________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧
પ્રવચન નં. – ૨ શયને કેવી રીતે જાણે ? જ્ઞાન જ્ઞાનને જાણે નહીં અને જ્ઞય ને જાણે એવો વ્યવહાર નહીં પણ ભ્રાંતિ-અજ્ઞાન હોય. શું કહ્યું? માટે ઊર્ધ્વપણે તો જ્ઞાન જ જણાય છે બધાને. પણ જ્ઞાનને ભૂલ્યો એને જ્ઞય જણાય છે. તો ભ્રાંતિ થાય છે. ભ્રાંતિ છોડવા માટે હવે કહે છે કેઃ જ્ઞાનથી જે ભિન્ન પદાર્થ છે એ તને જણાય છે? કે “હા” સાહેબ ઈ...મને જણાય છે.
હવે હું તને કહું છું કે ભિન્ન છે એ તને જણાય છે? (પણ) ભિન્ન પદાર્થ જેમાં જણાય છે, પ્રતિભાસ જેમાં થાય છે એ જ્ઞાન તને નથી જણાતું? કેઃ “હા” આ વાત કાંઈક વિચારમાં લેવા જેવી છે. હવે શેય ઉપરથી લક્ષ છૂટયું. ય જણાય છે એવો જે પક્ષ થઈ ગયો હતો અભિમાનનો. (હવે) શેય નથી જણાતું વાત સાચી છે.
જ્ઞય બદલાવા માંડ્યું! ઓલું (પર) જણાતું હતું તેને બદલે જ્ઞયનો પલટો થવા લાગ્યો, ય બદલાવા માંડ્યું. હજી સર્વથા બદલી નથી ગયું. હમણાં બે મિનિટમાં બદલી જશે. ઝાઝીવાર લાગશે નહીં. શેય જે ભિન્ન પદાર્થો છે એ મને જણાતા નથી. મને તો મારું જ્ઞાન જણાય છે. હવે જ્ઞાન ય થવા માંડયું. ઓલું જ્ઞય જ્ઞય થવા મંડતું હતું, તેમાં હવે જ્ઞય બદલી ગયું. જુઓ તો ખરા? આહા. હા! સ્વભાવ ફળે હોં?
આમાં ફાયદો મોટો છે. લાભ મોટો છે આમાં. હવે આ શેય નથી, પણ જે જ્ઞાન જણાય છે તે જ્ઞય છે. જાણે તે જ્ઞાન અને જણાય તે શેય. એ તો જ્ઞાનના બે ધર્મો છે પર્યાયમાં. શાન જાણે પણ ખરું, અને જણાય પણ ખરું. હવે આ (સ્વ) શય થવા માંડયું. ઓલું (પર) શય ખસી ગયું, હવે અંદર આવ્યો, હજુ થોડોક બહાર છે, હમણાં અંદર આવી જશે.
તને જ્ઞાન જણાય છે? “હા” સાહેબ (મને) જ્ઞાન જણાય છે. તો જ્ઞાન ને જ્ઞાયક તો અભેદ છે. જ્ઞાયક તને કેમ ન જણાય? પ્રકાશને જાણે (તે) દીપકને કેમ ન જાણે? પ્રકાશને જાણે તે દીપકને જાણે જ છે, કેમકે (દીપક અને પ્રકાશ) અભેદ છે વસ્તુ. જ્યાં ઓલું જે શેય થતું હતું જ્ઞાનની પર્યાય ત્યાં આખો આત્મા જ્ઞય થઈ ગયો. અંદરમાં આવી ગયો. આહા! મને તો જાણનાર જણાય છે. જ્યારે આત્મા જ્ઞય થાય છે ત્યારે જાણેલાનું શ્રદ્ધાન પણ એમાં આવી જાય છે. અનુભૂતિ થઈ જાય છે.
આવી અપૂર્વ વાતો જિનાગમમાં ભરેલી છે. રહસ્યવાળી વાતો છે. ભણેલ ન હોય, અંગૂઠા છાપ હોય, કાંઈ ન આવડતું હોય, નિશ્ચયનય, વ્યવહારનય, નિક્ષેપ કાંઈ ખબર ન હોય, સાવ અંગૂઠા છાપ હોય આહા ! તેને (સંતો) કહે કે તું જાણનાર છો? “હા ! આ (પર) જણાય છે માટે જાણનાર છું. ઈ.એને (પરને) જાણે છે માટે જાણનાર છો? કે જાણનાર જણાય છે માટે જાણનાર છો? (શ્રોતા-હર્ષથી તાળીઓ પાડે છે.)
આ વાત પ્રભુ મેં અનંતકાળથી સાંભળી નથી. આજે આપના શ્રીમુખેથી સાંભળી અને એ મને બેસી ગઈ. અને નેવું વરસની ઉંમરનાં ડોશામાં ને સમ્યગ્દર્શન થઈ જાય. અને પર જણાય છે એવા પક્ષમાં રહે તો પંડિતોને પણ અનુભવ ન થાય. આ બહુ ભણેલો છે તો અનુભવ થાય ? “ના” ન થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com