________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૭૨
આવ્યો છે એવો જ આત્મા બીજા જીવોને પણ અનુભવમાં આવે છે. અનુભવના વિષયમાં કિંચિત્માત્ર ક્યાંય કદી ફેરફાર હોતો નથી. જેવો અનુભવ અમે સામાન્યનો કર્યો છે કે સામાન્ય શુદ્ધમ્ વિશેષ અશુદ્ધમ્' એવા ટંકોત્કીર્ણપરમાત્માના અમે દર્શન કર્યાં છે. અને જેમને પ્રચુર આનંદનું વેદન વર્તે છે. સ્વસંવેદનજ્ઞાનથી અમે પ્રતિતમાં લીધો છે. શાસ્ત્ર વાંચીને નહીં, ગુરુની વાણી સાંભળીને નહીં, તીર્થંકર પ્રભુએ કહ્યું છે માટે મારો આ (શુદ્ધાત્મા) છે એમ અમે ન માન્યું. અમે તો અંદરમાંથી કહ્યું ભગવાન સર્વજ્ઞ ૫૨માત્માએ, એ આત્મા એવો છે કે નહીં અંદરમાં જઇ, અંતર્મુખ થઇ અને આત્માનાં દર્શન કર્યાં છે. દર્શન કર્યા પછી અમે આ શાસ્ત્ર લખીએ છીએ. અને અમને જેવાં દર્શન થયાં છે. જ્ઞાનને આનંદમયી આત્માના એવા દર્શન, અનુભવ તમને થશે...થશે. કચિત્ થાય ને ચિત્ ન થાય, એવી વાણી ન હોય. નબળી વાણી હોય. પુરુષાર્થ પ્રેરક હોય. જ્યાં જ્યાં કથંચિત્ લગાડશે તો એમાં રહી જશે ભાઈ ! અમારો જેવો સ્વભાવ છે એવો જ તારો સ્વભાવ છે. ‘જો નિગોદમેં સો હી મુજમેં, સો હી મોક્ષ મંઝાર, ભેદ કછું નાહીં ભેદ ગિને સંસાર' જેવા સિદ્ધપ૨માત્માની પર્યાયમાં આત્મા એને પ્રત્યક્ષ દેખાય છે કેવળજ્ઞાનમાં જણાય છે ત્રિકાળી દ્રવ્ય! એવો જ આત્મા અત્યારે મારામાં છે ને નિગોદમાં પણ એવો આત્મા બિરાજમાન છે. આત્માનું એકાકાર સ્વરૂપ ટંકોત્કીર્ણ ત્રણે કાળે એકરૂપ છે.
અનંતકાળથી ભલે ભૂલો પડીને અજ્ઞાનભાવે પરિણમ્યો, અને અનેક પ્રકારના કષાયના વમળમાં વીંટાઇને રહ્યો છે પણ છતાં પોતાનું શુદ્ધ-સ્વરૂપ એ છોડતો નથી. અશુદ્ધપર્યાયની મધ્યમાં પણ, એક શ્વાસમાં અઢા૨વા૨ જન્મે ને મરે એવો પર્યાયનો ધર્મ છે, પર્યાયનો એવો સંયોગ હોવા છતાં પણ, ઉત્પાદ-વ્યયની મધ્યમાં રહેવા છતાં પણ ધ્રુવપરમાત્મા પોતાના સ્વભાવને ત્યાગતો નથી. બિલકુલ! છોડતો નથી. એવા શુદ્ધાત્માની વાત હું કહીશ. હૈ ભવ્યાત્માઓ! તમે ના પાડશો નહીં, હા પાડશો તો હાલત થશે. પણ અનુભવથી પ્રતીતમાં લેજો તમે. મારાથી મારા કહેવાથી કહું છું એમ નહીં.
એવા સમર્થ આચાર્યે સમયસારમાં આ શુદ્ધાત્મા, આ શાસ્ત્રમાં બતાવ્યો છે. હવે જે શુદ્ધાત્મા છે-ત્રિકાળી દ્રવ્યજ્ઞાયક! એમાં વર્તમાનમાં એક ઉપયોગ પ્રગટ થાય છે. અતીન્દ્રિયજ્ઞાન ઉપયોગ નહીં, ઇન્દ્રિયજ્ઞાન ઉપયોગ નહીં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન ઉપયોગ નહીં, માત્ર ‘ ઉપયોગ’, ઉપાધિ વગરનો ઉપયોગ. બીજું ઉપાધિ એટલે મતિ-શ્રુત (આદિની ) ઉપાધિ એમાં નથી. ઉપાધિ એટલે વધારાની ચીજ. ઉપયોગ પ્લસ (ઉપયોગ વત્તા ) મતિ, શ્રુત. મતિશ્રુતની વાત નથી કરતો. હું તો · ઉપયોગ' ની વાત કરું છું. જેને અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન કે કેવળજ્ઞાનની અપેક્ષા નથી. એવો નિરપેક્ષ ઉપયોગ છે ઇ (નિરંતર પ્રગટ થતો ) એ પર્યાયાર્થિકનયનો પરિણામિકભાવ છે. ભલે, અનિત્ય હોવા છતાં પણ એ પર્યાયનો પોતાનો સ્વભાવ છે. અનાદિ- અનંત સ્વભાવ છે.
"
.
લક્ષણ ત્રણકાળ એક પ્રકારનું હોય. પંચમકાળમાં લક્ષણ જુદું ને ચોથાકાળમાં જુદું એમ હોઇ શકે નહીં.
એવો ‘ઉપયોગ ’ જ્યારે તને પ્રગટ થાય છે, ત્યારે તારી એ જ્ઞાનની પર્યાયમાં સ્વ૫૨નો પ્રતિભાસ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com