________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૭
પ્રવચન નં. – ૪ ભગવાનની સાક્ષાત્ વાણી સાંભળવા જતા હતા, આયુષ્ય પૂરું થયું ને, અહીંયાં (કાઠિયાવાડમાં) સીધો જન્મ થયો! આ વાત બધી બહાર આવી ગઈ છે, કંઇ ખાનગી નથી, માને એની બલિહારી! ન માને એની હોનહાર ! બસ, બીજું શું થાય?
તું મને ચાખઅને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને જાણવાચાખવા જતો નથી. પોતાને જાણવાનું છોડે તો એને જાણે ને? અહાહા ! એક સમયમાં બે લક્ષ ન હોય-બે ક્રિયા ન હોય જ્ઞાનની ! શું કહ્યું? જ્ઞાનની એક જ ક્રિયા છે આત્મા ને જાણવાની, અને ઇન્દ્રિયજ્ઞાનને પરને જાણવાની ક્રિયા છે. ઇન્દ્રિયજ્ઞાન, સ્વ-પરને જાણે નહીં. અને જ્ઞાન સ્વ-પરને જાણે નહીં-એકલા અને જાણે છે.
સ્વ-પરનો પ્રતિભાસ, સ્વ-પરનો પ્રકાશક એ વિષય જુદો છે, સ્વ-પરનો પ્રતિભાસ તો છે, લોકાલોક પ્રતિભાસે છે સ્વનેપર, એવો સ્વાર પ્રકાશક સ્વચ્છ પર્યાયનો સ્વભાવતો છે. પણ લક્ષ બે ઉપર ન હોય, લક્ષ એક ઉપર જ છે-ન્હોય. પર ઉપર જેનું લક્ષ છે એને સ્વનું લક્ષ નથી. સ્વનો પ્રતિભાસ છે, લક્ષ નથી. એ ઝીણું પડ્યું! ભાઈને ઝીણું પડયું! એ ખ્યાલ આવી જાય. એ ઝીણું જ છે જરા!
પર્યાય છે ને! જેમ દર્પણ છે ને! દર્પણમાં સ્વ-પરનો પ્રતિભાસ થાય છે ને! (સ્વચ્છતાનો સ્વભાવ છે ને!) એવી જે જ્ઞાનની પર્યાય, અજ્ઞાની ભલે હોં! પણ (તેને) જ્ઞાનની પર્યાયમાં સ્વ-પરનો પ્રતિભાસ બધાને થાય છે. હવે સ્વ-પરના પ્રતિભાસમાં યુગપ સ્વ અને પર પ્રતિભાસે છે પણ બેને એક સાથે જાણે છે એમ છે નહીં. કાં પરનું “લક્ષ' કરીને પરને જાણે અને કાં સ્વનું લક્ષ કરીને સ્વને જાણે ! લક્ષ એકનું, પ્રતિભાસ બેનો!
સ્વ-પરનો પ્રતિભાસ બંધ-મોક્ષનું કારણ નથી (પરંતુ) સ્વનું લક્ષ, મોક્ષનું કારણ અને પરનું લક્ષ, બંધનું કારણ છે. “અનુભવ, લક્ષ, પ્રતિત’ તે ત્રણ શબ્દ આવ્યા છે શ્રીમમાં. (તેમાં) લક્ષ એટલે જ્ઞાન, પ્રતિત એટલે શ્રદ્ધા, અને અનુભવ એટલે ?
હવે, આગળ ટીકામાં “માલ” બહુ ભર્યો છે! અને એકદમ સુક્ષ્મ આવશે, આના કરતાં પણ (અતિસૂક્ષ્મ આવશે.) ટીકા એટલે મૂળનો વિસ્તાર !! આહા! અશુભ અથવા શુભ સ્પર્શ લ્યો! આ સ્પર્શેન્દ્રિય છે ને! ટાઢી-ઊની અવસ્થા જણાય અને જાણે ! ટાઢી-ઊની અવસ્થા જણાય અને ઇન્દ્રિયજ્ઞાન એને જાણે. એનામાં શેય છે ને! એ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય થાય છે. સ્પર્શ છે ને ટાઢી-ઊની અવસ્થા એ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય થાય છે, પણ એ ટાઢી-ઊની અવસ્થા આત્માનો વિષય બનતી નથી, એ આત્માનું જ્ઞય નથી, એ શેય ભિન્ન અને જ્ઞાન ભિન્ન છે.
“અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતો કે “તું મને સ્પર્શ'; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને) કાયાના (સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી”
અશુભ અથવા શુભ સ્પર્શ તને નથી કહેતું કે “તું મને સ્પર્શ-ટાઢી-ઊની અવસ્થા અને આત્મા પણ, પોતાના સ્થાનથી છૂટીને-પોતાને જાણવાનું જ છોડે આત્મા તો તો જડ થઈ જાય, પોતાને આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com