________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૮
આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે પોતાને જાણવાનું છોડીને; જાણનારને જાણવાનું છોડીને, જાણનારને જાણવાનું જ જ્ઞાન છોડે તો જ્ઞાન અને શાયક કોઈ રહેતું નથી. (ટીકામાં) પ્રકાશનું દૃષ્ટાંત આપશે પછી ટીકામાં, દીવાનો પ્રકાશ દીવાના પ્રકાશને છોડી અને ઘટપટને પ્રકાશવા જતો નથી. માટે (ઘટપટને) પ્રકાશતો નથી. આ (વાત ) ટીકામાં છે.
અહીંયાં તો કહે છે જાણનાર ભગવાન આત્મા અને એની અંદર એક જાણનારું જ્ઞાન પણ પ્રગટ થાય છે. જ્ઞાન જાણે છે...જ્ઞાયક એમાં જણાય છે. આવું ફંકશન-આવી ક્રિયા બધા આત્મામાં નિરંતર થઈ રહી છે. એ ઉપયોગ આત્માને તન્મય થઈને જાણ્યાજ કરે છે. અને એ ઉપયોગમાં જે નથી (તે) તેને જણાતું નથી. ‘છે' એને જાણે છે, ‘નથી’ એને જાણતું નથી. ‘દીપકનો પ્રકાશ’ તે પ્રકાશમાં દીપક છે માટે દીપકને પ્રસિદ્ધ કરે (છે) પણ ઘટપટને પ્રસિદ્ધ કરતું નથી, પ્રકાશતું નથી. કેમકે ઘટપટનો (દીપકમાં ) એમાં અભાવ છે. જેમાં જેનો અભાવ હોય, એનેં (એ) પ્રસિદ્ધ કરે નહીં.'
આહા...! હા...! જ્ઞેય, જ્ઞાન, જ્ઞાતા, કર્તાકર્મ, એકપદાર્થમાં હોય. બે પદાર્થ (ની વચ્ચે ) જ્ઞાતા જ્ઞેય હોય નહીં, એ તો ભ્રાંતિ છે. ‘હું જ્ઞાતા’ અને ‘છ દ્રવ્ય મારું જ્ઞેય' એ તો ભ્રાંતિ છે. (૫૨૫દાર્થ ) તારું જ્ઞેય નથી. અને એને જ્ઞેય માનીશ ત્યાં સુધી મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન છે. નિશ્ચય જ્ઞેય નહીં તો કાંઈ નહીં પણ વ્યવહારે જ્ઞેય ખરું કે નહીં? વ્યવહારે જ્ઞેય એટલે શું ? આત્મા વ્યવહારે ૫૨દ્રવ્યને જાણે છે એટલે શું? એનો અર્થ સમજાવો કેઃ જાણે છે ઇન્દ્રિયજ્ઞાન અને ઉપચાર આવ્યો કે આત્મા એને જાણે છે તે ઉપચારનું કથન છે. ખોટા કથનને સાચું માન્યું કે ‘હું પ૨ને જાણું છું' એ વ્યવહાર નથી ભ્રાંતિ છે તારી. આ જાણવામાં ભૂલ !! (હા) એક કરવાની ભૂલ અને એક જાણવાની ભૂલ-બે-ભૂલ છે. કાં તો ‘હું રાગને કરું છું’ અને કાં રાગને ‘હું જાણું છું’ એમ માને. જ્ઞાન જાણે છે. (તો ) સ્વને જ. આત્માનું જ્ઞાન જેનું છે એને જ જાણે છે. અને માને છે મનાઈ ગયું છે કે ‘હું પ૨ને જાણું છું' તો જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું આહાહા ! એને આત્માનો અનુભવ થઈ શકતો નથી.
શબ્દ કહેતું નથી કે ‘તું મને સાંભળ’ અને આત્મા પણ, પોતાને જાણવાનું છોડે તો એને જાણવા જાય ને? પોતાને જાણવાનું એ છોડતો જ નથી. પોતાને જાણ્યા જ કરે છે નિરંતર! બાળ-ગોપાળ સૌને સદાકાળ; સૌમાં નાના-મોટા બધા આવી ગયા. સદાકાળ ' સદાકાળ એટલે અનાદિ અનંત, અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એનો અનુભવ નિરંતર થયા કરે છે. અનુભવ એટલે જ્ઞાન નિરંતર થયા કરે છે. અને (તે) જ્ઞાનમાં જ્ઞાયક જણાયા કરે છે. એક સમય એવો ન હોય કે આત્માના જ્ઞાનમાં આત્મા ન જણાય!! સામાન્ય ઉપયોગ છે. એ ઉપયોગથી આત્મા અનન્ય છે. તેથી એ ઉપયોગમાં આત્મા જણાઈ રહ્યો છે. બધાને ( એટલે ) ‘મને ’ જણાઈ રહ્યો છે.
‘મને જાણનાર જણાય છે.' એમ પરોક્ષમાં આવ્યા પછી જો પ્રત્યક્ષ થાય તો શુદ્ધોપયોગ થઈ જાય છે. પહેલા ઉપયોગમાં આનંદ નથી. પણ બીજા ઉપયોગમાં આનંદ આવે છે. પહેલા ઉ૫યોગમાં પક્ષ આવે છે. બીજા ઉપયોગમાં પક્ષાતિક્રાંત થવાય છે. હજુ ઉપયોગમાં આત્મા જણાય છે એવા સ્વભાવના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com