________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. – ૨ અહાહા ! ઇન્દ્રિયજ્ઞાન અને આત્મા અને ભિન્ન ભિન્ન છે. સર્વથા ભિન્ન છે. અતીન્દ્રિયજ્ઞાનની પર્યાય પ્રગટ થાય એ કથંચિત્ ભિન્ન અભિન્ન છે. અને ઇન્દ્રિયજ્ઞાન તો સર્વથા ભિન્ન છે. આ સમયસારની ૩૧મી ગાથામાં છે. આમતો ઘણી જગ્યાએ છે, આ તો તમને આધાર આપ્યો. આહા! (ઈન્દ્રિયજ્ઞાન) સર્વથા ભિન્ન ? તો......એકાંત થઈ જશે. કહેત્યારે અનેકાંત થશે. આત્મા જ્ઞાનમયી છે. અને ઇન્દ્રિયજ્ઞાનની આત્મામાં નાસ્તિ છે. એને અનેકાંત કહેવામાં આવે છે. અતિ નાસ્તિ અનેકાંત ભેદજ્ઞાન પરક છે. હવે આ મૂળગાથા પાછી રહી જાય, એટલે બહુ લાંબુ (નથી લેતાં) ન થાય. બે ગાથા ચાલી છે. હવે ત્રીજી ગાથા.
શુભ અથવા અશુભ શબ્દ તને એમ નથી કહેતો કે “તું મને સાંભળ' અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને) શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા (જાણવા) જતો નથી. અશુભ અથવા શુભ શબ્દ! શબ્દ તો જ્ઞય છે “શબ્દ” માં શુભ કે અશુભ એવી કોઈ છાપ નથી. કોઈ શબ્દ એને પ્રિય લાગે તો એને શુભ કહેવાય, અને કોઈ અપ્રિય લાગે તો એને અશુભ કહેવાય. અહીંનાં પરિણામનો આરોપ એ શબ્દ ઉપર આપવામાં આવે છે. શેય કોઈ સારું નરસું નથી. જ્ઞય તો ય જ છેઃ જ્ઞયના બે ભાગ નથી. પણ અહીંયા એને મનથી ગમતું હોય તો એ શુભ શબ્દ કહેવાય. અને મનથી અણગમો હોય એ અશુભ શબ્દ કહેવાય.
અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો, જો-જો આચાર્ય ભગવાનની શૈલી !! જ્ઞાનીને કહે છે. હે ! ભવ્યાત્મા! કોઈ પણ શબ્દ તને પ્રિય કે અપ્રિય લાગતો હોય તો શબ્દ તને એમ નથી કહેતો કે: “તું મને સાંભળ' શબ્દ તો એમ કહેતો નથી કે તું મને સાંભળ' કેમ કે એનામાં એ પ્રકારની કહેવાની શક્તિ નથી. પુદ્ગલ શબ્દરૂપે પરિણમે (એનામાં) એવી શક્તિ છે. પણ બીજાને એમ કહેવાની શક્તિ નથી. કે “તું મને સાંભળ' શું કહ્યું?
આહાહા! શબ્દ પુદ્ગલની અવસ્થા છે. ઈ...શબ્દરૂપે પરિણમે છે ઈ વાત સાચી છે. પણ કોઈ પુદ્ગલ શબ્દરૂપે પરિણમેતો એ શબ્દ તને એમ કહેતા નથી કે “તું મને સાંભળ” એનામાં આત્માને કહેવાની શક્તિનોજ અભાવ છે. અને આત્મામાં એને જાણવાની શક્તિનો અભાવ છે. આહા! એ એને સાંભળનાર ભાવઇન્દ્રિય જુદી છે. અને આત્માને જાણનારું જ્ઞાન જુદું છે. ઈ હુમણાં કહેશે આ (ગાથા) માં.
શબ્દ તને એમ કહેતો નથી કે “તું મને સાંભળ” (આ) સામી સાઈડથી વાત કરી. પુલ એમ કહેતું નથી કે “મને તું સાંભળ” એમ કહેતું નથી. આપણે બહાર ગયા હોઈએ અને મોટરનાં હોર્ન વાગતા હોઈ ! (તે) શબ્દની પર્યાય છે ને!? મોટરનું હોર્ન વાગતું હોય તો એણે તમને કોઈને કહ્યું કે “તું મને સાંભળ” તો જોયું નથી. કોઈ શબ્દ કહે કે “તું મને સાંભળ” એમ કહેવાની શક્તિનો એમાં અભાવ છે. વાત જરા સૂક્ષ્મ તો છે. ઈ...સામી સાઈડથી વાત કરી. શબ્દ કહેતો નથી કે “તું મને સાંભળ” અને હવે આ સાઈડથી વાત કરે છે–સમજાવે છે.
અજ્ઞાનીને કહે છે. હે! ભલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com