________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી શુદ્ધાત્મને નમ: શ્રીપરમાત્માને નમઃ
શ્રી સખયસા.૨ ગાથા ૩૭૩-૩૮૨
તા. ૧૭–૯-૯૧ જામનગર પ્રવચન નં. ૫ આજે પર્યુષણનો પાંચમો દિવસ છે. પર્વના દિવસ છે, પર્વાધિરાજ ! એ દિવસોમાં આત્માની આરાધના કરવાના દિવસો છે. એ શુદ્ધાત્માને ભૂલીને અનંતકાળથી રખડે છે, એને દુઃખના નાશનો ઉપાય તો (આ છે કે ) આત્માનું લક્ષ કરી, અનુભવ કરી, પ્રતીતિ કરવી અને એમાં વિશેષ ઠરવું, એ જ નિશ્ચયમોક્ષનો-સુખનો માર્ગ છે, એવી દશા પ્રગટ કરવા યોગ્ય છે. ઉપાદેય તો આત્મા છે, પણ આત્મા ઉપાદેય થતાં એવી દશાઓ સહજમાં પ્રગટ થઈ જાય છે.
દશલક્ષણી પર્વનો આજે પાંચમો દિવસ છે, આજે ઉત્તમશૌચધર્મનો દિવસ છે. લોભકષાયનાં અભાવપૂર્વક પવિત્ર પરિણામ પ્રગટ થાય છે. આત્મા તો ત્રિકાળ પવિત્ર છે, પણ પરિણામ પવિત્ર થઈ જાય છે, અહીં ધર્મ એટલે પર્યાયની વાત છે. દશપ્રકારના ધર્મ છે ઉત્તમક્ષમા આદિ, એ પર્યાયની વાત છે.
ભગવાન આત્મા તો ક્ષમાનો સાગર છે, પણ એનું અવલંબન લેતાં, જેવો સ્વભાવ છે એવી પર્યાય પ્રગટ થાય છે, એને ઉત્તમક્ષમા કહેવામાં આવે છે. આ પવિત્રતા! પરપદાર્થને કરવાનો ભાવ એ તો મહાપાપ છે, એ પરપદાર્થ પ્રત્યે મહા ઉદાસીનતા મુનિઓને હોય છે, એમની વાણી એવી હોય છે કે કોઈનું મન ન દુભાય, એમની વાણી નીકળે તો તે સ્વ-પર હિતરૂપ વાણી હોય, મુમુક્ષુની પણ હો! મુનિઓ માટેની જ (વાત) નથી, મુમુક્ષુ માટે છૂટ નથી. ગમે તેવી ભાષા બોલે ને સામાનું મન દુભાય આહા.....! એવી ભાષા પણ (મુમુક્ષુની) ન હોય. મન, વચન, કાયાનો વ્યાપાર પણ વિવેક પૂર્વક હોય, મુમુક્ષુને!
અને દુર્ભેદ એવા અંતરના મેલને જેણે ધોઈ નાખ્યો છે, એવું પવિત્ર હદય-અંતર, તે ઉત્તમ શૌચધર્મ છે, શૌચ એટલે પવિત્રતા. તે સિવાય બીજો કોઈ શૌચ ધર્મ નથી. શૌચ એટલે પવિત્રતા! જેને પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને જ પોતાનો માની રહ્યો છે, એવો અજ્ઞાની જીવ શરીરને પવિત્ર રાખવું, તેને શૌચધર્મ માને છે એ તો ગૃહીત મિથ્યાષ્ટિ જીવ છે. આચાર્યદેવ કહે છે કે એ શૌચધર્મ નથી. શરીરને પોતાનું માનવું તે તો મહાન અશુચિઅપવિત્રતા છે, તે તો આસ્રવતત્ત્વ છે.
આહાહા! “જે આત્મા, એ ભેદજ્ઞાનરૂપી જળથી '..એક પ્રશ્ન આવ્યો’ તો અમને ઘણાં વર્ષ પહેલાં, ત્યારે રાજકોટમાં કન્ટીન્યુ (હંમેશા) વાંચતો” તો હું, અને ઘણા દાક્તરોવકીલો પણ સાંભળવા આવતા હતા, તે કાળની વાત કરું છું. ત્યારે એક ભાઈએ ચાલુ વાંચનમાં કહ્યું કેઃ “લાલચંદભાઈ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com