________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૬
(શ્રોતાઃ ) બન્ને ડિપાર્ટમેન્ટ જુદા છે! (ઉત્તર:) ડિપાર્ટમેન્ટ અલગ-અલગ છે. બન્ને જુદા છે. કોઈ ભાગ-લાગ આત્માની સાથે નથી. ઓલા શબ્દને ય નથી આ કાનને ય ભાગલાગ નથી અને કાનતરફનો ઉઘાડ ભાવ-ઇન્દ્રિયજ્ઞાન-ખંડજ્ઞાન એની સાથે એને જ્ઞાતા-Âયનો સંબંધ થયો છે, મારી સાથે જ્ઞાતા-Âયનો સંબંધ થઈ શકતો નથી. આત્મા ભિન્ન ને આત્માનું જ્ઞાનભિન્ન ! ઇન્દ્રિયજ્ઞાન ભિન્ન, રાગ ભિન્ન અને શબ્દ પણ ભિન્ન-બધું ય ભિન્ન-ભિન્ન છે! આહા...હા ! કોઈ, કોઈને કહેતું નથી. શબ્દ કહેતો નથી કે ‘તું મને સાંભળ’ .
આહા...! મફતનો એ પોતે કાં ગુસ્સે થાય અને કાં રાજી થાય પોતે હોં? બહુ સારા મારા વખાણ કર્યાં! એ વખાણ કર્યાં એ કેનાં વખાણ કર્યાં? કોણે સાંભળ્યું ? એનો તો વિચાર કર ! કોણે કહ્યું ને કોણે સાંભળ્યું! કહેનાર કોણ ને સાંભળનાર કોણ ?
અને એનો જાણનાર કોણ ? એનાથી ભિન્ન આત્માનો જાણનાર કોણ ? ભેદજ્ઞાનની
ગાથા છે.
એ કાંઈ મફતનો તું હાથે કરીને દુ:ખી થાશ, મને કહ્યું, મને કહ્યું (માને છે પણ) તને તો કોઈ કાંઈ કહેતું નથી. આહા....હા! બીજું એકે એને સાંભળવાનું તારી પાસે જ્ઞાન નથી. (શ્રોતાઃ) તું કોણ છો એ નક્કી કરી લે! (ઉત્તરઃ ) તું કોણ છો ? એ કાંઈ મને કહે છે? તું કહે છે મને કહ્યું તો મને એટલે કોને? આ કોને કહ્યું આ ઈ તો વિચાર કર !
આહા...હા ! માથે મતનો ઓઢી લ્યે છે! આહા...હા! કેનાર કોણ, સાંભળનાર કોણ, એનો જાણનાર કોણ ને એનાથી ભિન્ન આત્માનો જાણનાર કોણ આહા...હા ! આ ભેદજ્ઞાનની વાત ચાલે છે. ઈ એક ગાથા થઈ, હવે બીજી ગાથાં. દશવાગ્યા સુધી છે ને દશનો ટાઈમ ? ( શ્રોતાઃ ) જી, હા.
પુદ્દગલ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે આહા...! પુદ્દગલદ્રવ્ય શબ્દરૂપે પરિણમ્યું છે એનો આત્મા તો શબ્દરૂપે પરિણમતો નથી. એનો આત્મા જુદો, શબ્દ નીકળે ઈ જુદું છે. બેયની એકતા અંદર છે નહીં. તેનો ગુણ, જે પુદ્દગલ દ્રવ્ય શબ્દરૂપે પરિણમે, તેનો ગુણ તારાથી તો અન્ય છે, એ શબ્દની પર્યાય તારાથી તો ભિન્ન છે.
તું તો જાણના૨-દેખનાર શાયક પ્રભુ આત્મા છો, અને જે શબ્દ પરિણમે છે સામે, એ શબ્દ એ તો તારાથી ભિન્ન છે. પુદ્ગલ તો તારાથી ભિન્ન છે પણ પુદ્ગલનો જે ગુણ છેનિંદા-સ્તુતિના શબ્દો પરિણમન, એવો જે ગુણ એટલે પર્યાય-શબ્દની પર્યાય એ અન્ય નામ ભિન્ન છે આત્માથી, તારાથી અન્ય છે. આહા....! તું તો જ્ઞાનમય આત્મા છો, શબ્દો તો પુદ્ગલની પર્યાય છે, પુદ્ગલ તારાથી ભિન્ન અને પુદ્ગલની જે અવસ્થા શબ્દોરૂપે થઈ એ પણ તારાથી ભિન્ન છે.
તો, હું અજ્ઞાની જીવ! આહા! જે તારાથી ભિન્ન છે એને હું અજ્ઞાની જીવ ! તને કાંઈ પણ કહ્યું નથી. આહા.....! પુદ્ગલ એ શબ્દરૂપે પરિણમે છે, પણ તને તો કાંઈ કહ્યું નથી. (તું માને છે) કે મારું નામ લઈને કહે છે તો કે તારું નામ તો રવિચંદ છે નહીં, તારું નામ તો જ્ઞાયક છે. રવિચંદ તો તારું નામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com