________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં.
૨૭૫
નથી કરવું, તો જેમ બહારમાં (જગતમાં) પદાર્થોમાં આવો વ્યવહાર છે, બહાર પદાર્થમાં આવો વ્યવહા૨ છે સમાજમાં ‘તેમ-તેવી રીતે આત્માને સ્વ-જ્ઞાનમાં-આત્માને આત્માના જ્ઞાનમાં, સ્વજ્ઞાનમાં એટલે પોતાના જ્ઞાનમાં બાહ્યપદાર્થોને...જાણવાના કાર્યમાં...જોડતા નથી.' (દૃષ્ટાંતથી ઊંધું સમજવાનું)
કેઃ તું મને સાંભળ ! મફતનો આ માથું ફોડે છે !
અનંતકાળથી...૫૨ને જાણતાં-જાણતાં અનંતકાળ ગયો! આહા...! સાક્ષાત્ તીર્થંકર ભગવાનને જાણ્યા એણે. સન્મુખ થઇને! આહા! વંદન, પૂજા, ભક્તિ, આરતી ઉતારી, ૫૨પદાર્થને જાણ્યા પણ પ૨પદાર્થને જાણતાં ‘જીવને જ્ઞાન પણ ન થાય અને સુખ પણ થતું નથી.’
=
૨૨
‘ આત્માને સ્વજ્ઞાનમાં' એટલે આત્માના જ્ઞાનમાં. ‘બાહ્યપદાર્થોને જાણવાના ‘કાર્યમાં ’| બાહ્યપદાર્થ, એને જાણવાનું કાર્ય થાય એમાં ‘જોડતા નથી ’ કે: ‘તું મને સાંભળ’. એક-એક ગાથા જે આવી ગઇ એને ટૂંકાણમાં (સક્ષેપમાં) સંકેલે છે ટીકાકાર !
‘તું મને સાંભળ ’–પુદ્દગલો એમ કહેતા નથી શબ્દ, કેઃ તું મને સાંભળ. ‘તું મને જો’ ચક્ષુઇન્દ્રિયનો વિષય રૂપ, ‘તું મને સૂંઘ’ ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય, ‘તું મે ચાખ’ ‘૨સ, ‘તું મને સ્પર્શ' ટાઢી-ઊની અવસ્થા! ‘તું મને જાણ' ગુણ અને દ્રવ્યને.-બીજાં દ્રવ્યો અને બધા ગુણો એમ કહેતા નથી કે ‘તું મને જાણ’
‘ અને આત્મા...પણ !' બીજો દૃષ્ટાંત આપે છે. ‘આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ' આ જ્ઞાન ત્યાં જતું નથી. સોય તો ન્યાં જાય છે પણ જ્ઞાન ત્યાં જતું નથી. પહેલામાં શેયો જ્ઞાનમાં આવતા નથી. હવે જ્ઞાન, શૈયો તરફ જતું નથી. સૌ સૌની સ્થિતિમાં પડેલા છે, પદાર્થ!
‘લોહચુંબક પાષાણથી ’ ચુંબક એક પથ્થર આવે છે. એ પાષાણથી ‘ ખેંચાયેલી લોખંડની સોયની જેમ' લોખંડની સોય, પોતાની યોગ્યતાથી, ત્યાં ખેંચાઇને ચોંટી જાય છે. ઇ...લોહચુંબક કહેતો નથી સોયને, કે તું મારી પાસે આવ' એમ કહેતું નથી. પણ સ્વયમેવ એવો કોઇ મેળ છે કે ઈ (સોય ) ખેંચાઇને ત્યાં (લોહચુંબકને) ચોંટી જાય છે. તો ઇ સોયની જેમ ‘પોતાના સ્થાનથી વ્યુત થઇને' સોય તો પોતાના સ્થાનને છોડે છે (ચ્યુત થાય છે) પણ જ્ઞાન, પોતાને જાણવાનું છોડતું નથી. પોતાના સ્થાનને જ્ઞાન છોડતું નથી.
ટયુબલાઇટનો પ્રકાશ, ટયુબલાઇટ-દ્રવ્યને વીંટળાયેલો છે. દ્રવ્યને પર્યાયની જરાય ભિન્નતા નથી. અભિન્નતા છે. (પર્યાય ) દ્રવ્યથી ભિન્ન હોય તો દ્રવ્યનો નાશ થાય. આ જ્ઞાનપ્રધાન કથન આવ્યું. હવે શેયપ્રધાન કે સર્વથા ભિન્ન છે પર્યાય, એ દૃષ્ટિની મુખ્યતાથી વાત હતી. હવે આ શૈયપ્રધાન વાત આવી. ‘પોતાના સ્થાનથી ચ્યુત થઇને ‘તેમને' એટલે બાહ્યપદાર્થોને ‘જાણવા જતો નથી' અનંતકાળ ગયો! પણ આત્માનું જ્ઞાન ૫૨ને જાણવા ગયું નથી, અત્યારે પણ પ૨ને જાણવા જતું નથી અને ભવિષ્યકાળે કેવળજ્ઞાન થશે, ત્યારે પણ ૫૨ને જાણવા જશે નહીં. પોતાના ભાવને છોડી ને પરભાવરૂપે થાય નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com