________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન જાણવાનું છોડતો જ નથી, અને પરને જાણવા જતો જ નથી. પોતે પોતાને જાણવાનું જ છોડી દીએ-જ્ઞાન, આત્માને જાણવાનું છોડ તો આત્મા જ્ઞાન વગરનો થઈ ગયો, તો જ્ઞાન વગરની વસ્તુ તો જડ હોય ! આટલું ન સમજાય?
સૂર્યનો પ્રકાશ છે, આજે સૂર્ય ઊગ્યો પણ એના પ્રકાશમાં આજે સૂર્ય દેખાતો નથી ! બોલો! એક મૂરખ માણસે છાપામાં છપાવ્યું કે આજે સૂર્યનો ઉદય થયો, પણ એ પ્રકાશમાં આજે (સૂર્ય દેખાતો નથી) રોજ તો સૂર્ય દેખાતો હતો એ પ્રકાશમાં પણ આજે સૂર્ય દેખાતો નથી!
એ કેટલા ટકા સાચી વાત હશે? એમ આ “ઉપયોગ લક્ષણ' (આત્માનું) બધાએ તત્ત્વાર્થ સૂત્ર” માં વાંચ્યું પણ “મને આત્મા જણાતો નથી” ખોટી વાત છે (જા!) તને આત્મા જણાય છે. (સ. સાર) ૧૭–૧૮ ગાથામાં લખ્યું છે. “સૂર્યનો પ્રકાશ તો થયો આજ પણ એમાં (સુર્ય) દેખાણો નહીં. એમ આ જ્ઞાન તો પ્રગટ થાય છે પણ આત્મા એમાં જણાતો નથી! ' એણે કયા શયને જ્ઞાન માન્યું? શયને જ્ઞાન માન્યું છે, ઇન્દ્રિયજ્ઞાનને (જ્ઞયને) જ્ઞાન માન્યું છે. એટલે એમાં આત્મા જણાતો નથી. ઈન્દ્રિયજ્ઞાનથી જુદું જ્ઞાન ઉપયોગલક્ષણ છે. તત્ત્વાર્થ સૂત્રમાં” ઉપયોગો લક્ષણ છે કે નહીં ? અને પાંચ ભાવ પછી “ઉપયોગોલક્ષણ” કહ્યું!
એ એ પાંચ ભાવમાં કાંઈ “ઉપયોગો લક્ષણ' ન આવ્યું ! એક પારિણામિક ભાવ એના
અને ચાર ભાવ (પર્યાયના) ઉદય, ઉપશમ. ક્ષયોપશમ અને ક્ષાયિક-એમાં ઉપયોગ” ન ન આવ્યો. કેમકે તેમાં કર્મ-સાપેક્ષ વાત આવી બધી એમાં (ચાર ભાવમાં) અને ઉપયોગ' કર્મથી નિરપેક્ષ છે, એ સ્વભાવભૂત છે, એ નૈમિત્તિક નથી, એ વિભાવ નથી. એ સ્વભાવનો અંશ છે, માટે તેમાં સ્વભાવ જણાયા જ કરે છે! બોલો! ભાઈ !
આહા ! ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, પર્યાયના ચાર ધરમ છે એ તો સાપેક્ષ છે (તેમાં) કર્મના સદભાવ અને અભાવની અપેક્ષા છે, માટે એ વિભાવ છે. માટે હેય છે, ઈ ભાવાન્તર છે એને ગોચર (આત્મસ્વભાવ) નથી. અને ઉપયોગ લક્ષણ તો સ્વભાવનો અંશ છે, એમાં તો સ્વભાવ જણાયા જ કરે છે. તન્મય છે ઇ તાદાભ્ય છે! ઉપયોગ અને આત્મા ભિન્ન નથી. પ્રકાશ અને સૂર્ય ભિન્ન હોય તો ઉપયોગ અને આત્મા ભિન્ન હોય! પણ એમ તો બનતું નથી. માટે ઉપયોગ જે (નિરંતર) પ્રગટ થાય છે એ પ્રગટ ઉપયોગમાં ઇ ( જ્ઞાયક ) જણાયા કરે છે, જ્ઞાન જાણે અને જ્ઞાયક એમાં જણાય ! જ્ઞાનમાં જ્ઞાનત્વ છે અને જ્ઞાયકમાં mયત્વ-પ્રમેયત્વ નામનો ધર્મ છે. છે કે નથી? આહાહા! પ્રમેયત્વ ધર્મ છે, બધા ભયાને પ્રવેશિકામાં! જ્ઞયત્વ-પ્રમેયત્વ નામનો ધર્મ છે (આત્મામાં) “પણ મને (હું ) જણાતો નથી' તો પ્રમેયત્વને ઊડાડ્યો એણે !
અને જો પ્રમેયત્વ ધર્મને માનતો હોત, તો તારા જ્ઞાનમાં જણાય, જણાય ને જણાય! પણ આ (જ્ઞાન) ઇન્દ્રિયજ્ઞાનથી જુદું જ્ઞાન છે એ ખ્યાલમાં રાખવું! ઇન્દ્રિયજ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, ઈન્દ્રિયજ્ઞાનમાં અનુભવ ન થાય. પણ....ઉપયોગમાં તો પ્રતિભાસ પણ થાય છે અને પ્લસ પણ કાંઈક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com