________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૦૦
કોઈને પૂછવા ન જાવું પડે એવું એમાં લખાણ છે (ઘણું જ સ્પષ્ટ!) ઇ હરિગીત પણ એવાં છે. અને એનો અર્થ કર્યો છે ઇ પણ એવો જ છે (સહજ, સરળને સ્પષ્ટ!)
અને ટીકાકારે તો આખી વાત એમાં અપૂર્વ વાત ખોલી નાખી છે! તો...ધ્યાન દઈને...આ વાત ‘લક્ષમાં' લેવા જેવી છે. અને ‘લક્ષમાં’ લઈને વારંવાર ‘પ્રયોગ’ ક૨વા જેવો છે. સામે વસ્તુ હોય જ્યારે...ત્યારે ‘હું એને જાણતો નથી ’ દીકરો બેઠો હોય, દીકરી બેઠી હોય આહા! શાસ્ત્ર હોય, દેવ હોય ગુરુ હોય આહા...હા! ‘હું ૫૨ને જાણતો નથી ’ ૫૨ને...જાણવું મારા સ્વભાવમાં અશકય છે!!
(જુઓ!) જાણે છે ને પાછો ફરે છે એમ નથી. ‘ જાણતો જ નથી' આહા....હા... હા ! પહેલાં ૫૨ને જાણે ને પછી પાછો ફરે, એવું જ્ઞાનમાં નથી. ઇ તો ઇન્દ્રિયજ્ઞાન ૫૨ને જાણે છે ન્યાં આમ જાણના૨ જણાય છે (પ્રયોગમાં લીધું ) ત્યાં આમ ઇન્દ્રિયજ્ઞાન પાછું ફરી જાય છે, લબ્ધ થઈ જાય છે, એનો વ્યાપાર બંધ થઈ જાય છે ક્ષણિક! ક્ષણભર !! ત્યાં તો એને આત્માના દર્શન થઈ જાય છે. આહા....!
ધરમ સહેલો છે! અધર્મ...તો આત્મા ઉપર બળાત્કાર કરે તો અધર્મ પ્રગટ થાય. એમ છે શાસ્ત્રમાં....કે વિકલ્પની ઉત્પત્તિ તો, એ આત્મા-પોતાનો આત્મા ઉપર બળાત્કાર કરે ત્યારે વિકલ્પ ઉત્પન્ન થાય, બાકી તો ‘ જાણનારો તો સહજ જણાયા જ કરે છે!
એવી અપૂર્વ વાત આ દશ ગાથામાં છે.
આહા...! શું જંગલમાં તાડપત્ર ઉપર બે હજાર વરસ પહેલાં, લખીને આપણા ઉપર ઉપકાર કર્યો છે. અને જ્યારે ૩૭૩ થી ૩૮૨ ગાથા તમે બધા વાંચો, સ્વાધ્યાય કરો ! ટાઈમ મળે તો...!! ટાઈમ ન મળે ને આયુષ્ય પૂરું થાય તો, તમે જાણો. તો એના ઉ૫૨ તમે જ્યારે વાંચો ત્યારે તમારું નામ લખેલું છે આમાં! ‘નામ તમને દેખાતું નથી પણ એવું એક કેમિકલ આવે છે કે નામ લખેલા હોય, પણ ઇ કેમિકલ લગાવેને ત્યારે એ દેખાઈ જાય છે!
એમ...જ્ઞાનચક્ષુ વડે પોતાનું નામ દેખાય છે! ઇન્દ્રિયજ્ઞાન વડે દેખાતું નથી. અથવા ‘તીવ્રરુચિવાળાને ’ પણ પોતાનું નામ ઝાંખુ-ઝાંખુ દેખાય છે પહેલાં ! આહા... હા ! આ તો મારા ઉ૫૨ ૫ત્ર આવ્યો છે! આ ધર્મપિતાએ મને પત્ર લખ્યો છે! જે વાંચે એનું નામ ઉ૫ર લખવું (લખાઈ જાય !)
આહા...હા ! હું! ભવ્યાત્મા! તારા હિતની વાત, હું લખતો જાઉં છું, હું તો જાઉં છું અને જતાં-જતાં એક અવતારમાં તો હું મોક્ષમાં વયો જાઈશ! પાછો તો હું આંહી આવવાનો નથી. તમે દુ:ખી છો ઇ મને ખબર છે. મને જરાક કરુણા આવી ગઈ છે! આહા...! ( ચારમાંથી ) ત્રણ કષાયનો તો અભાવ થયો છે. એક ચોકડી સંજ્વલનની બાકી છે. છટ્ટે ગુણસ્થાને..( મુનિરાજને ) એ કરુણાનો ભાવ આવે છે. તીર્થંકર થવાના હોય એને તો ચોથે-પાંચમે (ગુણસ્થાને આવે ) ! અને તીર્થંકર પ્રકૃતિ પણ બંધાઈ જાય, જેમ શ્રેણિક મહારાજાને, તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગઈ છે, આવતી ચોવીસીમાં એ પહેલા તીર્થંકર આંહી (ભરતક્ષેત્રમાં) થવાના છે.
એને તો કરુણા આવે પણ સામાન્ય જે કેવળી થઈને મોક્ષ જવાના હોય એને પણ કરુણા આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com