________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસારાય નમ: શ્રી સદગુરુદેવાય નમ:
શ્રી સભય..૨ ગાથા. ૩૭૩-૩૮૨
તા. ૨૪/૧૧/૯૬ – કલકત્તા. સાંજ પ્રવચન નં.-૨૩ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનો “સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર' એની ગાથા ૩૭૩ થી ૩૮ર દશ ગાથા છે. એ દશગાથાનો...ગાથાનો અર્થ થયો. એની ટીકા પણ પૂરી થઇ. હવે એનો ભાવાર્થ પંડિતજી કરે છે. જયચંદ પંડિત જે થયા એમણે આ સંસ્કૃતનો અન્વયાર્થ કર્યો છે. અને એ સંસ્કૃતનો અન્વયાર્થ ઢંઢારી (ભાષામાં) હતો, પછી હિન્દી માં થયો પછી આ એનો ગુજરાતી અનુવાદ છે. એમાં ભાવાર્થ કરે છે કે “શબ્દાદિક-શબ્દમાં (આદિકમાં) બધું લઇ લેવું સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જે પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. એમાં ચેતન અંશ માત્ર નથી, કવલ કોર પુદગલ દ્રવ્ય છે ઇ.
તેઓ જડપદાર્થો અને એના પરિણામો આત્માને કાંઇ કહેતા નથી કેઃ “તું અમને ગ્રહણ કર” “ગ્રહણ કર” એટલે કોઈ પકડવાની ને છોડવાની વાત નથી. ગ્રહણ એટલે જાણવું. તું અમને ગ્રહણ કર” અર્થાત્ “તું અમને જાણ” એક વાત! “અને આત્મા પણ પોતાના સ્થાનથી ટ્યુત થઇને” એટલે પોતાનું સ્થાન તો...પોતાનું જ્ઞાન પોતાને જાણે છે, એ જાણવાનું છોડીને-ટ્યુત થઇને એટલે કે એને જાણવાનું છોડીને તેમને” એટલે બાહ્યપદાથોને “ગ્રહવાજાણવા “તેમના પ્રત્યે જતો નથી”
ભગવાન આત્મા ને ભગવાન આત્માનું જ્ઞાન, ભગવાન આત્મા છે એનું જ્ઞાન! શું કહ્યું છે? આત્માનું જ્ઞાન ! જ્ઞાન પરપદાર્થનું ન હોય. પુદ્ગલનું ન હોય. શાસ્ત્રનું ન હોય. જ્ઞાન હમેશાં આત્માનું જ હોય ત્રણેકાળ.
એમના પ્રત્યે એ જાણવા જતો નથી આત્મા, પોતાને જાણવાનું છોડીને. “જેમ-જેવી રીતે શબ્દઆદિક સમીપ ન હોય ત્યારે' શબ્દઆદિક બાહ્યપદાર્થ પાંચ ઇન્દ્રિયના વિષયો, હાજર ન હોય ત્યારે “આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે” એને બાહ્યપદાર્થની અપેક્ષા નથી, કે બીજા પદાર્થો હોય અને એને “જાણવાની ક્રિયા કરે તો આંહીયા જ્ઞાન ટકે એમ છે નહીં. કેમકે જ્ઞાન સ્વઆશ્રિત છે. એને પરપદાર્થની અપેક્ષા નથી.
આત્માનું જ્ઞાન આત્માથી થાય છે. આત્માનું જ્ઞાન પરપદાર્થથી થતું નથી. એટલે પરપદાર્થ હાજર હો કે ગેરહાજર હો, એને એની અપેક્ષા નથી. “પોતાના સ્વરૂપથી જ જાણે
“તેમ શબ્દાદિક સમીપ હોય' નજીક હોય શબ્દાદિક પાંચ પદાર્થો, “ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આત્માને આત્મા જાણ્યા જ કરે છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્માને જાણે છે. નિરંતર આત્માને જાણ્યા જ કરે છે. તેવો સ્વભાવ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com