________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૫
પ્રવચન નં. – ૨૩ ઉત્પન્ન થાય. એવું તો છે નહીં વસ્તુમાં-સ્વભાવમાં તો નથી. અજ્ઞાનીને એમ ભાસે છે તો એ તો અજ્ઞાન છે એનું. “આવો વસ્તુસ્વભાવ છે” આવો વસ્તુનો સ્વભાવ છે. બેય પદાર્થ ભિન્ન ભિન્ન છે, તદ્દન! કંઇ લેવા-દેવા નહીં. કોઇ સંબંધ હશે, કોઇક સંબંધ? કોઇ પ્રકારનો સંબંધ (હશે ?)
કે ક્યાં? જ્યાં આત્માને પરની સાથે જરા જેટલો સંબંધ પણ માન્યો તો સંસાર છે. ત્રણ પ્રકારનાં સંબંધ છે (તેમાં) એક કર્તાકર્મ સંબંધ, એક નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અને જ્ઞાતા-શેયનો સંબંધ પરની હારે, કે પરની હારે કર્તા-કર્મ સંબંધ નથી, કેમકે કર્તાકર્મ એક દ્રવ્યમાં જ હોય, પરની સાથે કર્તા-કર્મ સંબંધ નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી કેમકે નિમિત્તનું લક્ષ કરતો નથી ઈ તો આત્માનું “લક્ષ' કરે છે. એટલે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી જાય છે.
અને જ્ઞાતા-શેયનો પણ સંબંધ નથી. જ્ઞાતા-જ્ઞાન-શેય અહીંયાં અભેદ થાય છે. એટલે કોઇપણ પ્રકારનો સંબંધ નથી “નાસ્તિ સોંડપિ સંબંધ:' “પર દ્રવ્યો આત્મા
તત્ત્વયો:”
સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું, સંતોએ ઝીલ્યું ગણધર ભગવાન આદિ અને કુંદકુંદભગવાન સુધી (ગુરુપરંપરા) વાત આવી ને એમણે આ શાસ્ત્રની રચના કરી.
કેઃ પુદ્ગલ આદિ પરદ્રવ્યો પરિણમે છે આ, અહીંયાં જ્ઞાનરૂપે આત્મા પરિણમે છે. ઓલું એનું પરિણમન થાય છે માટે અહીંયાં વિકાર ઉત્પન્ન થાય છે એમ છે નહીં. આહા...હા ! એમ કહ્યું.
“આવો વસ્તુ સ્વભાવ છે તોપણ છે તો બે પદાર્થ ભિન્ન ભિન્ન. “તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદ ચાખી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી/બીજા પદાર્થના ગુણ અને બીજા પદાર્થ અને જાણીને તેમને સારાં-નરસાં માની-ઠીક અઠીકની કલ્પના કરી જ્ઞયમાં (કોઈપણ) ઠીક અઠીક છે નહીં. કોઇ જ્ઞય ઠીક અને કોઇ જ્ઞયા અઠીક, એવા નામ લખેલા નથી. શેય એટલે શેય!
આહા...હા ! કલ્પના કરે છે આ ઠીક ને આ અઠીક. પોતે બે ભાગ પાડે છે. “સારા” નરસાં માની રાગદ્વેષ કરે છે તે અજ્ઞાન છે' આહા! પરને જાણીને રાગ-દ્વેષ કરે છે ઇ તો એનું અજ્ઞાન છે. આત્માનો સ્વભાવ રાગ-દ્વેષ કરવાનો નથી. અને પરપદાર્થ હોય તેથી અહીં રાગદ્વેષ થાય એમ પણ નથી. પોત પોતાના સ્વભાવે પરિણમે છે, બેય પદાર્થ!
હવે આ વિષય આપણો પૂરો થયો.
જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે.
(પરમાગમસાર બોલ ૬૩૦)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com