________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૭૪
જ્ઞાનમાં...૫૨૫દાર્થ જણાય છે, એવી જે મિથ્યાબુદ્ધિ છે એ (આત્માના) અનુભવમાં બાધક છે. ત્યારે ઇ ત્યાંથી પાછો ફરે છે અને કુદરતી જિનવાણી આ દશ ગાથા (૩૭૩/૮૨) હાથમાં આવે છે, પરિણામમાં પલટો આવી જાય છે. પાત્ર જીવને...સંતોની વાણી...જગાડે છે.
આહા...હા ! જાગ....જાગ! તારો જ્ઞાનનો સ્વભાવ તો તને જાણવાનો છે. ‘જેનું જે હોય તે તે જ હોય ’ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. એમ જ્યારે આવે છે ત્યારે એને ( આત્મ ) અનુભવ થાય છે.
જે વાત (આત્માના ) અનુભવમાં બાધક છે, એ બાધક તત્ત્વ નીકળી જાય, અને સાધક બની જાય અને અલ્પકાળમાં પરમાત્મા થાય છે.
હવે, દષ્ટાંત પૂરો થયો-દીપકનો દષ્ટાંત પૂરો થયો. કે દીવાનો પ્રકાશ, પ્રકાશ પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે. દીવાનો પ્રકાશ, ઘટપટ આદિ બાહ્યપદાર્થોને પ્રકાશતો નથી. (કોઇ કહે) કે એકાંત થઇ જશે? સમ્યક્એકાંત થશે ભાઈ! કારણ કે બાહ્યના પદાર્થો દીવાથી ભિન્ન છે. તો દીવાનો પ્રકાશ ન્યાં સુધી જતો નથી કે એને પ્રકાશે ! એ તો પોતાના સ્વચતુષ્ટયમાં રહે છે.
દ્રવ્ય, પર્યાયને પર્યાય દ્રવ્યને છોડીને / એ બે ભાગ પડી જાય ને પર્યાય જુદી થઇને ઘડાને પ્રસિદ્ધ કરવા જાય એમ છે નહીં. કર્તાકર્મ અને કા૨ણ-કાર્ય એમ ઉપાદાનમાં જ છે, નિમિત્તની હારે એને કાંઇ સંબંધ નથી.
એ વાત...હવે સિદ્ધાંતની વાત ઉતારે છે.
‘એવી રીતે હવે દાષ્કૃત છે-સિદ્ધાંત (છે). પહેલાં દૃષ્ટાંત હતો. ‘બાહ્ય પદાર્થો-પોતાના આત્મા સિવાયના બાહ્યપદાર્થોમાં અનંતસિદ્ધો આવી ગયા, પંચપરમેષ્ઠી એમાં-બાહ્યપદાર્થોમાં આવી ગયા, અનંતા પુદ્દગલ-૫૨માણુ બાહ્યપદાર્થોમાં આવી ગયા, અનંતા જીવો એ પણ બાહ્યપદાર્થોમાં આવી ગયા.
‘બાહ્યપદાર્થો/હવે બાહ્યપદાર્થોની વ્યાખ્યા કરે છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ-પાંચ ઇન્દ્રિયોના વિષયો પહેલાં લીધા (એ બધા ) પુદ્દગલની પર્યાય તથા ગુણ અને દ્રવ્ય, એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અન્યજીવો બધા ય આવી ગયા. અન્ય જીવોના ગુણોને આત્મા જાણતો નથી. ઇ આત્માનું જ્ઞાન એને નથી જાણતું. આત્માનું જ્ઞાન આત્માને છોડીને ૫૨૫દાર્થ ને કે ૫૨૫દાર્થની પર્યાયોને, કરવાની વાત તો છે જ નહીં વસ્તુમાં (કરું છું માને ) એ તો મૂઢ અજ્ઞાની છે.
ઈશ્વરનો કર્તાવાદી અને આત્મા ૫૨ને સુખી-દુ:ખી કરે, આશીર્વાદ આપે કે તારી ઘે, એમ વસ્તુના સ્વભાવમાં નથી. ( ઈશ્વરવાદી. અને આવા અભિપ્રાયવાળા બન્ને સમાન માન્યતાવાળા છે)
,
આહા...! ‘તથા ગુણ અને દ્રવ્ય ' હવે દષ્ટાંત આપે છે ‘જેવી રીતે દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઇ કાર્યને જોડે તેમ'/આમ સમાજમાં એવું દેખાય (છે કે) આ મારું કામ તું કરી દે, હાથ પકડીને કહે: આ કામ તું કરી આવ. એ સમાજમાં થાય! દષ્ટાંતમાં. એમાં ઇ (પરનું) કરી શકે છે કે અહીંયા સિદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com