________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૭
પ્રવચન નં. - ૮ ત્યાં એની ગુફા છે. પણ અન્યમતિઓએ ત્યાનો કબજો લઇને તાળું મારી દીધું છે, ઇ ગુફા મેં જોઇતી, તે દિવસે દરવાજો નહોતો એને મેં જોઇ ત્યારે !
અને એ બે મુનિરાજ આવ્યા, હવે એને આ બધું જ્ઞાન આપવું છે! તો એની પહેલાં, એમણે પરીક્ષા કરી એમની ! ને બેયને જુદાજુદા મંત્રો આપ્યા! લખીને, તાડપત્ર ઉપર, કે તમે આની સાધના કરો ને સાધના (સિદ્ધ) થઇ જાય પછી મારી પાસે આવો! એટલે બે યા (મુનિરાજ) ગયા જંગલમાં અને ત્રણ ઉપવાસ! ઉપવાસ ત્રણ ઉપરા-ઉપર, આહાર કરવા ન જાય! અને મંત્રની સાધના કરી. (સિદ્ધ થતાં મંત્ર) તો એકને મોટા દાંતવાળો દેવ આવ્યો પૂંછડાવાળો! અને એકને પૂંછડીવાળીને શીંગડાવાળી દેવી આવી. (મુનિરાજે) વિચાર ર્યો આ શું? આ શાસનદેવી નહીં! આ શાસનના રક્ષક નથી !
પછી, એમણે મંત્રો તપાસ્યા ફરીથી જુદા જુદા બે ય (મુનિરાજ) ભેગા ન થાય. સમર્થ આચાર્યો! એમાં ઇરાદાપૂર્વક ધરસેન આચાર્ય (મંત્રમાં) કોઇમાં શબ્દ ફેર, કોઇમાં કાનોમાત્રા ફેરફાર કરીને લખેલું ઇરાદાપૂર્વક! (મુનિરાજની) પરીક્ષા કરવા માટે. એટલે બેય સમર્થ આચાર્ય (હતા). (મંત્રોમાં) શુદ્ધિ કરી લીધી. પૂછવા ન ગયા, ધરસેન આચાર્યને! (બન્ને મુનિઓએ સાધના માટે ) બીજા ત્રણ ઉપવાસ અને સાધના કરી. શાસનદેવી હાજર થયાં ! (મુનિરાજ) આવ્યા, નમસ્કાર કર્યો! છ દિવસ થઈ ગયા, એટલે (ધરસેન આચાર્ય) સમજી ગયા ! (પછી પૂછ્યું ) કે શું થયું? કેઃ સાહેબ! મંત્રમાં જરા ફેરફાર હતો. અમે સાધના કરીને પહેલાં આમ (આમ ) થયું” તું! બરાબર છે. પરીક્ષા થઈ ગઈ, બેસી જાવ સામે!
બસ! આ (ધરસેન આચાર્ય) બોલે ને ઓલા (બન્ને મુનિરાજ) ઝીલે! આહા ! પુષ્પદંત ને ભૂતબલિ-બન્ને મુનિરાજે હજજારો શ્લોક મોઢે (યાદ) કરી લીધા. અને ત્યાંથી વિહાર કરીને, અંકલેશ્વર પધાર્યા. ત્યાં...એમણે વિચાર કર્યો કે હવે યાદશક્તિ ઘટી જાય તે પહેલાં આપણે તાડપત્રો ઉપર આને દ્રવ્યશ્રતને અંકિત કરી લઇએ (એ વિકલ્પને અનુકૂળ ) ત્યાં વનના વન છે (તાડપત્રના) અંકલેશ્વરમાં, સૂકા પાંદડાં ! તોડ-બોડે નહીં ત્યાં પડી ગયા હોય ને એના ઉપર લખ્યું ને એનામાંથી આ બધું ધવલ, મહાધવલ લખાઇ ગયા! (શ્રુતના લખાણનો પ્રારંભ અહીંથી થયો !).
એમાં એવો બનાવ બન્યો કે મૂળ બિદ્રિમંદિરના ભટ્ટારકે પોતાના કબજામાં રાખ્યા, તાળા ચાવીમાં! પછી એક પંડિતને (તેમની પાસે) મોકલ્યા, તેને સમજાવ્યું કે આ તાડપત્ર જીર્ણ થઈ જશે! આપણે એની એક કોપી કરી લઇએ, ને એ કોપી તમારી પાસે રાખો (મૂળ તાડપત્ર!) અમારે તો એની જરૂર નથી. તમારી ઇચ્છા હોય તો હું કરી દઉં મારી શક્તિ છે. (પંડિતે) સમજાવ્યા અને ભટ્ટારકે હા પાડી. પછી એ એક કોપી દિવસે કરે અને એક કોપી રાતના કરે-બે કોપી કરે ! અને બીજી કોપી વાં મોકલી દીધી. આ એમાં આ બધું સાહિત્ય (શાસ્ત્ર) બહાર આવ્યું! નહીંતર બહાર આવત નહીં! એક ઇતિહાસ હતો. સમજી ગયા? જિનવાણીને જેલમાં પૂરી” તી! પણ યોગાનુયોગ જુઓ!
જ્યાં ગુરુદેવનો ઉદય થયો, ત્યાં એનો અનુવાદ થવા માંડયો! ત્યાં સુધી અનુવાદ ન હતો! આવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com