________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૫
પ્રવચન નં. - ૮ પણ આવે, મિથ્યાષ્ટિને ભાવ...તો આવે, પણ એ...કર્તાનું કર્મ અને જ્ઞાનનું જ્ઞય થઈ જાય, એવો આત્માનો સ્વભાવ નથી! કર્તાકર્મ પણ એક દ્રવ્યમાં અને જ્ઞાનજ્ઞય પણ એક દ્રવ્યમાં છે. કર્તા આત્મા ને જ્ઞાનની પર્યાય કર્મ ! (ભેદથી કથન) અભેદથી આત્મા જ કર્તા અને આત્મા જ કર્મ ! આત્મા જ્ઞાતા અને આત્મા જ જ્ઞય-ભેદથી એટલું છે, અભેદથી આત્મા જ જ્ઞાતા અને આત્મા જ mય અભેદ !
આહા! ઝીણું તો પડે! બહુ ઝીણું પડે છે. કાલ કહેતા હતા અને અત્યારે દેખાય છે મનુભાઈ! પણ સમજવા જેવું છે. સમજાય એવું છે. ન સમજાય..કોઇ સમજશે નહીં માટે આ ગાથા લખી છે?
એનાં (આચાર્યદેવનાં) જ્ઞાનમાં આવી ગયું છે કે હું લખું છું એનો મર્મ સમજનારા પંચમઆરાના છેડા સુધી પાકશે ને સમ્યગ્દષ્ટિ થઈ જશે જ! એમ સમજીને આ દશગાથા લખી તાડપત્રમાં !
આહાહા ! એમણે આપણા માટે મહેનત કરી છે, આપણા ધર્મપિતા હતા કુંદકુંદ આચાર્ય! આહાહા! ધર્મને, જૈનદર્શનને ટકાવી રાખ્યો આહા....હા! નહીંતર તો...અંધારું થઇ જાત એવી સ્થિતિ હતી.
અહા! બહારના પદાર્થ એમ કહેતા નથી કે “તું મને જાણ –આ પ્રતિમાની સામે આપણે ઊભા રહીએ, દર્શન કરીએ...તો પ્રતિમા એમ કહે છે કે તમે મારી સામે જુઓ, કોઇને પણ (એવો) અનુભવ થયો હોય? આટલા બધાયમાં પૂછો, બહેનો ભાઈઓને કોઇ દિ' પ્રતિમાએ કહ્યું છે કે તમે મારી સામે જુઓ. મારા દર્શન કરો, એમ પ્રતિમા કહેતા નથી, અને અંદર આત્માપરમાત્મા-ચૈતન્ય પ્રતિમા બિરાજમાન છે, એ પોતાના ચૈતન્યસ્વભાવને છોડીને, એ પરને જાણવા જતો નથી. એ તો સ્વનેજ જાણ્યા કરે છે, પણ..એ વખતે બહિર્મુખ જ્ઞાન પણ સાથે ઉત્પન્ન થાય છે, એ પ્રતિમાને જાણે છે (દર્શન કરે છે)
એક અંતર્મુખજ્ઞાન અને એક બહિર્મુખજ્ઞાન, પર્યાય એક જ્ઞાનની અને અંદરમાં ભાગ બે છે! બહિર્મુખચકું અને અંતર્મુખચક્ષુ! અંતર્મુખીજ્ઞાન આત્માને નિરંતર જાણ્યા કરે છે અને બહિર્મુખી જ્ઞાન-ઇન્દ્રિયજ્ઞાન તેની યોગ્યતા પ્રમાણે તે તે પ્રકારના વિષયોને તે જાણે છે!
પણ એ એને જાણે છે પણ હું એને જાણતો નથી, આનું ભેદવિજ્ઞાન ને વિવેક છે. એ વાત આમાં છે. આમાં લખેલી છે, એનો જ અર્થ ચાલે છે, આ વાત કાંઇ નવી નથી. પોતાને નવી લાગે, સાંભળી નથી તેથી નવી લાગે! મેં અત્યાર સુધી સાંભળી નથી ને માટે આ વાત નવી લાગે છે. બાકી તો આ વાત જુની છે. ૨૦૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. અરે ! અનંતકાળ પહેલાની આ વાત ચાલી આવે છે. આ વાત કાંઇ નવી નથી. (શ્રી) ઋષભદેવ ભગવાનની દિવ્યધ્વનિમાં આ ગાથા (વાત) આવી હતી, ભગવાન શ્રી મહાવીરના શ્રીમુખેથી પણ આ ગાથા (વાત) આવી હતી અને સીમંધરપ્રભુના મુખમાંથી પણ આ જ ગાથા આવી અને એમણે (કુંદકુંદદેવે) ઝીલી! આહા....હા ! “સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે!” અને એ પછી માળ જે ગૂંથે, એ લાયકજીવ ડોકમાં ( ગળામાં) પહેરી લ્ય તો અનુભવ થઈ જાય, એ આપણા માટે ગૂંથી છે. આહાહા ! શાસ્ત્રો લખ્યા છે તે આપણા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com