________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
માટે છે ને! ઓહો હો !
‘અને આત્મા પણ ' આ સાઇડથી વાત કરે છે, પેલી સાઇડથી વાત કરી કેઃ પદાર્થો (બાહ્યપદાર્થો ) તને એમ કહેતા નથી કે: ‘તું મારી સામે જો' મફતમાં ગાંડિયો થઇને એની સામે જુએ છે, ઇ...ગાંડાલાલ છે! શું કહ્યું? એ...ડાહ્યાલાલ નથી. ગાંડલાલ ને ડાહ્યાલાલ બે પ્રકારના જીવો હોય છે, સમ્યગ્દષ્ટિ ડાહ્યાલાલ છે બધા! નામથી નહીં હોં? ભાવથી ડાહ્યાલાલ છે. અને ‘હું મને જાણતો નથી' (પરંતુ) મને, આ બધું જણાય છે, એ ગાંડાલાલ છે! ગાંડાલાલ એટલે સમજાણું ને ? મિથ્યાદષ્ટિ. ભીંત ભૂલી ગયો છે! સમયે-સમયે જણાય છે પોતાનો આત્મા અને મનાઇ ગયું છે કેઃ હું પ૨ને જાણું છું! દષ્ટિ બહિર્મુખ રહી ગઇ, અંતર્મુખી દૃષ્ટિ એને થતી નથી !
૧૦૬
દૃષ્ટિ અંતર્મુખ થઇને (આત્મ ) અનુભવ કેમ થાય, એની અપૂર્વ ગાથા છે. એની જેટલી પ્રશંસા કરીએ ! એટલી વાણીથી થાય એમ નથી.
‘અને આત્મા પણ...ઓલા કહેતા નથી કે: ‘તું મને જાણ' આહાહા ! ‘અને આત્મા પણ લોચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ '–લોખંડની સોય તો... પોતાનું સ્થાન છોડી...અને લોખંડનાગોળામાં (લોહચુંબકમાં ) ચોંટે છે. અહીંથી ખસીને વાં (ત્યાં) જાય છે. અહીંથી ખસી જાય-આકાશના આ ક્ષેત્રેથી ખસીને, આકાશના બીજે ક્ષેત્રે જે છે લોહચુંબકપથ્થર, ત્યાં (સોય) જાય છે તેમાં તો એમ થાય છે, પણ આત્માનું જ્ઞાન અહીંથી છૂટીને ત્યાં ( જ્ઞેયપાસે ) જતું નથી.
આહા...હા ! દષ્ટાંતથી સિદ્ધાંત અવળો (વિરૂદ્ધ) છે! સિદ્ધાંતથી દષ્ટાંત અવળું આપ્યું છે! શું કામ ? એની બુદ્ધિ કંઇક ચલાવે! આ શું લખ્યું? શું લખ્યું? શું લખ્યું છે? એમાં ઉપયોગ લગાવે એટલા માટે કોઇક વાર અઘરી વસ્તુ મૂકે! આહા! અઘરી મૂકવાનું શું કારણ? કે એ સૂક્ષ્મ ઉપયોગ કરે ત્યારે સમજાય! એ વિના સમજાય નહીં.
આહા..હા..! એવો બનાવ એક બની ગયો, જૂનાગઢ-ગિ૨ના૨ ઉપ૨! ધરસેન આચાર્ય ભગવાન, ત્યાં થઇ ગયા. અને એમને ઘણું જ્ઞાન કરણાનુયોગનું! કરણાનુયોગનું જ્ઞાન ઘણુંબહોળું હતું, ધવલ, મહાધવલ ઇત્યાદી હજારો, લાખો શ્લોક મોઢે હતા તેમને! તેમને ખ્યાલ આવ્યો કે દિનપ્રતિદિન લોકોની ધારણા શક્તિ ઊતરતી જાય છે અને મારી પાસે જે માલ (જ્ઞાન) છે તે તાડપત્રો ઉપર તો મેં લખ્યું નથી, મારા જ્ઞાનના ભંડારમાં ભર્યું છે પણ આ કાયમ રહી જાય તેના માટે એમને વિચાર (વિકલ્પ ) આવ્યો !
પછી....દક્ષિણ ( ભારતમાં ) મુનિસંઘ હતો, ત્યાં શ્રાવક મારફત સંદેશો મોકલ્યો અને કહે કે કોઇ બે મુનિઓને અહીં મોકલો તો મારી પાસે જે જ્ઞાન છે તે હું એમને આપી દઉં તો એ પરંપરા ચાલે. તો (ત્યાંથી ) બે મુનિઓ આવતાં પહેલાં રાત્રિના તેમને (ધરસેન આચાર્યને ) સ્વપ્ન આવ્યું, બે સફેદ બળદ! એમણે સ્વપ્નમાં જોયા, ખ્યાલ આવી ગયો કે બે મુનિ, સમર્થ આચાર્ય આવે છે, થોડા દિવસ થયાં ત્યાં બે મુનિરાજ પધાર્યા ગિરનાર ઉપર, એની ગુફા છે ત્યાં એ તપ કરતા તા, ધરસેન આચાર્ય!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com