________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૭
પ્રવચન નં. – ૨૨ વસ્તુસ્વભાવ પર વડ' એટલે જ્ઞાનનો પર્યાય-આત્મજ્ઞાનનો પર્યાય, “પર વડ' એટલે શેયો વડ/જગત આખું–વિશ્વ શેય છે, શયથી, જ્ઞાન થઇ શકતું નથી. ( જ્ઞાન થાય) એમાં શેય તો “નિમિત્ત” ખરું કે નહીં?
અરે ! ભાઈ, ઉપાદાનની વાત ચાલતી હોય ત્યારે નિરપેક્ષ વાત હોય એમાં નિમિત્ત યાદ જ ન આવે. સ્વત:સિદ્ધ એ જ્ઞાનનો પર્યાય! સત્ અહેતુક છે. એના સ્વકાળે ઉત્પન્ન થાય છે, ત્યારે એનું “લક્ષ” આત્મા ઉપર છે. તો આત્માના આશ્રયે જ્ઞાન થયું એમ અપેક્ષાએ કહેવામાં આવે છે.
“વસ્તુસ્વભાવ પર વડે એટલે શય વડે “ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી ' અશક્ય છે! અસંભવ વાત છે! શાસ્ત્રથી આત્મજ્ઞાન થાય એ અસંભવ છે, અશક્ય છે. ઓલું કર્તા થાય શાસ્ત્ર અને જ્ઞાન ઇ શાસ્ત્રનું કર્મ થઈ જાય! તો આત્મા તો કર્મ વગરનો રહ્યો!! કેમકે..શાત્રે આ જ્ઞાન ઉત્પન્ન કર્યુ (આત્મામાં) તો એ વખતે આત્માએ તો કાંઇ ન કર્યું! આત્માનો પુરુષાર્થ કાંઇ ન રહ્યો એમાં! એમ છે નહીં (વસ્તુની સ્થિતિ એમ નથી)
“વસ્તુસ્વભાવ પર વડ' આહાહા! શેયો વડે “ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી” અશક્ય-અસંભવ છે. શેયથી જ્ઞાન થતું નથી. આ લાઇનમાં (પંક્તિમાં) એ બતાવે છે. શેયથી..જ્ઞાન થતું નથી. આ લાઈનમાં (પંક્તિમાં) એ બતાવે છે. શેયથી... જ્ઞાન થતું નથી. પર વડે આત્માનું જ્ઞાન થઇ શકતું નથી. એક લાઇન (પંક્તિ) કહી.
હવે બીજી વાત કહે છે. સૂક્ષ્મ ! એનાં કરતાં કે શયથી જ્ઞાન ન થાય તો કાંઇ નહીં. પણ જ્ઞયનું' તો જ્ઞાન થાય ને? (પર જણાય તો ખરું ને!) શયથી આત્માનું જ્ઞાન ન થાય, એ તો ઠીક છે સમજાય છે. એવો કર્તાકર્મ સંબંધ બે દ્રવ્યો વચ્ચે હોતો નથી. પણ...જે જ્ઞાન પ્રગટ થાય, એનું જગત જ્ઞય થાય કે નહીં ? એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞય થાય કે નહીં (એ જણાય કે નહીં?) જો તમે શેય ન થાય એમ કહેશો તો આખું જગત અવસ્તુ થઇ જશે! કે મારી અપેક્ષાએ તો એ અવસ્તુ છે. એની અપેક્ષાએ વસ્તુ છે. એની અપેક્ષાએ વસ્તુ છે. મારી અપેક્ષાએ અવસ્તુ છે.
અવસ્તુ કેમ? કે અંદરમાં જઇને શ્રુતજ્ઞાન વડે, કેવળ શુદ્ધાત્માને સંતો જાણે છે...અંદરમાં જઇને ત્યારે આંખુ વિશ્વ-બહારનું એમને દેખાતું નથી, કેમ કે એમાં છે નહીં. એટલે એની અપેક્ષાએ, અવસ્તુ કહેવાય. પદાર્થોની અપેક્ષાએ વસ્તુ છે.વસ્તુ છે કોણ ના પાડે છે, છ દ્રવ્યો છે! લોકાલોક છે! બધું છે! !
“છે” પણ...હવે કહે છે કે ઇ શેય થાય કે નહીં? શેયથી જ્ઞાન ન થાય તો કાંઈ નહીં પણ જ્ઞાનનું ઇ જ્ઞય તો બને ને? કે જ્ઞાનનું ઝેય ઇ ત્રણકાળમાં નહીં થાય. રાહ જોયા કરજે ! અનંતકાળ તો કાઢયો તેં! આવી મિથ્યાબુદ્ધિમાં!! હવે પાછો ફર! પાછો ફર! કે શેયથી જ્ઞાન થતું નથી અને શેયનું જ્ઞાન થયું નથી. પણ આત્માનું જ્ઞાન થાય છે.
આહા.! શેયનું જ્ઞાન થતું નથી. ને આત્માનું જ્ઞાન પ્રગટ થઇ જાય છે. પણ નિષેધ નથી આવતો એને! આહાહા ! જ્ઞયનું જ્ઞાન થાય છે-રાગનું જ્ઞાન ને શરીરનું જ્ઞાન ને મોટર ને બંગલા ને એનું મને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com