________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૮૨ પોતાના સ્વરૂપથી જ જાણે છે” બાહ્યપદાર્થો ન હોય, એની ગેરહાજરી હોય, આ એકલો હોય, જંગલમાં બેઠો હોય તો-પણ બાહ્ય પદાર્થની અસમીપતામાં પોતાના સ્વભાવથી પોતાને જાણે છે એને બાહ્યપદાર્થની જરૂર નથી. આત્માના જ્ઞાન માટે બાહ્યપદાર્થની જરૂર નથી. નિરપેક્ષ તત્ત્વ છે ઇ, જ્ઞાન નિરપેક્ષ છે, જ્ઞાયક પણ નિરપેક્ષ છે. એને કોઇની અપેક્ષા નથી. પોતાના સ્વરૂપથી જ જાણે છે.
તેમ...તેવી રીતે બાહ્યપદાર્થોની સમીપતામાં પણ બીજા પદાર્થો નજીક હોય, પંડાલમાં બેઠો હોય પોતે, બાહ્યપદાર્થો તો છે, ત્યારે પણ..એ પંડાલમાં બેઠો પણ અનુભવ કરી શકે છે. બાહ્યપદાર્થો અને નડતા નથી. આહાહા ! “લક્ષ” છૂટી જાય છે! બાજુમાં બેઠો હોય ને એને ખબર ન પડે અને (આત્માનો) અનુભવ થઇ જાય ! એક જીવને એવો અનુભવ થયો પંડાલમાં, ગુરુદેવની હાજરીમાં આહા..હા! નામ-ઠામ બધું છે.
આહા! “બાહ્યપદાર્થની સમીપતામાં પણ ” બહારના સંયોગો ઘણા હોય એમાં શું! કાંઇ નડે નહીં અંદર જવામાં! “પોતાના સ્વરૂપથી જ જાણે છે' નિરપેક્ષ તત્ત્વ છે. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાયકને જાણવાનો છે. અને કોઇ રોકી શકતું નથી. “એમ પોતાના સ્વરૂપથી જાણતા એવા તેને પોતાના સ્વભાવથી-સ્વરૂપને જાણતા એવા તેને-આત્માને “વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ' બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી ” આહા...! એને કષાય ઉત્પન્ન ન થાય. પોતાને-આત્માને જાણતાં બાહ્યપદાર્થો નજીક હોય કે દૂર હોય-હોય કે ન હોય પણ પોતાને જાણતાં-જાણતાં બાહ્યપદાર્થો એને વિક્રિયા-દોષ ઉત્પન્ન કરી શકતા નથી. કષાય ઉત્પન્ન થતો નથી એને. કેમકે...કષાય ઉત્પન્ન ન થવાનું કારણ શું?
કેઃ જીવ પરને જાણે તો આ ઠીક-અઠીક લાગે ને! પણ પરને જાણવું એ તો જ્ઞાનના સ્વભાવમાં નથી. એ તો ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે. મારો વિષય તો પરને જાણવું છે નહીં, તો પછી વિપરીતતા કષાયની મોહ-રાગ-દ્વેષ આવતા જ નથી. બિલકુલ !
આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય” ત્રણેકાળ લખે છે હો ! સદાય શબ્દ પડ્યો છે. એનો સ્વભાવ બતાવે છે. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે' ત્રણેય કાળ ઉદાસીન છે, તટસ્થ છે, મધ્યસ્થ છે. અર્થાત્ સંબંધ વગરનો-તટસ્થ છે.
પરની હારે જ્ઞાતા-શેયનો સંબંધ નથી. અહા ! જ્ઞાતા શેયનો સંબંધ આંહીયા છે. એ ભેદ કરો તો છે. અભેદ કરો તો એટલો ભેદ પણ દેખાતો નથી. જ્ઞાતા ય આત્મા ને શેય પણ આત્મા!
આ તો...સવિકલ્પ દશા છોડી, અને નિર્વિકલ્પ ધ્યાનમાં કેમ આવે, અને સમ્યગ્દર્શન કેમ થાય, એની મુખ્યતાથી વાર્તા ચાલે છે. એવી વસ્તુસ્થિતિ છે તોપણ જે રાગ-દ્વેષ થાય છે એ અજ્ઞાન છે. ભાવાર્થ બાકી છે તો એ લેશું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com