________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯
પ્રવચન નં. – ૨ પક્ષમાં પણ ન આવે અને મને આ જણાય છે...! જે ભિન્ન છે તે જણાય છે તને? અને જે ઉપયોગથી અભિન્ન છે તે તને જણાતું નથી ? આહા...હા (અમને તો આશ્ચર્ય થાય છે.)
એક અમિતગતિ આચાર્ય છે, જે સમર્થ આચાર્ય થઈ ગયા. “યોગસાર” એમણે લખ્યું છે. બે પ્રકારના યોગસાર છે. એક યોગીન્દુદેવનું યોગસાર જેણે પરમાત્મા પ્રકાશની (પણ) રચના કરી છે. તે એક યોગસાર છે. અને આમાં પણ ઘણાં શ્લોક છે અમિતગતિ આચાર્યના યોગસારમાં.
એમાં (એમણે) અજ્ઞાની જીવોને સહેલામાં સહેલો ઉપાય બતાવ્યો છે. નય, પ્રમાણ ઇન્દ્રિયજ્ઞાન કાંઈ કહ્યું નહીં. ત, થ, ગ, ધ, શીખ્યો ન હોય, કાંઈ આવડતું ન હોય તો (પછી) એ, બી, સી, ડી, તો ક્યાંથી આવડ? ગુજરાતીમાં પણ ક, ખ, વાંચતા-આવડતું ન હોય, અંગૂઠા છાપ હોય, કાંઈ ભણેલો ન હોય અને એને અનુભવ થઈ જાય, તમને આ સમયસાર વાંચતા આવડે છે? “ના” ઈ...વાંચતા નથી આવડતું. વાંચતા ન આવડે લખતાંએ ન આવડે, અને એના ઉપર આચાર્ય ભગવાનને કરુણા આવી જાય કે બધાય જીવો પામો ! આહાહા ! એવી કરુણામાં કલમ ચલાવી એમણે, એમાં એક દષ્ટાંત આપ્યું. આત્માનો અનુભવ કેમ થાય એના માટે એક સરળ દષ્ટાંત, અને પાછું તે બધાને અનુભવમાં રોજ આવતું હોય એવું દષ્ટાંત.
કે: “સાંભળ' ! જેમ દીપક છે “દીપક' એ દીવો દ્રવ્ય કહેવાય. એને દ્રવ્ય કહેવાય. અને એમાંથી પ્રકાશ ફેલાય છે, અને એની પર્યાય, કહેવાય. પ્રકાશક દવાનું નામ પ્રકાશક પ્રકાશનો કરનાર “પ્રકાશક” અને એમાંથી જે તેજ નીકળ્યું તેનું નામ પ્રકાશ, પ્રકાશક પ્રકાશ ! દ્રવ્યનું નામ છે પ્રકાશક” અને પ્રકાશ ફેલાણો છે એનું નામ પર્યાય છે, “પ્રકાશ'. એ પ્રકાશકમાંથી પ્રકાશ નીકળી શકતો નથી (તો પછી) એટલે અંધારું તો નીકળેજ નહીં એટલું વળી નક્કી થઈ ગયું. આમાં અપર પ્રકાશ ક્યાંથી જાય છે.
પછી આગળ કહે છે-એ પ્રકાશમાં તને ઘટપટ જણાય છે જે સર્વથા ભિન્ન છે. જે પ્રકાશ સર્વથા ભિન્ન છે એ તો બધાને અનુભવ છે. સોફાસેટને ઈ પ્રકાશે તો પણ સોફાસેટ ને પ્રકાશ કાંઈ એક ન થાય. એ તો સર્વથા ભિન્ન છે એ તો આ સીધી વાત છે. દષ્ટાંત તો સમજાય એવું છે. હવે કહે છે કેઃ જો, પ્રકાશથી સર્વથા ભિન્ન છે એ તને જણાય છે? અને પ્રકાશ તને જણાતો નથી ? અમને તો આશ્ચર્ય થાય છે.
ચાલો...સારું સાહેબ ! એ (પર) જણાતું નથી; (પણ) પ્રકાશ જણાય છે!! તને પ્રકાશ જણાય છે ને ? તો પ્રકાશક તને જણાઈ જશે. કેમકે પ્રકાશ અને પ્રકાશક કથંચિત અભિન્ન છે. દાખલો પણ કેવો છે? પ્રકાશ દીવાથી અભિન્ન છે. અને પદાર્થો દીવાથી તો ભિન્ન પણ દીવાના પ્રકાશથી પણ ભિન્ન છે. હવે જે સર્વથા ભિન્ન છે એ તને જણાય છે? અને પ્રકાશ તને જણાતો નથી ? માટે હવે તને પ્રકાશ જણાય છે તેમ લે ! દીવો હમણાં થોડીકવાર ન જણાય (તો) મને કાંઈ વાંધો નહીં. તને જણાઈ જશે.
મને ખાત્રી છે, જો પ્રકાશમાં આવીશ તો પ્રકાશક તને જણાઈ જશે. કેમકે પ્રકાશ અને પ્રકાશક એક વસ્તુ છે-એક સત્તા છે, બે સત્તા નથી. પદાર્થ અપેક્ષાએ એક સત્તા છે. નય અપેક્ષાએ બે સત્ જુદા-જુદા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com