પંડિતોને માન્ય છે, વક્તાને માન્ય છે. “સમયસાર શાસ્ત્ર” એ તો ભગવતી શાસ્ત્ર છે. ભવના અંતનો આમાં ઉપાય બતાવ્યો છે. ઉપાય બતાવતાં....બતાવતાં...બતાવતાં. જ્યારે ચારસો પંદર ગાથાની સમીપે આવ્યા આચાર્ય ભગવાન ત્યારે ચારસો ગાથામાં આવ્યા પહેલાં, પોણા ચારસો ગાથા જે ૩૭૩ થી ૩૮૨ એ દશગાથામાં તો શું એમણે આપી દીધું છે ! ગુજરાતીમાં છે. અને એનો અર્થ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com