________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૧
પ્રવચન નં. – ૧૪ સ્વ-પર પ્રકાશક કહે ગુરુદેવ! સેંકડો વાર, ૧૧ ભાગમાં! કયે કે નહીં? (શ્રોતા) કહે છે (ઉત્તર) અને બીજી બાજુએ એ જ પુરુષ કહે છે કે તારા જ્ઞાનનું કોઈ શંય નથી! અનંતા સિદ્ધો તારા જ્ઞાનનું શેય નથી! અનંતા કેવળીઓ પંચપરમેષ્ઠી ને અમે ! ગુરુ કહે છે કે અમે તારા જ્ઞાનનું શેય/અમે તો તમારા નથી પણ અમે તમારા જ્ઞાનનું જોય નથી!
તમારા જ્ઞાનનું જોય તો તમારો ભગવાન આત્મા છે.
આંહીયાથી શયને ઉથાપ્યું છે અનંતકાળથી! આંહીથી જ્ઞયને ઉપથાપ્યું છે. ને ઇ જ્ઞયને અહીંયાં સ્થાપ્યું છે બહારમાં!! હવે જ્યાં ય સ્થાપ્યું છે ત્યાં જ “ઉપયોગ” જાવાનો! અંતરમાં નહીં આવે ઉપયોગ !! આહા..હા!
ચાર, ચાર છે, છ કલાક ભલે શાસ્ત્રસ્વાધ્યાય કરે ! કે ધ્યાનમાં બેસે !! આહા...હા ! કે ધ્યાનની શિબિરમાં જાય ! શિબિરમાં જનારા ઘણાં, સમજી ગ્યા? એક ભાઈ આવ્યા છે. સરળ છે. એને પૂછ્યું આજ, કે તમે જાવ છો શિબિરમાં, ઠીક છે ધ્યાનની શિબિરમાં ત્યાં જઈએ છીએ. એકવાર શાંતિભાઈ ઝવેરીએ હારે એક બહેન હતાં. અમે તો વીસ વાર ગયા ત્યાં કહે શિબિરમાં! એને પૂછયું કે, ધ્યાનની શિબિર હોય, તો એમાં ધ્યેય' શું બતાવે છે? કહે છે કોઈ ધ્યેય બતાવતું નથી. પણ આકાશમાં બાણ છોડ તું આકાશમાં? “લક્ષ' વગરનું બાણ શું કામનું? તારું તીર કયાં જાશે ? આહા..હાએ એમને એમ ગતાનુગત! એમાં પાછા જાનારા વખાણ બહુ કરે, વખાણ બહુ કરે એટલે બીજો પણ (દોટ મૂકે !) વ્યવહારની વાત તો જલ્દી અપનાવી લ્ય !!
આખો દિવસ ચોવીસેય કલાક અમે પરને જાણીએ છીએ. તું નથી જાણતો! તારી ભ્રાંતિ છે . આહાહા ! હું જ્ઞાતા ને છદ્રવ્ય મારું જ્ઞય, મોટી ભ્રાંતિ છે, વ્યવહાર નથી. ભ્રાંતિ શબ્દ વાપર્યો છે. આહાહા ! એની છ કેસેટ ય નીકળી ગઈ છે. (કળશ-ર૭૧) ફ્રીમાં આપી ઘણી કેસેટો! એક અમેરિકાથી બહેન આવ્યા હતા ઇ કહે કે અગિયાર હજાર રૂપિયા મારા, આ છ કેસેટ એકદમ ! ફ્રી કરીને આપો પછી ખૂબ પૈસા આવ્યા. અને ખૂબ વહેંચી અને ઘણા જીવોએ કેસેટ સાંભળી ! ઘણા પ્રશંસા કરે કે આ કેસેટ ઉત્તમ છે. “પરને જાણું છું' ઈ શલ્યને કાઢી નાખે !
એટલે કહે છે આચાર્યભગવાન અહીંયાં કે આ રૂપને જાણનારું ચક્ષુઇન્દ્રિય છે. આખંનો ઉઘાડ રૂપ ને જાણે છે. સંતો, કહે છે “દખે છતાં નહીં દેખતો, ચાલે છતાં નહીં ચાલતો..બોલે છતાં અબોલ, તત્ત્વ સ્થિતિ અડોલ' પ્રતિમાની સામે દર્શન કરે છે. દર્શન કરીને બોલે છે ત્યાં ઊભા-ઊભા, “દેખે છતાં નહીં દેખતો. દેખે છે કોણ આંખનો ઉઘાડ! ભગવાનને દેખે છે. પણ અંદરનો ઉઘાડ આ નિજપરમાત્માને દેખે છે. “દેખે છતાં નહીં દેખતો' આહા...હા! આ ઇબ્દોપદેશ” માં એક શ્લોક છે, બહુ ઊંચો શ્લોક છે.
દેખે છતાં નહીં દેખતો” “સેવે છતાં અસેવક' “કર્તા દેખાય છતાં અકર્તા એમ ઘણા ઘણા પ્રશ્નો એમાં શાસ્ત્રોમાં વાત આવી છે. અહીંયાં તો આપણો વિષય છે છે કે આત્મા પરને જાણતો નથી. આહા...હા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com