________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૩) છે. ઈ વિષય જુદો છે. આ તો અભેદ છે. પ્રકાશક આત્મા તને જણાઈ જશે. કે ઘડો જણાય છે ! ઘડો જણાય છે! ઘડો જણાય છે! એ છૂટી જશે.
પહેલાં કહ્યું હતું કે આ લાઈટ છે. ટયુબલાઈટ છે. તેમાં શું જણાય છે? કે “પ્રકાશ'! જ્યારે અંધારું હતું ત્યારે તો પરપદાર્થ ન જણાય બરોબર છે. પણ પ્રકાશ થાય ત્યારે પદાર્થ ન જણાય? મને આ સોફાસેટ જણાતા નથી. મને તો પ્રકાશ જણાય છે. આ તારા ગુરુએ તને આવું શીખવ્યું છે. તો કહે “હા” સોનગઢનાં સંતે આ શીખવ્યું છે. પ્રકાશ જણાય છે ત્યાં પૂર્ણવિરામ કર્યું કે આગળ કાંઈ કર્યું? કે મને તો એમ છે કે પ્રકાશ જણાતાં પ્રકાશક જણાઈ જશે. મને તો જણાઈ ગયો. તમને જણાય કે ન જણાય ! તમે તમારું જાણો? (શ્રોતા-હર્ષથી તાળીઓ પાડે છે.)
આવા સહેલામાં સહેલા દષ્ટાંત દ્વારા હવે આપણે આત્મામાં ઉતારવું છે. એ દષ્ટાંત તો સિદ્ધાંત સમજવા પૂરતો હતો. સિદ્ધાંત સહેલો કરવા હવે આચાર્ય ભગવાન કલમ ચલાવે છે.
કે આ જ્ઞાયક આત્મા છે ને? જાણવા અપેક્ષાએ એમાં પ્રકાશ થાય છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ-સામાન્ય અને વિશેષ બે પ્રકારનો ઉપયોગ પ્રગટ થાય છે. જીવ હોય અને પ્રગટ ઉપયોગ ન હોય એમ બને નહીં. લક્ષ્ય હોય અને લક્ષણ ન હોય એમ બને નહીં. “હા”! બરાબર છે. જ્ઞાયક આત્મા દ્રવ્ય છે અને એમાં એક પ્રગટ પર્યાય થાય છે. જાણવા દેખવાની ક્રિયા. જેમ પ્રકાશક અને પ્રકાશ એમ જ્ઞાયક અને જ્ઞાન. જ્ઞાયક-જ્ઞાન અને બીજું બધું શેય. ઓમાં (દષ્ટાંતમાં) ઉપર “પ્રકાશ્ય ' , ઈ.પ્રકાશનો વિષય ઈ પ્રકાશ્ય કહેવાય.
અહીંયાં કહે છે જ્ઞાયક આત્મા દ્રવ્ય છે. અને એમાં જાણવા દેખવાની દશા પ્રગટ થાય છે સમયે સમયે બધાને હો ! જાણવા દેખવાની દશા પ્રગટ થાય છે એનું નામ છે જ્ઞાન. અને બહારના પદાર્થો જે જણાય છે જ્ઞાનમાં એનું નામ છે જ્ઞય. હવે સમજાવે છે કે તારામાં જ્ઞાન થાય છે કે નહીં? “હા” સાહેબ જ્ઞાન થાય છે.
જ્ઞાનમાં શું જણાય છે? કે આ બધું જણાય છે. ઠીક ! હવે હું તને પ્રશ્ન કરું છું કે જે જ્ઞાનથી ભિન્ન છે! આ બધા પદાર્થો તો જ્ઞાનથી ભિન્ન છે ને? રાગાદિ, શરીર, દુઃખ, જે ભિન્ન છે તે તને જણાય છે? અને જેની સત્તામાં ઈ જણાય છે! એ તને જણાતું નથી કાં? વિચાર કર! કે: બરોબર છે. જ્ઞાનને જાણ્યા વિના જ્ઞયને જાણવાનો વ્યવહાર પણ ઉત્પન્ન થતો નથી.
શું કહ્યું (શ્રોતા–બરાબર છે. બરાબર છે. જ્ઞાન કો જાને બિના ય કો જાનતા હૈ ઐસા વ્યવહાર પણ ઉત્પન્ન નહીં હોતા હૈ.) કયાંથી ઉત્પન્ન થાય. અહીંયા જ્ઞાન જ ઉત્પન્ન થાય તો વ્યવહાર ઊભો થાય ! એકદમ ન્યાયથી, તર્કથી, અનુભવથી, સિદ્ધ થાય તેમ છે. અમે કહીએ છીએ એટલે માની લ્યો એમ નથી. પર પદાર્થ જે ભિન્ન છે એ તને જણાય છે? અને જે પ્રસિદ્ધ કરે છે જ્ઞાન એ તને જણાતું નથી ? અમને તો આશ્ચર્ય થાય છે.
ત્યારે શિષ્ય કહે પ્રભુ! વાત તો તમારી કાંઈક મને ગળે ઉતરી. કેમકે જ્ઞાન જ્ઞાનને જાણ્યા વિના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com