________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૧૦ પહેલાં તો બહુ આપતો” તો! હવે આજ આપી દઉં.
એક ગુરુને પચાસ શિષ્ય હતા. અને એને બધું શીખવાડયું-સમજાવ્યું. એમાં એને એમ કહ્યું: “કે અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે” “લાકડાને બાળે તે અગ્નિ” પહેલે દિવસે એમ સમજાવ્યું કે “લાકડાને..બાળે તેનું નામ અગ્નિ! બધાને પૂછયું કે સમજ્યા તમે કાંઇ? બરાબર સમજ્યા પ્રભુ! લાકડાને બાળે તેનું નામ અગ્નિ છે! ઊભા થઇને બધા બોલ્યા. બીજે દિવસે બીજો પાઠ આપ્યો કે ઉષ્ણ તે અગ્નિ છે! ઊભો થઇને બધા બોલ્યા. બીજે દિવસે બીજો પાઠ આપ્યો “કે ઉષ્ણ તે અગ્નિ' કે બોલો શું આજે કહ્યું? (બધા એકીસાથે બોલ્યા, “ઉષ્ણ તે અગ્નિ” હા, જો! બધું ગોખી લીધું છે. ગોખણપટ્ટી સાચી છે! પછી ત્રીજે દિવસે કહે, આહાહા ! “એ અગ્નિ છે...તે અગ્નિ જ છે” લાકડાને બાળે તે અગ્નિ નહીં, અને ઉષ્ણ તે પણ અગ્નિ નહીં. અસદભૂત વ્યવહાર કાઢી નાખ્યો ને “સદભૂત વ્યવહાર” પણ કાઢી નાખ્યો અને પરમાર્થ ” જેવો છે એવું બતાવ્યું! “અગ્નિ તો અગ્નિ જ છે.'
હવે ઇ દષ્ટાંત આપ્યો, પછી કહે છે.
આત્માનું જ્ઞાન, જે જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાન પણ છે અને શેય પણ છે. અને એ જ્ઞાનમાં દ્રવ્ય અને પર્યાય જણાય છે ઈ પણ એનું શેય છે. જ્ઞાતા, જ્ઞાન અને શેય- જ્ઞાતા દ્રવ્ય છે, જ્ઞાન તેની પર્યાય છે અને જોયો એમાં જણાય છે. “જોયો” એટલે પોતાનો આત્મા દ્રવ્યગુણ-પર્યાયથી અભેદ જણાય છે ઇ જોય છે.
હવે.....એને બદલે ભિન્નપદાર્થો તને જણાય છે મૂર્ખા! અભિન્ન તને જણાતું નથી તારા જ્ઞાનમાં? કે: “ના” મને જણાતું નથી.
અહા ! પછી શિષ્યની પરીક્ષા લીધી, પચાસની હોં? ત્યારે બાજુમાં સગડી રાખી હતી. ન્યાં અગ્નિ છે કે નહીં, જોઈ આવ? ગોખતો-ગોખતો ગયો “લાકડાને બાળે તે અગ્નિ!' લાકડાને બાળે તે અગ્નિ, તો લાકડાને બાળતું તું લાકડા મૂકયા 'તા એમાં! કે શું તમે જોઈ આવ્યા? કે લાકડાને બાળે છે તેનું નામ અગ્નિ છે. “સીટ ડાઉન ”—બેસી જાવ તમે. પછી બીજાને ઊભો કર્યો, જોઇ આવ્યા? કે હા જોયુંસાહેબ! ઉષ્ણ તે અગ્નિ છે. ઠીક! ત્રીજાને ઊભો કર્યો “અગ્નિ તો અગ્નિ જ છે” મેં લાકડાને બાળે એવી અગ્નિ જોઇ નથી, એમાં છે કે નહીં કહે. એમ..!! વાહ!! ત્યારે ! ઉષ્ણ તે અગ્નિ એમાં જ નહીં, એવી અગ્નિ પણ મને દેખાણી નહીં/ગુણ-ગુણીનો ભેદ નીકળી ગ્યો!
એમ જ્ઞાનમાં પણ આહા....હા! જ્ઞાન આત્માને જાણે છે ને પરને જાણે છે એ બધું... વ્યવહારનાં કથનો છે ને વ્યવહારનાં કથનો છે, એ કથનો સાચાં લાગે છે. એ મોટું એને નુકસાન થઇ જાય છે!!
એમ દીવાનો પ્રકાશ, પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય છે. એમ આત્મા, જ્ઞાતા પણ છે, જ્ઞાન પણ છે, અને જ્ઞય પણ છે. આત્મા જ્ઞાતા છે અને આ બહારના પદાર્થો મારું શેય છે.
એ તો ભ્રાંતિ છે વ્યવહાર પણ નથી ! ભ્રાંતિ છે છોડી દે! એને હું જાણતો નથી જા ! (મને તો) જાણનાર જણાય છે એમાં આવી જા અને છમહિના વધારેમાં વધારે કોશિશ કરીશ તો તને અનુભવ થઇ જશે!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com