________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૩
પ્રવચન નં. – ૨૨ થઇ રહ્યો છે થાય છે. એ બે પ્રકારના પ્રતિભાસમાં અનંતકાળથી આત્મા, પરસ્વરૂપ (પરસનુખ) વળી ગયો છે ઉપયોગ અને એ ઉપયોગનો દુરુપયોગ કરી રહ્યો છે. એમાં તો આ સંસાર ઊભો થયો! ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થયું.
હવે કહે છે કે બે પ્રકારના પ્રતિભાસ હોવા છતાં, જ્ઞાનની પર્યાય તો એક જ છે. એ (એક) જ્ઞાનની પર્યાયમાં બે પ્રકારના પ્રતિભાસ સ્વ-પરના થાય છે. એવું જે એક જ્ઞાન અને
યાકારજ્ઞાન કહેવામાં આવે છે. અહીંયાં સુધી તો સ્થિતિ છેઆ પદાર્થની. પ્રત્યેક જીવમાં આ mયાકારજ્ઞાન પ્રગટ થાય છે. પહેલાં “ઉપયોગ” પ્રગટ થાય છે એમ કહ્યું પછી પ્લસ (વત્તા) કર્યું કે સ્વ-પરનો પ્રતિભાસ થાય છે. સ્વ-પરના પ્રતિભાસમય ઉપયોગ છે. પ્રતિભાસથી ઉપયોગ જુદો નથી. એવો જે “ઉપયોગ” એક સમયનો, એને જોયાકારજ્ઞાન કહેવામાં આવે છે. (સ. સા.) છઠ્ઠીગાથામાં એને જોયાકારજ્ઞાન કહ્યું. શુદ્ધઆત્મા પછી એનો અનુભવ કેમ થાય? એ વાત ચાલે છે અત્યારે. અને અનુભવમાં શું બાધક છે એ વાત પણ આપણને જણાવે છે, આચાર્ય મહારાજ (કુંદકુંદાચાર્યદેવ ભાવલિંગી સંત !).
કે: એ શેયાકારજ્ઞાનમાં જ્ઞાયક જણાય છે! શેયો કોઈ જાણતા નથી “આ ” આહા..હા! શેયોનો એમાં પ્રતિભાસ થવા છતાં પણ જ્ઞાયક જણાય છે” પર શેય તો જણાતા નથી, પણ mયો જેમાં જણાય છે. પ્રતિભાસે છે એવી જ્ઞાનની પર્યાય પણ અમને જણાતી નથી. છે શેયાકારજ્ઞાનમાં ત્રીકાળી ભગવાન આત્મા-જણાય છે. એ જ્ઞાયકપણે જે જણાયો એમાં કરણલબ્ધિના પરિણામ આવી ગયાં. સવિકલ્પ..સ્વસંવેદનશાન થઇ ગયું!
પછી..ઉત્તરોત્તર ક્ષણે, તરત જ જે શેયાકારજ્ઞાનમાં જ્ઞાયક જણાયો, તે સ્વરૂપ અનુભવમાં પણ તેનો તે પ્રત્યક્ષ થયો (નિર્વિકલ્પ સ્વાદ આવ્યો) ઓલી સવિકલ્પ દશા હતી, એના પછી સવિકલ્પદશાનો વ્યય થાય છે ને નિર્વિકલ્પ ધ્યાન આવે છે!! તો એમાં (નિજ) પરમાત્માના દર્શન થાય છે, ત્યાં (અપૂર્વ) આનંદ આવે છે. શેયાકારજ્ઞાનમાં જ્ઞાયક જણાયો ત્યાં આનંદ નહોતો, જણાયો એ વાત સાચી, અને જે જણાયો તે જ જણાશે હમણાં (તુરતજ)...જણાયો તે જ હમણાં જણાશે, અને એવો જ આત્મા જણાયો જ્યાં જણાયો ત્યાં એને અતીન્દ્રિયઆનંદનો સ્વાદ આવે છે. ભવનો અંત થઈ ગયો, કોલકરાર! કોઇને પૂછવાની જરૂર નહીં.
આહા..હા! એવી બે વાત આ “સમયસારમાં છે. અનુભવનો વિષય (ધ્યેય) શું? અને અનુભવ કેમ થાય? તેની વિધિ પણ બતાવી છે.
હવે આંહી આચાર્ય ભગવાન, એક માર્મિક વાત કરે છે (કે જેમાં) આખું જગત ભૂલ્યું છે. એમાં આખું જગત ભૂલવામાં છે.
કે જ્ઞાનનો સ્વભાવ જ પરને જાણવાનો છે! કરવાનો નો હોય તો કાંઈ નહીં અમને મંજૂર છે. કર્તા નથી. “કર્તા નથી” એટલો જેને વિવેક આવ્યો હોય એની વાત છે. કર્તા બુદ્ધિ હોય એને તો કાંઇ (તત્ત્વની) ખબર જ નથી. પણ કર્તા બુદ્ધિ જેને ગળી હોય, ટળી નથી. ગળી હોય એ બીજા તબક્કામાં આવે છે કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com