________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસારાય નમઃ શ્રી શુદ્ધાત્મને નમઃ
શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨
તા. ૨૫-૯-૧૯૯૬ રાજકોટ પ્રવચન નં.-૧૬
આજે પર્યુષણ પર્વાધિરાજનો નવમો દિવસ છે. ‘ઉત્તમ આર્કિચન્ય ધર્મ' નો દિવસ છે. જેમનો મોહ ગળી ગયો છે અને પોતાના આત્મતિમાં સદા રત છે, તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે. અને ગૃહાદિકને છોડીને મોક્ષના અર્થે જેઓ તપ કરે છે, એવા મુનિઓ વિરલા જ હોય છે–સાચા સાધુ વિરલા હોય છે. તથા જેઓ પોતાના હિતને માટે તપ કરી રહ્યા છે; તેમજ બીજા તપસ્વી મુનિઓને શાસ્ત્ર આદિકનું દાન કરે છે- આપે છે, ત્યાગ કરે છે અને તેમના સાથી છે તેવા યોગીશ્વરો આ જગતમાં અત્યંત દુર્લભ છે. એમાં આજે નવમો દિવસ પૂરો થયો. હવે આપણે ચારિત્રના કારણરૂપ જે સમ્યગ્દર્શન...! કેમ કે સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોય નહીં, ત્રણ કાળમાં ન હોય! ભલે નગ્ન થઇ જાય, દિગમ્બર મુનિ થઇ જાય અને અગિયાર અંગ ભણી ચૂકે! તો પણ એને નિર્જરા થતી નથી. પણ...એ જીવ બંધાય છે, મિથ્યાત્વના પરિણામનો સદ્દભાવ હોવાથી બંધાય છે. અને જેને મિથ્યાત્વનો નાશ થઇ, સ્વરૂપમાં લીનતા રૂપ ચારિત્ર પ્રાપ્ત કરે છે, એવા મુનિઓ આકિંચન્ય ધર્મને ધારણ કરે છે.
હવે. સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય? ચારિત્ર પહેલાં સમ્યગ્દર્શન ( પ્રગટે ) સમ્યગ્દર્શન એકડો છે, મોક્ષમાર્ગનો દરવાજો છે, પ્રથમ સીડી છે! એની વાત આપણે ચાલે છે અત્યારે, આવી ( અદ્દભુત ) દશ ગાથા દિગમ્બર શાસ્ત્રોમાં બીજે ક્યાંય નથી. છૂટી-છવાઇ વાત છે બધી જગ્યાએ ! કેઃ આત્મા ૫૨ને જાણતો નથી. એવી વાત તો છે, એ વાત નથી એમ નથી. પણ...સળંગ દશ ગાથા, આવી અપૂર્વ છે નહીં!
હવે, દિગમ્બર શાસ્ત્રોમાં ક્વચિતા-કવચિત્ છે તો અન્યમતમાં તો આ વાત,
ક્યાંથી હોય કેઃ આત્મા ૫૨ને જાણતો નથી અહીંયાં તો કહે છે કે આત્માનો સ્વભાવજ ૫૨ને જાણવાનો નથી, જેમ ૫૨નું કર્તૃત્વ નથી અકા૨ક અને અવેદક છે તેમ આત્માનું જ્ઞાન કદી પણ ત્રણકાળમાં પોતાને જાણવાનું છોડીને, ૫૨ને જાણવા જાય, એવો આત્માનો સ્વભાવ નથી, અને છતાં, એમ માને છે કે ‘હું ૫૨ને જાણું છું' તો એને મિથ્યાત્વનું મહા પાપ લાગે છે. શરીરને જાણે, તો શરીર મારું એમ એને ભાસે, રાગને જાણે, તો રાગ મારો પણ... એને ) જાણવું એના સ્વભાવમાં જ નથી, એનો સ્વભાવ તો પોતાને જાણવાનો છે અને પોતાને જાણતાં–જાણતાં કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધીમાં, સાધક અવસ્થામાં ઇન્દ્રિયજ્ઞાન એને હોય છે, તો તે ઇન્દ્રિયજ્ઞાન ૫૨ને જાણે છે પણ...આત્માનું જ્ઞાન ત્રણકાળમાં ૫૨ને જાણતું જ નથી. ભૂતકાળમાં જાણ્યું જ નથી, વર્તમાનમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com